નવી દિલ્હીઃ આજે સ્વતંત્રતા દિવસની ભારતભરમાં ઉજવણી થઈ રહી છે. અનેક જગ્યાએ મોટા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આજે અનેક નેતાઓએ પણ ભારતના લોકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીની વાત કરવામાં આવે તો, દિલ્હીમાં લાલ કિલ્લા પર ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. પીએમ મોદીને લાલ કિલ્લા પર ધ્વજવંદન કરીને પોતાનું ભાષણ આપ્યું છે. પીએમ મોદીએ પોતાના ભાષણમાં અનેક મોટી બાબતોનો ઉલ્લેખ કર્યો અને ભારતને વિકસિત બનાવવાની વાત પર ભાર મૂક્યો છે. ચાલો ભાષણની વિગતે ચર્ચા કરીએ....
દેશવાસીઓને પણ સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી
પોતાનું ભાષણ આપતા પીએમ મોદીએ કહ્યું કે, આજે દરેકની હ્રદય વંદે માતરમની ધૂન સાથે ધડકી રહ્યું છે. આજે દરેક ઘરો પર તિરંગો લહેરાઈ રહ્યો છે. આટલું કહેતા પીએમ મોદીએ ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ આપતા દેશવાસીઓને પણ સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. ભારે વરસાદના કારણે ભારતના અનેક વિસ્તારમાં પૂર આવ્યું તેનો પણ પોતાના ભાષણમાં પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો હતો. કહ્યું કે, ‘હું દરેક પ્રભાવિત પરિવારોને વિશ્વાસ અપાવું છું કે હું તમારી સાથે ઊભો છું’.
2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવાનું સ્વપ્ન
પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધિત કરતા કહ્યું કે, 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવાનું એ ભારતનું એક સૌથી મોટું સપનું છે. આ સપનું 140 કરોડ ભારતીય નાગરિકોની તાકાત અને તેની સંકલ્પથી પ્રેરિત હશે. વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ જ્યારે વિકસિત થઈ જાય ત્યારે દુનિયાને એક નવો અને મજબૂત સંદેશ મળશે. જેના કારણે ભારતને જોવાનો નજરીયો બદલાઈ જશે. વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે પીએમ મોદીએ દેશના યુવાનો પર વિશ્વાસ મૂક્યો છે.
आपको यह जानकर हैरानी हो सकती है कि भारत में रेलवे का विद्युतीकरण 1925 में शुरू हुआ था। फिर भी, अगले 90 वर्षों में रेलवे नेटवर्क का केवल 30% हिस्सा ही विद्युतीकृत हो पाया। पिछले दशक में, भारत ने बाकी 70% काम पूरा करके 100% रेलवे विद्युतीकरण का लक्ष्य हासिल कर लिया है। इससे आयातित… pic.twitter.com/1Vrj3ymENu
— SansadTV (@sansad_tv) August 15, 2026
પીએમ મોદીએ છેલ્લા 12 વર્ષની ઉપલ્બધિઓ અંગે વાત કરી
પોતાના ભાષણમાં પીએમ મોદીએ કહ્યું કે, આપણાં સંકલ્પ અને સપના હંમેશા મોટા હોવા જોઈએ. ત્યારે જ આપણી ક્ષમતાો નવી લક્ષ્ય સુધી પહોંચી શકશે. કોઈ પણ રાષ્ટ્ર ત્યારે જ મહાન બને છે, જ્યારે તે પોતાની સિદ્ધિઓને પ્રાપ્ત કરી લે! ભારત આ દિશામાં આગળ વધી રહ્યું છે. પૂર્વની સરકાર પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, પહેલા આપણી ગણના વિશ્વી કમજોર અર્થવ્યવસ્થામાં થતી હતી. પરંતુ છેલ્લા માત્ર 12 વર્ષોમાં ભારત વિશ્વની સૌથી ઝડપી વિકસિત થતી અર્થવ્યવસ્થા બની ગયું છે.
વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, સ્વતંત્રતા પછી, ભારતે મોટા સપના જોયા, છતાં પ્રગતિ ઘણીવાર આપણી અપેક્ષાઓ સાથે તાલ મિલાવવામાં નિષ્ફળ ગઈ! આજે, ભારત અભૂતપૂર્વ ગતિ અને આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે. અને હવે, કોઈ પણ શક્તિ 140 કરોડ ભારતીયોના સંકલ્પને રોકી શકતી નથી.
છેલ્લા 12 વર્ષમાં સંરક્ષણ ઉત્પાદન ચાર ગણું વધ્યું
પીએમ મોદીએ કહ્યું કે, "મારા દેશવાસીઓ, નાના સપના હવે પૂરતા નથી. આપણે મોટા સપના જોવા જોઈએ, કારણ કે મોટા સપના આપણા વિચારોનો વ્યાપ વધારે છે અને આપણા વિચારોની ક્ષિતિજોને વિસ્તૃત કરે છે. છેલ્લા 12 વર્ષોમાં, સંરક્ષણ ઉત્પાદન ચાર ગણું વધ્યું છે. ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન સાત ગણું વધ્યું છે. આધુનિક રેલ્વે કોચનું ઉત્પાદન 21 ગણું વધ્યું છે. ઇન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યા ચાર ગણી વધી છે, અને ડિજિટલ વ્યવહારો સો ગણા વધ્યા છે."
ભારતના દરેક વર્ગનો પીએમ મોદીએ આભાર માન્યો
લાલ કિલ્લા પરથી બોલતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "...છેલ્લા 12 વર્ષોમાં, અસંખ્ય નાગરિકો - પછી ભલે તે દલિત હોય, શોષિત હોય, હાંસિયામાં ધકેલાઈ ગયેલા હોય કે આદિવાસી, ગ્રામીણ હોય કે શહેરી, ગરીબ હોય કે મધ્યમ વર્ગ, યુવાન હોય કે વૃદ્ધ, મહિલાઓ હોય કે પુરુષો, ઉત્તર, દક્ષિણ, પૂર્વ કે પશ્ચિમના હોય એ દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે અટલ સંકલ્પ અને સમર્પણ સાથે દરેક શક્ય પ્રયાસો કર્યા છે. હું આ પ્રયાસોને આદરપૂર્વક સ્વીકારું છું."
हमारा सपना 2047 तक भारत को एक विकसित राष्ट्र बनाना है, जब हम अपनी आज़ादी के 100 साल पूरे होने का जश्न मनाएंगे। 140 करोड़ भारतीयों की सामूहिक कोशिशों से हम यह लक्ष्य हासिल करेंगे। जब दुनिया का सबसे ज़्यादा आबादी वाला देश विकसित बनने का संकल्प लेता है, तो यह हमारे आत्मविश्वास और… pic.twitter.com/4LVh2CEKyt
— SansadTV (@sansad_tv) August 15, 2026
પરમાણુ ઉર્જા અને સેમિકન્ડક્ટર ચિપનો પણ ઉલ્લેખ કર્યો
વર્તમાનમાં ભારત જે પણ ક્ષેત્રમાં આગળ આવ્યું છે તેનો પણ પીએમ મોદીએ પોતાના ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો. ખાસ કરીને પરમાણુ ઉર્જા અને સેમિકન્ડક્ટર ચિપમાં પણ ભારત હવે આત્મનિર્ભર બન્યું છે. વધુમાં કહ્યું કે, આપણે આપણી ક્ષમતાઓને મજબૂત બનાવવી જોઈએ અને આપણા રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવું જોઈએ. એટલા માટે આપણે 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ. દરેક ભારતીય 'મેક ઇન ઇન્ડિયા', 'સ્વદેશી' અને 'વોકલ ફોર લોકલ' અભિયાનો સાથે જોડાયેલ છે.
છેલ્લા 10-12 વર્ષોમાં આવેલા ખતરાઓ અંગે પણ વાત કરી
80મા સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે, ‘છેલ્લા 10-12 વર્ષોમાં આપણે અનેક ખતરાઓનો સામનો કર્યો છે. જેમ જેમ આપણે કોવિડ કટોકટીમાંથી બહાર આવ્યા, યુક્રેન અને પશ્ચિમ એશિયામાં યુદ્ધના સમાચાર આવવા લાગ્યા. તણાવનું વાતાવરણ વિકસિત થયું. આ દરમિયાન કેટલાક લોકોએ દેશમાં ભયનું વાતાવરણ ઉભું કરવામાં આનંદ માણ્યો હતો. તેઓએ અફવાઓ ફેલાવી કે રસીઓ ઉપલબ્ધ નહીં થાય, અથવા પેટ્રોલ, ડીઝલ અને ખાતર ખતમ થઈ જશે. કેટલાક લોકો દેશભરમાં અશાંતિનું વાતાવરણ ઉભું કરવામાં આનંદ માણી રહ્યા હતા, પરંતુ આ દરેક સ્થિતિમાંથી આપણે ઉભરી આવ્યાં છે.