નવી દિલ્હીઃ હવામાન વિભાગ પ્રમાણે કેરળમાં ચોમાસું બેસી ગયું છે. કેરળના અનેક વિસ્તારોમાં ગત રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. કેરળમાં ચોમાસાના આગમનની સત્તાવાર જાહેરાત સાથે જ દેશના અન્ય રાજ્યોને ગરમીથી ક્યારે છૂટકારો મળશે તેના પર નજર રહેશે. હવામાન વિભાગના અંદાજ પ્રમાણે, આગામી બે-ચાર દિવસમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી સહિત દેશના અન્ય રાજ્યોને ગરમીથી રાહત મળવાની શક્યતા છે. ગુજરાતમાં 15 થી 20 જૂન આસપાસ ચોમાસું પહોંચી શકે છે.
STORY | Southwest monsoon arrives in Kerala: IMD
— Press Trust of India (@PTI_News) June 4, 2026
The southwest monsoon set over Kerala on Thursday, according to the India Meteorological Department (IMD).
Typically, the monsoon arrives in Kerala around June 1, which marks the beginning of the Southwest monsoon season… pic.twitter.com/n9TyP4vgPv
કેરળમાં 9 જૂન સુધી ભારે વરસાદનું એલર્ટ
ચોમાસાના આગમન સાથે જ કેરળના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગે 9 જૂન સુધી ભારેથી અતિ ભારે વરસાદનુ એલર્ટ આપ્યું છે. અનેક વિસ્તારોમાં 5 થી 7 ઇંચ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તિરુવનંતપુરમ, કોલ્લમ, પથાનામથિટ્ટા, અલાપ્પુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ, ત્રિશૂર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ વિસ્તારમાં પાણી ભરાવાના કારણે જનજીવન પર અસર થવાની આશંકા છે.
હવામાન વિભાગ અનુસાર અરબ સાગર, બંગાળની ખાડી અને દક્ષિણ ભારતના અનેક હિસ્સામાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. આગામી દિવસોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, દિલ્લી અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ સત્તાવાર રીતે આગમન થશે. હવામાન વિભાગે ઉત્તર-પશ્ચિમ, મધ્ય-પૂર્વ અને દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ગાજવીજ અને ભારે પવનનું એલર્ટ આપ્યું છે. અનેક જગ્યાએ 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
STORY | Southwest monsoon arrives in Kerala: IMD
— Press Trust of India (@PTI_News) June 4, 2026
The southwest monsoon set over Kerala on Thursday, according to the India Meteorological Department (IMD).
Typically, the monsoon arrives in Kerala around June 1, which marks the beginning of the Southwest monsoon season… pic.twitter.com/n9TyP4vgPv
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશમાં થનારો મોનસૂન વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય જૂન અને જુલાઈ મહિના દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઘણું વધારે નોંધાઈ શકે છે.
ચોમાસાની સિઝન દરમિયાન જ દરિયામાં 'અલ-નીનો'ની સ્થિતિ સક્રિય થવાની સંભાવના વર્તાઈ રહી છે, જેની સીધી નકારાત્મક અસર ભારતના વરસાદ પર જોવા મળશે. હવામાન વિભાગ મુજબ આ વખતે વરસાદમાં 10 ટકા સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે.
સામાન્ય કરતાં 10 ટકા ઓછો વરસાદ વરસશે
આઈએમડીના અહેવાલ મુજબ, આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનો કુલ વરસાદ સામાન્યના 90 ટકા કરતાં પણ ઓછો રહેવાની ધારણા છે. જોકે, પૂર્વત્તર ભારત માટે થોડી રાહતના સમાચાર છે, કારણ કે ત્યાં વરસાદ સામાન્ય રહી શકે છે. પૂર્વત્તરના રાજ્યોને બાદ કરતાં બાકીના સમગ્ર દેશમાં વરસાદની તંગી વર્તાઈ શકે છે.
મધ્ય અને દક્ષિણ ભારતમાં સૌથી વધુ અસર
દેશના મુખ્ય કૃષિ ક્ષેત્રો ગણાતા મધ્ય ભારતના મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢનો સમાવેશ થાય છે, ત્યાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે. માત્ર જૂન મહિનાની જ વાત કરીએ તો, આ આખા મહિનામાં દેશભરમાં સામાન્ય કરતાં 10 ટકા ઓછો વરસાદ પડશે. જૂન મહિનામાં માત્ર ઉત્તર-પૂર્વ ભારત અને દેશના કેટલાક ભાગોમાં જ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે.
જૂન મહિનામાં કાળઝાળ ગરમી અને ભયંકર હીટવેવનું એલર્ટ
ચોમાસાના આગમનની વચ્ચે પણ દેશના અનેક રાજ્યોએ ગંભીર ગરમીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જૂન 2026 દરમિયાન કેટલાક રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ દિવસો સુધી હીટવેવની આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, બિહાર, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, રાજસ્થાન અને ઝારખંડમાં સામાન્ય કરતાં ઓછી હીટવેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આઈએમડીના અંદાજ પ્રમાણે, જૂનના અંત સુધીમાં ચોમાસું સમગ્ર દેશને કવર કરી લેશે, પરંતુ 'અલ-નીનો'ની પ્રતિકૂળ અસરોને કારણે વરસાદનું જોર નબળું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી મહિનાઓ પડકારજનક સાબિત થઈ શકે છે.