Sun Aug 30 2026

Logo

હાર્દિક પટેલને ક્યા ખેડૂત આગેવાને 'ચોરના દીકરા' ને 'ડફોળ' કહ્યા, ભાજપના અંધભક્તો પણ સાંભળી લે...........

2026-08-27 14:49:04
Author: Mayur Patel
હાર્દિક પટેલને ક્યા ખેડૂત આગેવાને 'ચોરના દીકરા' ને 'ડફોળ' કહ્યા, ભાજપના અંધભક્તો પણ સાંભળી લે...........

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા થોડા ઘણા સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આંદોલનનો ઉકેલ આવ્યો નથી અને દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યું છે. મોરબીના રાજપર ગામે ખેડૂતોની એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સત્યાગ્રહ છાવણીના નેજા હેઠળ યોજાયેલી આ સભામાં ખેડૂતોએ ધારાસભ્ય હાર્દિક પટેલે કરેલા નિવેદન બફાટનો આકરા શબ્દોમાં સણસણતો જવાબ આપ્યો હતો. ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી હાઈ-વોલ્ટેજ વીજ લાઈનો અને તેના અપૂરતા વળતરના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.  ખેડૂત આગેવાને 'ચોરના દીકરા' ને 'ડફોળ' કહ્યા, ભાજપના અંધભક્તો પણ સાંભળી લે તેમ પણ કહ્યું હતું. વાયરલ વીડિયોમાં હાર્દિક પટેલ પર વરસી રહેલા આ ખેડૂત આગેવાન કારૂભાઈ અમૃતિયા હોવાનું કહેવાય છે.

હાર્દિક પટેલને મોરબી આવીને પ્રેસ કોન્ફરન્સ કરવા ખુલ્લો પડકાર 

 રાજપર ગામમાં યોજાયેલી સભા દરમિયાન ખેડૂત આગેવાને ધારાસભ્ય હાર્દિક પટેલના નિવેદન સામે તીખો વિરોધ નોંધાવ્યો હતો અને તેમને મોરબી આવીને પ્રેસ કોન્ફરન્સ કરવા ખુલ્લો પડકાર ફેંક્યો હતો. સભામાં જણાવવામાં આવ્યું કે સરકારના પરિપત્ર મુજબ ખેડૂતોને યોગ્ય વળતર આપવાની વાત છે, જ્યારે હાર્દિક પટેલ 400% વળતરની માંગણી સ્વીકારી લીધાનો દાવો કરે છે. ખેડૂત આગેવાને ચેલેન્જ આપી કે જો આ વાત સાચી હોય તો તેઓ આંદોલન સમેટી લેવા તૈયાર છે. મીડિયાના માધ્યમથી આ મેસેજ હાર્દિકને પહોંચાડી દેજો. આ ઉપરાંત ખેડૂત આગેવાને કહ્યું, હું અંધભક્તોને કહેવા માગું છું કે ખેડૂતોની માંગણી સંપૂર્ણ વાજબી છે. તેમને યોગ્ય વળતર આપો.

વિકાસના નામે ખેડૂતોને બરબાદ કરવાનું ષડયંત્ર 

 ખેડૂત આગેવાને કહ્યું કે, હાર્દિક પટેલ મીડિયામાં ખેડૂતોને 400 ટકા વળતર મળતું હોવાના જે દાવા કરી રહ્યા છે તે તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. વાસ્તવિકતા એ છે કે ખેડૂતોની કિંમતી જમીનોમાં વીજ કંપનીઓ દ્વારા જોરજબરદસ્તીથી થાંભલા ઊભા કરી દેવામાં આવે છે અને તંત્ર દ્વારા પૂરતું વળતર કે સાંભળવામાં આવતું નથી.  ખેતરોમાંથી 400 KV થી લઈને 1600 KV સુધીની હેવી વીજ લાઈનો નાખવામાં આવી રહી છે. આટલી હેવી લાઈનો અને ટાવરના કારણે ખેડૂતોની જમીન બિનઉપજાઉ બની રહી છે અને ખેડૂતોના જીવને પણ મોટું જોખમ રહેલું છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે વિકાસના નામે ખેડૂતોને બરબાદ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે અને કંપનીઓ દ્વારા બજાર કિંમત કરતા ખૂબ જ ઓછું વળતર ચૂકવવામાં આવે છે.

ખેડૂત આગેવાને કહ્યું, ખેડૂતો દેશના વિકાસ માટે અગાઉ કેનાલ અને રસ્તાઓ માટે જમીન આપવા તૈયાર રહ્યા છે. પરંતુ ખાનગી કંપનીઓના હિત માટે વીજ થાંભલા નાખવા સામે ખેડૂતોને કાયદેસર અને યોગ્ય વળતર મળવું જરૂરી છે.