Sat Sep 05 2026

Logo

આજે આટલું જ: ગુજરાતી કવિતાની અફીણી ઊંઘ...

2026-08-23 07:37:00
Author: Shobhit Desai
આજે આટલું જ: ગુજરાતી કવિતાની અફીણી ઊંઘ...

- શોભિત દેસાઈ

આજની વાતચીતના મૂળમાં જે અછાંદસ કવિતા છે એ લખાઇ હશે કદાચ 1974 ડિસે-1975 જાન્યુ દરમિયાન. સમસ્તીપુર બોંમ્બધડાકામાં માર્યા ગયેલા એ વખતના રેલવે મિનિસ્ટર એલ.એન. મિશ્રાનું નામ છે આ કવિતામાં. પણ જેના વિશે કોઇને કશી જ જાણ નથી એવા એક અછાંદસ કવિતાના મોટા કવિ સુભાષ દેસાઇ હજી આજે ય હયાત છે, બહુ જ સારા સ્વરકાર અને ગાયક તો ખરા જ પણ સુભાષે કાફકાની વયશલવનિુંંં કામ ગુજરાતીમાં કર્યું છે એવું તો સુભાષને ય જાણ નથી તો બીજાની તો ક્યાં વાત!

જિંદગી એક
સિગારેટ હોત તો?!
તનહાઇ છે...

માંડેલી વાત પર પાછો ફરું.‘જ્હોની મેરા નામ’માં પદ્મા ખન્નાના એક અર્ધનગ્ન ડાન્સે ચકચાર ઊભી કરી હતી એ સમયમાં અને સુભાષ અછાંદસ શરૂ કરે છે...

બોટાયા વગરના સંબંધ સાથે લગ્નની ઇચ્છા રાખતા છોકરાઓ રોજ રાત્રે કેલેન્ડરમાંની પદ્મા ખન્નાને બચ્ચી કરીને સૂઇ જાય છે અને સવારે ઊઠીને જુએ છે પાયજામાં ઉપરનું ખંડિત પૌરુષ ત્યારે આ શહેરના પાયજામા, મકાનો, બસ, કોલેજ બળવા માંડે છે...

કોઇક ‘એસ્કોર્ટ’નામના છાપામાં
સર્વોચ્ચ નેતૃત્વ ઊભું છે એલ. એન. મિશ્રાની ચિતા પાસે
આ 58 કરોડની પ્રજાની વિશિષ્ટતા છે તો એ કે નથી એમાં 58 કવિઓ-સારા ઉચ્ચ કોટીના...
નથી એમાં 58 સંગીતજ્ઞો-સારા ઉચ્ચ કોટીના...
નથી એમાં 58 શિક્ષણશાસ્ત્રીઓ-સારા ઉચ્ચ કોટીના...
છે... 58000 કે તેથી પણ અનેકગણા વધુ નેતાઓ
----
શબ્દફેર બદલ અને કાપકૂપ બદલ ક્ષમા... આખી કવિતા એમની એમ મૂકું તો હું અને સુભાષ બન્ને જઇએ કાળી કોટડીપુર પણ ગોધરા જાઓ અને પૂછો કે સંગીતકાર-શિક્ષક સુભાષ દેસાઇ કયાં રહે છે? તો 100 ટકા તમને કોઇકનું કોઇક એમના ઘરભેગા કરશે, કરશે ને કરશે.

સુભાષે મને છંદ લગાડયો સુરેશ જોશીનો જેને પછી મારા આરાધ્ય દેવ બનાવી દીધા વડોદરાથી સાવ તાજા મુંબઇ આવેલા આશિત દેસાઇએ. ‘છીન્નપત્ર’ અને ‘મરણોત્તર’ જો આશિત પાસેથી ન મળ્યા હોત તો હું તો બાકીનાને જ કદાચ સાહિત્ય સમજી બેઠો હોત. પછી તો પરમ સખા ચંદુ શાહે આપી ‘જનાન્તિકે’ અને અમારી ફરી ફરી જનમવાની બાધા ફળી અને ટળી.

મૂળ વાત-સુભાષે જ મને છંદ લગાડયો સુદામા પાંડે ‘ધૂમિલ’નો . ઇમરજન્સીમાં પ્રતિબંધિત એમનો કાવ્યસંગ્રહ ‘સંસદ સે સડક તક’ અમને ભેટમાં તો આપ્યો રઘુવીરભાઇ ચૌધરીએ 1980-1981માં પણ સુભાષ દેસાઇના મુખપાઠથી ચામડીએ સોળ ઊઠી આવેલા મેં દીઠા છે.

લો યે રહા તુમ્હારા ચહેરા જો જુલૂસકે પીછે
અભી ગિર પડા થા...

બિરલા-બજાજ, જેવા પાંચ પરિવારો માટે આવતા બજેટને, જેને રાતનું ખાવાનું (રાત્રિભોજન નહીં જ) કયાંથી મળશેની જાણ નથી, ધ્યાનથી પાનવાળાના રેડિયોને ચીપકીને સાંભળતા જોયા છે ત્યારે ‘ધૂમિલ’ કેમ યાદ ન આવે?!

એક વો હૈ જો રોટી બેલતા હૈ (કિસાન) દૂસરા વો હૈ જો રોટી પકાતા હૈ (વચેટિયા) તીસરા વો હૈ જો રોટીસે ખેલતા હૈ (મૂડીવાદ)...યે તીસરા આદમી કૌન હૈ, મેરે દેશકી સંસદ મૌન હૈ.

એંશીયે એંશી વર્ષના બજેટની વાત છે... ખરું ને!

આવી અવાવરુ રુક્ષતા લાગતી પણ અત્યંત ભીનીછમ સંવેદના વચ્ચે અમારી કવિતા ઉછેર પામી હોય પછી આ બિતાશુ, ફિતાંશુના બધા નાટકિયા ઇઝમો દુર્ગંધ જ લાગે ને! ભાઇ, તો પછી ભાંગવાડી રીવાઇવ કર અને નાટક કર તોપના હલનચલનનું, કવિતા ન બગાડ.

અને મારી તો ખરી જ ખરી કારણ કે મને તો ગઝલ લખતાં આવડતું જ નથી, પણ મારી અગાઉની  ધોરડા છાપ બાર આનાની ફૂદ્દી જેવી ગઝલો લખનાર બધા જ શાયરોની ગઝલનું ફરી મૂલ્યાંકન થવું જોઇએ અને જે કવિતા જીવનની સંકડાશ વિશે મૌન સેવતી હોય એ બધી કવિતાઓ પાછી ખેંચી લેવાવી જોઇએ.

આ ગઝલ જેની છે એ શાયરનું નામ મેં કયારેય સુણ્યું નથી, આછોપાતળો ખ્યાલ પણ નથી જેનો એની ગઝલ તો જુઓ !!!

આજે બૉમ્બ પડયો છે 

પાન-પાનને ચડી ગયો છે તાવ કે આજે બૉમ્બ પડયો છે,
ડુંગર જેવા ડુંગર ભાંગ્યા સાવ કે આજે બૉમ્બ પડયો છે,
કાલ સવારે ફૂલ થઈને દુનિયાને છે મહેકાવા આતુર,
કળી-કળીના સપનાને થ્યો ઘાવ કે આજે બૉમ્બ પડયો છે,
આ દુનિયા તો અલકમલકનું કલકલતું એક ગાણું છે!
ઝરણાએ પાછો ખેંચ્યો સરપાવ કે આજે બૉમ્બ પડયો છે,
નથી કોઈની માલિકીનો ટુકડો પણ, તો શાને વાડાબંધી?
રડતાં રડતાં આભ કરે છે રાવ કે આજે બૉમ્બ પડયો છે,
ચકલીના એક ઈંડામાંથી વહ્યો પ્રાર્થના કેરો સૂર,
‘ઈશ્ર્વર મુજને બીજા ગ્રહે જન્માવ કે આજે બૉમ્બ પડયો છે.’  

અને અહીં ઈંક્ષતફિંલફિળ પર એક 28-30 વરસની થાકેલી ગૃહિણી ફોટામાં ન દેખાતાં ગેસના ચુલ્હા પર કશીક પ્રવૃત્તિ આદરતાં બોલે છે 

મુઝે દુલ્હન બનાને પૂર્વ સક્ષમ ભી બનાતે તો
મુઝે જલના નહીં પડતા કિતાબે ના જલાતે તો
કલેકટર તો ખરીદા આપને બસ કર્જ લે લે કર
વો બન તો મૈં ભી સકતી થી મુઝે આગે પઢાતે તો
મૈ અપની ઝોપડી હી કી સહી પર માલકિન હોતી
કીસી કોઠી કે આંગનમેં નહીં દફના કે આતે તો
મુઝે પરહેઝ થોડી હૈ રસોઇ કી થકાવટ સે?
ઝરા સા ઝર્ફ અપને લાડલે કો ભી સિખાતે તો
ઝમાને સે હૈં હારે આપ, ઔર મૈ આપસે હારી
મઝા તો તબ થા ગર મિલકર ઝમાને કો હરાતે તો
સૂના હૈ બેટીયાં આંગનકી ચીડિયા હોતી હૈ બાબા!
મુઝે ખૂંટે સે કયોં બાંધા ? મુઝે ઉડના સિખાતે તો?!
                                                        કીર્તિ શાઇરા

અમે બધા ગુજરાતીના કવિતાવીર પદ્યકર્તવ્યમૂઢ ઇજારાદારો થોડો વખત ચૂપ રહીએ એ જ બહેતર રહેશે, ખરું ને ?!

આજે આટલું જ...