ડૉ. હર્ષા છાડવા
ગ્રીષ્મ ઋતુના આકરા તાપ પછી વર્ષા ઋતુનું આગમન એ સમગ્ર જીવસૃષ્ટિ માટે વરદાન રૂપ છે. સમયસર વર્ષાના વધામણા થતાં જળપ્રકૃતિમાં પ્રાણ પુરાઇ જાય છે. સમગ્ર કુદરતમાં નવી તાજગી પ્રસરી જાય છે. વનસ્પતિ વૃક્ષો નવ પલ્લવિત થઇ જાય. ચારેતરફ લીલા ગાલીચા જાણે પથરાઇ જાય છે. વર્ષા ઋતુ એ ભારતીય સંસ્કૃતિ અને આબોહવા મુજબની સૌથી મહત્ત્વપૂર્ણ ઋતુ છે. પ્રકૃતિ અને માનવજીવન માટે ઊર્જા લઇ આવે છે. આ વર્ષા ઋતુ તહેવારોની પણ જાણે ઋતુ છે. વ્રતો અને તહેવારો એ માનવની પ્રકૃતિ (શારીરિક રીત) પણ ખૂબ મહત્ત્વના છે.
વર્ષા ઋતુમાં બીમારીઓથી બચવા કે સ્વસ્થ રહેવા માટે ચોમાસામાં થતી વનસ્પતિઓ એ ખૂબ જ પાવરફૂલ છે. જો આનો ઉપયોગ સમયસર કરી લેવાથી સંપૂર્ણ શરીર સ્વસ્થ રહે છે. ચોમાસામાં થતી વ્યાધિઓ ચામડીનો રોગ, ગેસ્ટ્રીક પ્રોબ્લેમ, આયર્નની ઊણપ, વાયરલ સંક્રમણ, શરીરના દુખાવા, ફગલ ઇન્ફેકશન, વાયરલ તાવ, આર્થરાઇટીસની વ્યાધિમાં થતાં દુ:ખાવા શરદી, માંસપેશીઓમાં ખેચાવ જેવી તકલીફો દૂર થાય છે.
ચોમાસામાં મળતી ભાજીઓ
કુલ્ફા ભાજી: આ ભાજી પાચનતંત્રને ખૂબ જ મજબૂત બનાવે છે. હાઇડ્રેશનથી બચાવે છે. ઇમ્યુનીટીને મજબૂત બનાવે છે. આયર્ન અને કેલ્શિયમ આમાં મોટા પ્રમાણમાં છે. ઓમેગા-3, વિટામિન એ, સી અને ઇ છે. હાડકાંની મજબૂતી વધારે છે. વાળની સમસ્યા દૂર કરે છે. ચોમાસામાં સૂર્ય પ્રકાશ ન હોવાથી વિટામિન ડીની કમીના કારણે વાળ ઊતરે છે. ત્યારે આ ભાજીના ઉપયોગ વાળની સમસ્યા દૂર થાય છે. શરીરમાં સુગર વધવાને કારણે આંખોમાંથી પાણી આવે ત્યારે આના ઉપયોગથી આ સમસ્યા જલદી સારી થાય છે. આનું શાક, સુપ કે રસ બનાવી લઇ શકાય.
કુરાળા ભાજી: કુરડઇ ભાજી-આ સ્વાદિષ્ટ ભાજી છે. એરામેટીક ભાજી છે. આ હાઇએનર્જી અને ફાઇબરવાળી ભાજી છે. એટલે તરત જ એનર્જી આપે છે. પ્રોટીનની માત્રા ભરપૂર છે. તેથી માંસપેશીઓને મજબૂત કરે છે. આ ભાજીને અસલ મરાઠી પદ્ધતિથી બનાવી વાપરવાથી સ્વાદ અને સ્વાસ્થ્ય જળવાય છે.
ડુંગરા ભાજી: આ એક વિશેષ મોસમી લીલી પતેદાર ભાજી છે. પ્રોટીનથી ભરપૂર છે. ખનિજ અને સ્વાદથી ભરપૂર છે. બ્લ્ડ સુગરને કંટ્રોલ કરવા માટે ઉત્તમ છે. કેન્સરના રોગી માટે વરદાન છે. હૃદયનું સ્વાસ્થ્ય જળવાય છે. વિટામિન એ અને સી ના કારણે ઇમ્યુનીટી માટે ખૂબ જ સારું પરિણામ આપે છે. આ ભાજીના મુઠિયા સ્વાદિષ્ટ લાગે છે. શાક પણ બનાવી શકાય.
કલમી ભાજી: વોટર સ્પીનેચ -નારીસાગ જેવા નામની આ ભાજી ચામડીની બધી જ વ્યાધિઓ દૂર કરે છે. વ્યાધિ ન હોય તો પણ ચામડીને સુંદર બનાવાનું કાર્ય કરે છે. આ ભાજી વારંવાર ખાવાનું મન થાય. શરીરને કુદરતી રીતે કુલ રાખે છે. આનું આયર્ન એનીમીયા દૂર કરે છે. શરીરને શક્તિ બક્ષે છે. કબજિયાત અને મૂળ વ્યાધિ દૂર કરી દે છે. કીડની સ્ટોન થવા દેતી નથી. હિમોગ્લોબીનની ઊણપમાં સારું પરિણામ આપે છે. બહુ જૂની ઉધરસ માટે આનો ઉપયોગ કરવો જોઇએ.
પોઇ ભાજી: -મલબાર સ્પીનેચ : મજબૂત લીલાપાનવાળી ભાજી, શક્તિશાળી બનવા માટેની ભાજી છે. વિટામિન એ અને સી તેમ જ કેલ્શિયમ અને આયર્નની માત્રા મોટા પ્રમાણમાં છે. પ્રોટીન પ્રદાન કરનારી આ ભાજી સ્વાદિષ્ટ છે. પોટેશ્યમ અને મેગ્નેશ્યમનો સ્રોત છે. જે હૃદયની નબળાઇ, હૃદયની નસોને ખૂબ જ મજબૂત બનાવે છે. આ ભાજી ખાનારના કોલેસ્ટ્રોલ મજબૂત બને છે, જેથી કયારેય હૃદયની બીમારી થતી નથી. હાડકાંની નબળાઇ એટલે કે ઓસ્ટ્રીયોપોરોસીસની વ્યાધિમાં સ્ત્રીઓ માટે આ વરદાનરૂપ છે.
સીતોદરીના ફૂલ: આ વર્ષા ઋતુમાં આવતા ફૂલો છે. વર્ષા ઋતુમાં થતા ચામડીના રોગ પર રામબાણ છે. ખીલ, ખીલના ડાઘા, સનબર્ન, સ્કીન ડીસઓર્ડર પર ખૂબ જ કામ કરે છે. લોહીનું શુદ્ધિકરણ કરી ઇમ્યુનીટી વધારી દે છે. આને આંકાડોળીના ફૂલ પણ કહેવાય છે. ચામડીની ખરાબી છે. માટે જ ખાવા એવું નથી. ભવિષ્યમાં થતી બીમારીઓ અટકવા માટે ઉપયોગ કરવો.
ખાટી ભાજી: આ ભાજીના બીજુ નામ અંબાડી ભાજી, ખટી સૂકા ભાજી એ અલગ ભાજી છે. બે ત્રણ પ્રકારની અલગ અલગ ભાજીઓ છે જે બધી ભાજીનો સ્વાદ ખૂબ મજેદાર છે. લોહીનું શુદ્ધિકરણ કરે છે. પાચનને સતેજ રાખે છે. રંગ ગોરો બનાવે છે. ડાયાબિટીસને નાબૂદ કરવાની તાકાત ધરાવે છે. ગોલબ્લાન્ડરની પથરી માટે સાથે સાથે થોડું ખાવાપીવા પર પણ ધ્યાન આપવાથી અચૂક બહાર નીકળી જાય છે. મારી પાસે આવેલ બહેનની પથરી ફકત સોળ દિવસમાં જ ઓગળી ગઇ છે.
ચોમાસુંમાં બીજી ઘણીયે ભાજી જેમ કે લાલમાઠ, મોટી તાંદળજો ભાજી, મોરશની ભાજી, ધોલ્લાવાલ, પોડશી ભાજી, ખાપરા ટાકળા (પુનર્નવા) બથુવા ભાજી જે ખરેખર પાવરફૂલ ભાજીઓ છે. આ ચોમાસામાં આ ભાજીનો વપરાશ કરીને લાભ લ્યો જેથી આગળ કોઇ બીમારીઓ ન આવે.