Fri Aug 28 2026

Logo

ભારત-બ્રાઝિલ વચ્ચે રેયર અર્થ મિનરલ સહિત કયા કરાર થયા? પીએમ મોદીએ શું કહ્યું

2026-02-21 15:01:47
ભારત-બ્રાઝિલ વચ્ચે રેયર અર્થ મિનરલ સહિત કયા કરાર થયા? પીએમ મોદીએ શું કહ્યું

નવી દિલ્હીઃ ભારત અને બ્રાઝfલ વચ્ચે આજે અનેક કરારો થયા હતા. પીએમ મોદી અને બ્રાઝfલના રાષ્ટ્ર પ્રમુખ લુઈસ ઈનાસિયો લૂલા ડી સિલ્વા વચ્ચે દ્વીપક્ષીય મંત્રણામાં થયેલા કરારથી અર્થતંત્રને વેગ મળશે. બંને દેશો વચ્ચે રેયર અર્થ મિનરલ અને ડિફેન્સ ડીલ સહિત અનેક કરાર થયા હતા.

પીએમ મોદીએ કહ્યું, મને પ્રેસિડેન્ટ લૂલા અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરતા ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. પ્રેસિડેન્ટ લૂલાના વિઝન અને પ્રેરણાદાયી નેતૃત્વથી ભારત-બ્રાઝિલના સંબંધોને લાંબા સમયથી ફાયદો થયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, મને તેમને ઘણી વખત મળવાની તક મળી છે અને દરેક મુલાકાતમાં, મેં ભારત પ્રત્યેની તેમની ગાઢ મિત્રતા અને ભરોસાનો અનુભવ કર્યો છે. પ્રેસિડેન્ટ લૂલાની મુલાકાતે ઐતિહાસિક AI ઇમ્પેક્ટ સમિટની શોભા વધારી છે અને અમારી વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊર્જા આપી છે. હું પ્રેસિડેન્ટનો તેમની મિત્રતા અને આપણા બંને દેશો વચ્ચેના સંબંધો પ્રત્યેની પ્રતિબદ્ધતા બદલ આભાર માનું છું.

પીએમ મોદીએ કહ્યું, બ્રાઝિલ લેટિન અમેરિકામાં ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. અમે આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને $20 બિલિયનથી આગળ લઈ જવા માટે પ્રતિબદ્ધ છીએ. આપણો વેપાર માત્ર એક આંકડો નથી, તે પરસ્પર વિશ્વાસની ઝલક છે. પ્રેસિડેન્ટની સાથે આવેલું મોટું બિઝનેસ પ્રતિનિધિમંડળ આ જ વિશ્વાસને દર્શાવે છે. ઈન્ડિયા-મર્કોસુર ટ્રેડ એગ્રીમેન્ટનો વિસ્તાર આપણા આર્થિક સહયોગને વધુ મજબૂત બનાવશે.  

આ ઉપરાંત વડા પ્રધાન મોદીએ કહ્યું, ટેક્નલોજી અને ઈનોવેશનમાં સહયોગ માત્ર ભારત અને બ્રાઝીલ માટે જ નહીં પરંતુ સમગ્ર ગ્લોબલ સાઉથ માટે મહત્ત્વપૂર્ણ છે. AI, ડિજિટલ ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં ભાગીદારીથી વિકાસશીલ દેશોને પણ નવી દિશા મળી શકે છે.

બ્રાઝિલના પ્રેસિડેન્ટે શું કહ્યું

બ્રાઝિલના પ્રેસિડેન્ટ લૂલા ડા સિલ્વાએ કહ્યું, મિત્ર મોદી, છઠ્ઠી વખત આ દેશમાં આવવું મારા માટે ખુશીની વાત છે. ભારત અને બ્રાઝિલ વચ્ચેની આ બેઠક ઘણી અદભૂત છે. આપણે માત્ર ગ્લોબલ સાઉથની બે સૌથી મોટી લોકશાહી નથી, પરંતુ આ એક ડિજિટલ સુપરપાવર અને રિન્યુએબલ એનર્જી સુપરપાવરની મુલાકાત છે. આપણે બંને ખૂબ જ વિવિધતા ધરાવતા દેશો અને કલ્ચરલ ઇન્ડસ્ટ્રીના હબ છીએ.