Sun Sep 13 2026

Logo

દક્ષિણ ગુજરાત ફરી જળબંબાકાર: મેઘરાજાએ વલસાડનો પાડ્યો વારો, 40 ઈંચથી વધુ વરસાદથી પાણી જ પાણી

2026-07-21 08:50:00
Author: Mayur Patel
દક્ષિણ ગુજરાત ફરી  જળબંબાકાર: મેઘરાજાએ વલસાડનો પાડ્યો વારો, 40 ઈંચથી વધુ વરસાદથી પાણી જ પાણી

Ai Image


અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાના બીજા રાઉન્ડે જમાવટ કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 165 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.  છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત ફરી જળબંબાકાર થયું હતું. મેઘરાજાએ વલસાડનો વારો પાડ્યો હોય તેમ જિલ્લામાં 40 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.

ક્યાં કેટલો વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યના 165 તાલુકામાં વરસાદ પડ્યો હતો.  એક તાલુકામાં 8 ઇંચથી વધારે, ચાર તાલુકામાં 7 ઇંચથી વધારે, બે તાલુકામાં 6 ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં 5 ઇંચથી વધારે, બે તાલુકામાં 4 ઇંચથી વધારે, બે તાલુકામાં 3 ઇંચથી વધારે, આઠ તાલુકામાં 2 ઇંચથી વધારે, 10 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો. 131 તાલુકામાં એક ઇંચ સુધી વરસાદ પડ્યો હતો.

છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ફરી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વલસાડમાં 50 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો. વલસાડના પારડીમાં 8.19 ઇંચ, નાનાપોંઢામાં 7.17 ઇંચ, વાપીમાં 7.17 ઇંચ, વલસાડમાં 7.05 ઇંચ, ધરમપુરમાં 6.5 ઇંચ, કપરાડામાં 4.61 ઇંચ, ઉમરગાંવમાં 2.87 ઇંચ મળી કુલ 43.56 ઇંચ વરસાદ પડ્યો હતો.
 

આ સિવાય નવસારીના ખેરગામમાં 7.95 ઇંચ, જલાલપોરમાં 6.1 ઇંચ, ચીખલીમાં 5.75 ઇંચ, નવસારીમાં 5.20 ઇંચ, ગણદેવીમાં 5.04 ઇંચ વરસાદ પડ્યો હતો. પલસાણામાં 4.17 ઇંચ,વઘાઈમાં 3.43 ઇંચ, અંબિકામાં 3.07 ઇંચ, મહુવામાં 2.87 ઇંચ, ડોલવણમાં 2.83 ઇંચ, ડાંગમાં 2.83 ઇંચ, બારડોલીમાં 2.40 ઇંચ, વાંસદામાં 2.32 ઇંચ, વાલોડમાં 2.2 ઇંચ, સુરતમાં 2.05 ઇંચ, ઉમરપાડામાં 1.97 ઇંચ, મહેમદાબાદમાં 1.61 ઇંચ, નેત્રંગમાં 1.61 ઇંચ, સુબીરમાં 1.54 ઇંચ, ખેડામાં 1.54 ઇંચ, નડીયાદમાં 1.18 ઇંચ, વાયારમાં 1.1 ઇંચ, કડીમાં 1.1 ઇંચ, વિસાવદરમાં 1.1 ઇંચ, તળાજામાં 1.1 ઇંચ, માતરમાં 1.06 ઇંચ વરસાદ પડ્યો હતો.

આજે ક્યાં છે વરસાદની આગાહી

હવામાન વિભાગે 27 તારીખ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. તેમજ દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવા કડક સૂચના આપી છે.

હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, હાલમાં રાજસ્થાન, બંગાળની ખાડી અને અરબી સમુદ્ર તરફ ચોમાસાની અલગ અલગ સિસ્ટમ સક્રિય છે. આ બધી હવામાન સિસ્ટમ ભેગી થવાના કારણે 27 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.