અમદાવાદઃ રાજ્ય પોલીસ તંત્રમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ વડા દ્વારા ઈન્ટેલિજન્સમાં કામ કરતા 7 PIને ક્યા અલગ અલગ વિસ્તારોમાં ફેંકી દીધા હતા. આ બદલીને પગલે પોલીસ વિભાગમાં નવી ગોઠવણી અને કાર્યક્ષમતા વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
ક્યા 7 PIને ક્યા અલગ અલગ વિસ્તારોમાં ફેંકી દેવાયા
વી વી ત્રિવેદીને અમદાવાદ શહેર, એચ પી ઝાલાને સાબરકાંઠા, આર કે અમીનને વાવ-થરાદ, કે એલ પટણીને ભરૂચ, પી કે પટેલને એ.સી.બી, કે જે ગોસ્વામીને બનાસકાંઠા, પી એમ પટેલને જી-1 શાખા, ડીજીપી કચેરીમાં મુકવામાં આવ્યા હતા.

નવી જગ્યાએ નિમણૂક મળેલા અધિકારીઓને તાત્કાલિક ફરજ સંભાળવા સૂચના આપવામાં આવી છે. આ ફેરફારોને કારણે પોલીસ તંત્રમાં નવી ઊર્જા અને કાર્યપદ્ધતિમાં સુધારો જોવા મળી શકે છે. સાથે જ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પહેલા 14 PIને ઉઠાવીને ACBમાં મૂકી દેવાયા હતા. આમ એક જ દિવસમાં 21 PIની બદલી કરાતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.