Sun Jul 26 2026

Logo

ભારતે અમેરિકા, ચીન અને યુરોપિયન સંઘથી આયાત થતા કેમિકલ પર  એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદી

2026-06-22 18:54:50
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : ભારત સરકારે અમેરિકા, ચીન અને યુરોપિયન સંઘમાંથી આયાત થતા રબર અને ટાયર બનાવવામાં વપરાતા કેમિકલ પર આગામી પાંચ વર્ષ માટે એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદી છે.આ અંગે વાણિજ્ય મંત્રાલયના એક્મ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ (DGTR)ની ભલામણ બાદ આ ડ્યુટી લાદવામાં આવી છે. આ અંગે બહાર પાડેલા જાહેર નામાં મુજબ આ કેમિકલ પર આયાત ડયુટી 75 ડોલરથી 1748 ડોલર ટન સુધી રહેશે. 

'સલ્ફેનામાઇડ એક્સિલરેટર્સ આયાત પર એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી

આ અંગે 19  જૂનના રોજ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ દ્વારા જાહેર કરેલા પરિપત્ર મુજબ આ  એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી પાંચ વર્ષ સુધી અમલમાં રહેશે. ડિરેક્ટોરેટ જનરલે 'સલ્ફેનામાઇડ એક્સિલરેટર્સ'ની આયાત પર ડ્યુટીની ભલામણ કરી હતી. કારણ કે આ ઉત્પાદન ભારતીય બજારમાં સામાન્ય મૂલ્યથી ઓછા ભાવે નિકાસ કરવામાં આવતું હતું. આના પરિણામે ડમ્પિંગ થયું અને સ્થાનિક ઉદ્યોગોને સામગ્રીને નુકસાન થયું હતું. 

એલ્યુમિનિયમ ફોઇલ પર એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી વધારી 

આ ઉપરાંત ભારતે ચીન, મલેશિયા, થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયાથી આયાત થતા એલ્યુમિનિયમ ફોઇલ' પર એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી વધારી દીધી છે. આ અંગે  મહેસૂલ વિભાગે જણાવ્યું હતું કે આ ડ્યુટી આ વર્ષની 15 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. જ્યારે  મહેસૂલ વિભાગે અન્ય એક  જાહેરાત કરી હતી કે ભારતે આગામી પાંચ વર્ષ માટે ચીનથી આયાત થતા 'પોલિઇથિલિન ટેરેફ્થાલેટ રેઝિન' પર પ્રતિ ટન 200.66 યુએસ ડોલરની એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી પણ લાદી છે.