Sun Sep 06 2026

Logo

મશહૂર શાયર અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડો. બશીર બદ્રનું નિધન

2026-05-28 15:39:00
Author: Chandrakant Kanoja
મશહૂર શાયર અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડો. બશીર બદ્રનું નિધન

ભોપાલ: "કુછ તો મજબૂરીયા રહી હોગી યુ કોઇ બેવફા નહિ હોતા.. " લખનાર ઉર્દૂના શાયર અને  પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડો. બશીર બદ્રનું નિધન થયું છે. બશીર બદ્રે 91 વર્ષની વયે ભોપાલના ઈદગાહ હિલ્સ સ્થિત તેમના નિવાસે અંતિમ શ્વાસ લીધા.  પ્રખ્યાત શાયર  બશીર બદ્રની તબિયત ઘણા સમયથી નાદુરસ્ત હતી. તેઓ ઉંમર સંબંધિત બીમારીઓથી પણ પીડાતા હતા.

લાંબા સમયથી ડિમેન્શિયાથી પીડાતા હતા.

ડો. બશીર બદ્ર લાંબા સમયથી ડિમેન્શિયાથી પીડાતા હતા. તેઓ પોતાની યાદશક્તિ ગુમાવી ચૂક્યા હતા અને લોકોને ઓળખી પણ શકતા ન હતા. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત સતત બગડતી હતી. ઉર્દૂના શાયર અને ભોપાલમાં રહેતા બશીર બદ્ર દુનિયાના સૌથી લોકપ્રિય શાયર હતા. તેમનું મુળ નામ સૈયદ મોહમ્મદ બશીર હતું  તેમનો જન્મ 15 ફેબ્રુઆરી 1935 ના રોજ અયોધ્યામાં થયો હતો. 

લાગણીને ખૂબ જ સરળતા સાથે વ્યક્ત કરવાની અનોખી ક્ષમતા 

ડો. બશીર બદ્ર દશકોથી તેમની ગઝલ માટે લોકપ્રિય રહ્યા હતા. તેમણે  પ્રેમ, એકાંત, સંબંધો, યાદો અને માનવીય લાગણીઓના વિષયોને ખૂબ જ સરળતા સાથે વ્યક્ત કરવાની અનોખી ક્ષમતા હતી. બશીર બદ્રના ચાહકો ફક્ત ભારત પૂરતા મર્યાદિત ન હતા. તેમના અન્ય દેશોમાં પણ સમર્પિત ચાહકો હતા. 

કેટલીક યાદગાર શાયરીઓ

તેમની કેટલીક યાદગાર શાયરીઓ જોઇએ તો " ન જી ભર કે દેખા ન કુછ બાત કી બડી આરજૂ થી મુલાકાત કી ..., અગર તલાશ કરું તો કોઇ તો મિલ હી જાએગા- લેકીન તુમ્હારી કોન મુજે ચાહેગા.., આંખો મે રહા દિલ મે ઉતર કર નહિ દેખા- કશ્તી કે મુસાફિરને સમુંદર નહિ દેખા..