Fri Sep 04 2026

Logo

ભારતમાં બનાવશે અત્ય આધુનિક સ્વદેશી સ્ટીલ્થ ફાઇટર જેટ, રાફેલ કરતા પણ વધુ શકિતશાળી

2026-05-27 18:46:37
Author: Chandrakant Kanoja
ભારતમાં બનાવશે અત્ય આધુનિક સ્વદેશી સ્ટીલ્થ ફાઇટર જેટ, રાફેલ કરતા પણ વધુ શકિતશાળી

નવી દિલ્હી: ભારત ડિફેન્સ ઇક્વિપમેન્ટ ક્ષેત્રે આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે. જેમાં ભારતે હવે અત્યઆધુનિક સ્વદેશી સ્ટીલ્થ ફાઇટર જેટ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી છે. આ અંગે સંરક્ષણ મંત્રાલયે એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA)પ્રોજેક્ટ માટે રિક્વેસ્ટ પ્રપોઝલ જાહેર કરી છે. આ રિક્વેસ્ટ પ્રપોઝલ ત્રણ મુખ્ય ભારતીય સંરક્ષણ કન્સોર્ટિયા અને કંપનીઓને મોકલવામાં આવી છે.  જેમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ અને BEML,ભારત ફોર્જ ની સાથે લાર્સન એન્ડ ટુબ્રોનો સમાવેશ થાય છે.

એરક્રાફ્ટ એઆઇ સહિત તમામ જરૂરી આધુનિક સુવિધાથી સજ્જ હશે.

ભારતનું આ પગલું ડિફેન્સ સેકટરમાં આત્મ નિર્ભર બનાવાનું મહત્વનું પગલું છે. જેમાં એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ સંપૂર્ણપણે સ્ટીલ્થ-આધારિત  ટ્વીન-એન્જિન ફાઇટર એરક્રાફ્ટ હશે. જે ભવિષ્યના એર ડોમિનેન્સ  અને ડીપ સ્ટ્રાઇક મિશનને ધ્યાનમાં રાખીને  ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે. આ એરક્રાફટ  લો રડાર ક્રોસ-સેક્શન ( સ્ટીલ્થ ડિઝાઇન) એઆઇ સહિત તમામ જરૂરી આધુનિક સુવિધાથી સજ્જ હશે. 

એરક્રાફટ આગામી સમયમાં ભારતીય વાયુસેના માટે સૌથી મહત્વનું

આ એરક્રાફટ આગામી સમયમાં ભારતીય વાયુસેના માટે સૌથી મહત્વનું સાબિત થશે. તેમજ તે દુશ્મન દેશોની એર ડિફેન્સ સિસ્ટમથી બચીને લાંબા અંતરના ચોકસાઇવાળા હુમલાઓ કરવા સક્ષમ છે.જેમાં પ્રથમ Mk-1 સંસ્કરણમાં વિદેશી એન્જિન હોઈ શકે છે, જ્યારે ભવિષ્યના Mk-2 પ્રકારને સંપૂર્ણપણે સ્વદેશી હાઇ-થ્રસ્ટ એન્જિનથી સજ્જ કરવાની યોજના છે. આ પ્રોજેક્ટ પર ડીઆરડીઓ અને ભારતીય ઉદ્યોગ સાથે મળીને કામ કરી રહ્યા છે.