Wed Jul 29 2026

Logo

ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય, કચ્છ અને બનાસકાંઠા સહિતી આ 10 જિલ્લામાં વરસાદની આગાહી

2026-04-02 22:09:00
Author: Vimal Prajapati
Article Image

ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે દ્વારકા સહિત અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. તેવામાં હવે વધુ ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગવામાં આવેલી વિગતો પ્રમાણે રાજ્યના અનેક જિલ્લાઓમાં આ કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. ત્રણ અલગ-અલગ સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે હવામાન બદલાઈ રહ્યું છે અને વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય થઈ

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 એપ્રિલ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદથી તાપમાન ઘટશે અને ગરમીથી રાહત મળશે. જોકે, વરસાદથી રવિ પાકને નુકસાન થવાનું જોખમ પણ છે.

આ જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી

વરસાદની આગાહીની વાત કરવામાં આવે તો, કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, સૂરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી  મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં વરસાદના આગાહીના કારણે ખેતીમાં નુકસાનનું ભીતિ સર્જાઈ છે.

4 એપ્રિલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી

આગામી ત્રણ એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અમે ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 4 એપ્રિલે અમરેલી, ભાવનગર, અમવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર અને નર્મદામાં જિલ્લામાં વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે.