Mon Oct 05 2026

Logo

ગાંધીનગર, રાજકોટ અને વલસાડ સહિતના જિલ્લાઓમાં ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

2026-04-10 20:23:40
Author: Devayat Khatana
ગાંધીનગર, રાજકોટ અને વલસાડ સહિતના જિલ્લાઓમાં ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

AI Generated Images


(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી હતી. ભાજપે પંચમહાલ, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ, કચ્છ, તાપી અને વલસાડ જિલ્લાના તાલુકા અને જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા માટે ઉમેદવારોના નામની બીજી યાદીની જાહેરાત કરી હતી. ગાંધીનગર જિલ્લા પંચાયતની ૨૭ બેઠકો, કલોલ તાલુકા પંચાયતની ૨૨ બેઠકો, માણસા તાલુકા પંચાયતની ૨૬ બેઠકો, દહેગામ તાલુકા પંચાયતની ૨૮ બેઠકો, કલોલ નગરપાલિકાની ૪૩ અને દહેગામ નગરપાલિકાની ૨૮ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી હતી.

પંચમહાલ જિલ્લાની જિલ્લા પંચાયતની 38 બેઠકો, ઘોઘંબા તાલુકા પંચાયતની 26 બેઠકો, ગોધરા તાલુકા પંચાયતની 32 બેઠકો, હાલોલ, કાલોલ, મોરવા હડફ ત્રણે તાલુકા પંચાયતની 24-24 બેઠકો, જાંબુઘોડા તાલુકા પંચાયતની 16 બેઠક, શહેરા તાલુકા પંચાયતની 28 બેઠકો, ગોધરા નગરપાલિકામાં 26 અને શહેરા નગરપાલિકાની ચૂંટણી માટે 28 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી.  

વલસાડ જિલ્લાની જિલ્લા પંચાયતની 36 બેઠકો, વલસાડ તાલુકા પંચાયતની 32  બેઠકો, પારડી તાલુકા પંચાયતની 22 બેઠકો, ઉમરગામ તાલુકા પંચાયતની 30, કપરાડા તાલુકા પંચાયતની 22 બેઠકો, ધરમપુર તાલુકા પંચાયતની 24 બેઠકો, નાના પોંઢા  તાલુકા પંચાયતની 20 બેઠકો, ઉમરગામ નગરપાલિકામાં 28 અને વાપી મહાનગરપાલિકાની ચૂંટણી માટે 44 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી.  તાપી જિલ્લાની જિલ્લા પંચાયતની 24 બેઠકો, નિઝર, ઉચ્છલ, કુકરમુંડા, ડોલવણ, ઉકાઈ અને વાલોડ તાલુકા પંચાયતની 16-16  બેઠકો, સોનગઢ તાલુકા પંચાયતની 18, વ્યારા તાલુકા પંચાયતની 20 બેઠકો તેમજ વ્યારા નગરપાલિકામાં 28 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી.  

રાજકોટ જિલ્લાની જિલ્લા પંચાયતની 33 બેઠકો, ગોંડલ તાલુકા પંચાયતની 22 બેઠકો, જેતપુર તાલુકા પંચાયતની 20 બેઠકો, લોધિકા તાલુકા પંચાયતની 16 બેઠકો, ધોરાજી, પડધરી, જામ કંડોરણા અને કોટડા સાંગાણી તાલુકા પંચાયતની 16-16  બેઠકો, રાજકોટ તાલુકા પંચાયતની 21 બેઠકો, ઉપલેટા  તાલુકા પંચાયતની 18 બેઠકો, જસદણ તાલુકા પંચાયતની 22 બેઠકો, વીંછીયા તાલુકા પંચાયતની18 બેઠકો તેમજ ગોંડલ નગરપાલિકાની ચૂંટણી માટે 44 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. વડોદરા મહાનગર પાલિકા માટે ૭૬ ઉમેદવારોની જાહેરાત કરી હતી. અમદાવાદ જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી હતી.