Wed Aug 19 2026

Logo

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026: વિજયની TVK એકલા લડશે, ગઠબંધનની અફવાઓને પૂર્ણવિરામ...

2026-03-18 22:53:30
Author: Vimal Prajapati
Article Image

ચેન્નઈ: અભિનેતા વિજયની રાજકીય પાર્ટી TVK એ 2026ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં એકલા લડવાનો નિર્ણય કર્યો છે. NDA કે INDIA ગઠબંધન કોઈ સાથે જોડાશે નહીં, અને 234માંથી બધી જીટો પર પોતાના ઉમેદવારો ઉતારશે. વિજયની પાર્ટી દ્વારા આયોજિત ઇફ્તાર પાર્ટીમાં વિજયે એવી અફવાઓને ફગાવી દીધી કે ટીવીકે એનડીએ ગઠબંધનનો ભાગ બનશે. એટલે કે, તમિલનાડુની વિધાનસભા ચૂંટણીમાં વિજયની પાર્ટી કોઈનો પણ સાથે નહીં આપે, વિજય પોતાના પાર્ટી સાથે એકલા હાથે જ સત્તામાં આવવા માંગે છે. 

અભિનેતા વિજયે તમામ અફવાઓને પૂર્ણવિરામ આપ્યું

પોતાના હરિફો પર વાક્ પ્રહાર કરતા અભિનેતાએ કહ્યું કે, અત્યારે અનેક લોકો અફવા ફેલાવી રહ્યાં છે કે, હું તેમની ટીમનો છું અને હું આમની ટીમનો છું. પરંતુ હું જાહેર કરવા માંગુ છું કે, હું કોઈના પણ પક્ષમાં નથી. તેમને હવે ખ્યાલ આવી ગયો છે કે અમે ફક્ત લોકોની ટીમના છીએ. અભિનેતા વિજયે તમામ પ્રકારની અફવાઓને પૂર્ણવિરામ આપી દીધું છે. નોંધનીય છે કે, ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી દ્વારા વિજયને ગઠબંધન માટે ઓફર કરવામાં આવી હતી, પરંતુ વિજયે કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. 

TVKએ ગઠબંધન માટે સ્પષ્ટ ના પાડી દીધી

BJPએ વિજયને ડેપ્યુટી મુખ્ય પ્રધાનનો પદ અને 80 જીટોની ઓફર આપી હતી, પણ TVKએ સ્પષ્ટ ના કહી દીધી. વિજયે સ્પષ્ટ ભાષામાં કહ્યું કે, શાસન ફક્ત અમારા નેતૃત્વ હેઠળ જ થશે; અમે આ વલણ પર અડગ રહીશું. આ નિવેદનનો સીધો અર્થ એ છે કે ટીવીકે તમિલનાડુમાં ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી આવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેથી તમિલનાડુમાં વિજયની પાર્ટી અન્ય પાર્ટીઓ માટે અડચણરૂપ બની શકે છે. વિજયનો ક્રેઝ જોતા તે ચૂંટણીમાં જીતશે કે કેમ તે અંગે પણ અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે.