Wed May 13 2026

Logo

ગુજરાતમાં 72 IAS અધિકારીની બદલી, જાણો ક્યા અધિકારીને ક્યાં મૂકાયા ?

2026-05-13 08:44:51
Author: Mayur Patel
Article Image

ગાંધીનગરઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થયા બાદ રાજ્યમાં ફરી બદલીનો દોર શરૂ થયો છે. 72 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.  રાજ્યના મહેસૂલ અને વહીવટી માળખાને વેગ આપવા માટે એકસાથે 72 IAS અધિકારીઓની બદલી અને નિમણૂકના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આ બદલીઓમાં અનેક જિલ્લાના કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો અને જિલ્લા વિકાસ અધિકારીઓનો સમાવેશ થાય છે. 

ભવ્ય વર્માને અમદાવાદના નવા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.જે.એસ. પ્રજાપતિને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરાયા છે. કચ્છના કલેક્ટર આનંદ બાબુલાલ પટેલની બદલી કમિશનર ઓફ સ્કૂલ્સ, ગાંધીનગર તરીકે કરવામાં આવી છે. ડૉ. વિપિન ગર્ગ હવે ગુજરાત ટુરીઝમ કોર્પોરેશનના MD તરીકે સેવા આપશે. અમદાવાદના કલેક્ટર સુજીત કુમારને સ્પેશિયલ કમિશનર (સ્ટેટ ટેક્સ), અમદાવાદ તરીકે મૂકવામાં આવ્યા છે.

આદિજાતિ વિસ્તારોમાં પણ નવા પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટરોની નિમણૂક થઈ છે, જેમાં વંદના મીના (મહીસાગર), રાજેશ કુમાર મૌર્ય (સોનગઢ), અને પ્રતીક જૈન (દાહોદ) નો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા આ વ્યાપક ફેરફારો પાછળનો મુખ્ય હેતુ વહીવટી કામગીરીમાં પારદર્શિતા લાવવા અને સરકારી યોજનાઓનું અમલીકરણ જિલ્લા સ્તરે વધુ અસરકારક બનાવવાનો છે. આગામી દિવસોમાં આ નવા અધિકારીઓ પોતપોતાના નિયત સ્થળોએ ચાર્જ સંભાળશે.

જાણો ક્યા અધિકારીને ક્યાં મૂકાયા

ડી.એન. મોદી: મ્યુનિસિપલ કમિશનર જામનગરથી બદલી કરીને ડેવલપમેન્ટ કમિશનર, ગાંધીનગર
આનંદ બાબુલાલ પટેલ: કલેક્ટર કચ્છ-ભુજથી બદલી કરીને કમિશનર ઓફ સ્કૂલ્સ, ગાંધીનગર તરીકે નિમણૂક
સુજીત કુમાર: કલેક્ટર અમદાવાદથી બદલી કરીને સ્પેશિયલ કમિશનર સ્ટેટ ટેક્સ, અમદાવાદ
ડૉ. સૌરભ ઝમસિંગ પારધી: કલેકટર સુરતથી બદલી કરીને ડાયરેક્ટર સિવિલ સપ્લાય, ગાંધીનગર
ગૌરાંગભાઈ એચ. મકવાણા: કલેક્ટર ભરૂચથી બદલી કરીને ડાયરેક્ટર GEDA, ગાંધીનગર
સંજય કે. મોદી: કલેકટર નર્મદાથી બદલી કરીને એકિઝક્યુટિવ ડાયરેક્ટર GSTDREIS, ગાંધીનગર
કિરણ બી. ઝવેરી: કલેક્ટર મોરબીથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, નડિયાદ
ક્ષિપ્રા સૂર્યકાંતરાવ આગ્રે: કલેક્ટર નવસારીથી બદલી કરીને કમિશનર MSME, ગાંધીનગર
યોગેશ બબનરાવ નિરગુડે: કલેકટર દાહોદથી બદલી કરીને એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર, ગાંધીનગર
અમિત પ્રકાશ યાદવ: કલેક્ટર ખેડા-નડિયાદથી બદલી કરીને એડિશનલ કમિશનર ઓફ ઈન્ડસ્ટ્રીઝ, ગાંધીનગર
એન.વી.ઉપાધ્યાય: કલેક્ટર ગીર-સોમનાથથી બદલી કરીને કલેક્ટર ખેડા-નડિયાદ
પ્રશસ્તિ પારીખ: કલેક્ટર અરવલ્લી-મોડાસાથી બદલી કરીને MD, ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની, ગાંધીનગર
ડૉ. (શ્રીમતી) જીન્સી રોય: કલેક્ટર બોટાદથી બદલી કરીને MD, ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ, ગાંધીનગર
અનિલકુમાર રામજીભાઈ રણવાસિયા: કલેક્ટર જૂનાગઢથી બદલી કરીને કલેક્ટર કચ્છ-ભુજ
જીતેન્દ્ર એન. વાઘેલા: મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગરથી બદલી કરીને કલેક્ટર ગીર-સોમનાથ
જે.એસ. પ્રજાપતિ: કલેક્ટર વાવ થરાદથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગર
એચ.એમ. વોરા: DDO સાબરકાંઠાથી બદલી કરીને કલેક્ટર બોટાદ
ડૉ. વિપિન ગર્ગ: કલેક્ટર તાપી-વ્યારાથી બદલી કરીને MD, ગુજરાત ટુરીઝમ કોર્પોરેશન, ગાંધીનગર
શાલિની દુહાન: કલેક્ટર ડાંગ-આહવાથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, મહેસાણા
ભવ્ય વર્મા: કલેક્ટર વલસાડથી બદલી કરીને કલેક્ટર અમદાવાદ
નિતિન વી. સાંગવાન: ડાયરેક્ટર એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગથી બદલી કરીને કલેક્ટર વલસાડ
તેજસ દિલીપભાઈ પરમાર: મ્યુનિસિપલ કમિશનર જૂનાગઢથી બદલી કરીને કલેક્ટર સુરત
યોગેશ ચૌધરી: મ્યુનિસિપલ કમિશનર વાપીથી બદલી કરીને કલેકટર જૂનાગઢ
દેવ ચૌધરી: મ્યુનિસિપલ કમિશનર નવસારીથી બદલી કરીને કલેક્ટર તાપી-વ્યારા
ડૉ. નવનાથ કોન્ડીબા ગવહાણે: મ્યુનિસિપલ કમિશનર સુરેન્દ્રનગરથી બદલી કરીને કલેકટર ભરૂચ
મનીષ ગુરવાની: મ્યુનિસિપલ કમિશનર ગાંધીધામથી બદલી કરીને કલેક્ટર નવસારી
સ્વપ્રિલ ખરે: મ્યુનિસિપલ કમિશનર મોરબીથી બદલી કરીને કલેકટર મોરબી
ગંગા સિંહ: ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વડોદરાથી બદલી કરીને કલેક્ટર નર્મદા
સુરભી ગૌતમ: રીજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ વડોદરાથી બદલી કરીને કલેક્ટર દાહોદ
ડૉ. પ્રશાંત જીલોવા: રીજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ અમદાવાદથી બદલી કરીને કલેક્ટર પાટણ
મિલીંદ બાપના: મ્યુનિસિપલ કમિશનર આણંદથી બદલી કરીને કલેક્ટર અરવલ્લી-મોડાસા
એન.ડી. પરમાર: જોઈન્ટ ઇલેક્શન કમિશનર SEC થી બદલી કરીને કલેકટર ડાંગ-આહવા
મયુર કે. મહેતા: ડાયરેક્ટર સિવિલ સપ્લાયથી બદલી કરીને કલેક્ટર વાવ-થરાદ
અજય પ્રકાશ: ડાયરેક્ટર GEDA થી બદલી કરીને MD, GETCO, વડોદરા
પ્રભવ જોશી: MD ટુરીઝમથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, જૂનાગઢ
ગૌરવ દિનેશ રમેશ: ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરતથી બદલી કરીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ
મિરાંત જતિન પરીખ: ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમદાવાદથી બદલી કરીને CEO, AUDA, અમદાવાદ
જસ્મીન હસરત: DDO મહેસાણાથી બદલી કરીને CEO, GUDA, ગાંધીનગર
દીપેશ કેડિયા: DDO અરવલ્લી-મોડાસાથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, જામનગર
સંગીતા રાયાણી: મિશન ડાયરેક્ટર GULM થી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, મોરબી
આર.એન. ડોડિયા: એડિશનલ કમિશનર ઓફ ઈન્ડસ્ટ્રીઝથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, આણંદ
એન.એફ. ચૌધરી: MD, UGVCL થી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, વાપી
જે.કે. જાદવ: એકિઝક્યુટિવ ડાયરેક્ટર GSTDREIS થી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, સુરેન્દ્રનગર
બી.ડી. દવેરા: CEO, VUDA થી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, ગાંધીધામ
જયેશકુમાર બી. ઉપાધ્યાય: ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમદાવાદથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, નવસારી.
બી.સી. પરમાર: OSD, AMC થી બદલી કરીને DDO બોટાદ
શિવણી ગોયલ: DDO સુરતથી બદલી કરીને MD, MGVCL, વડોદરા
શ્રીમતી મમતા હાર્દિક હીરપરા: DDO વડોદરાથી બદલી કરીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ
અંકિત પન્નુ: DDO જામનગરથી બદલી કરીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ
પુષ્પ લતા: DDO નવસારીથી બદલી કરીને રીજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, અમદાવાદ
અક્ષય બુદાનિયા: DDO બોટાદથી બદલી કરીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, વડોદરા
જીવાણી કાર્તિક નાગજીભાઈ: DDO વાવ-થરાદથી બદલી કરીને DDO નવસારી
જયંત સિંહ રાઠોડ: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર સોનગઢથી બદલી કરીને DDO જૂનાગઢ
પ્રણવ વિજયવર્ગીય: પ્રોજેકટ એડમિનિસ્ટ્રેટર વાંસદાથી બદલી કરીને DDO પંચમહાલ-ગોધરા
કલ્પેશ કુમાર શર્મા: પ્રોજેકટ એડમિનિસ્ટ્રેટર છોટાઉદેપુરથી બદલી કરીને DDO વાવ-થરાદ
નિશા: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર ભરૂચથી બદલી કરીને DDO જામનગર
અંયુ વિલ્સન: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર રાજપીપળાથી બદલી કરીને DDO મહેસાણા
પાટીલ આનંદ અશોક: પ્રોજેકટ એડમિનિસ્ટ્રેટર ડાંગ-આહવાથી બદલી કરીને DDO વડોદરા
દેવેન્દ્ર પ્રકાશ મીના: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર દાહોદથી બદલી કરીને DDO સુરત
એચ.પી. પટેલ: DDO જૂનાગઢથી બદલી કરીને DDO સાબરકાંઠા
મહેક જૈન: આસિસ્ટન્ટ કલેક્ટર રાજકોટથી બદલી કરીને DDO અરવલ્લી-મોડાસા
વિદ્યાસાગર: આસિસ્ટન્ટ કલેકટર ધંધુકાથી બદલી કરીને DDO મોરબી
વંદના મીના: આસિસ્ટન્ટ કલેકટર કેશોદથી બદલી કરીને પ્રોજેકટ એડમિનિસ્ટ્રેટર, મહીસાગર
હિરેન જિતેન્દ્રભાઈ બારોટ: આસિસ્ટન્ટ કલેક્ટર પેટલાદથી બદલી કરીને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, અરવલ્લી-મોડાસા
રાજેશ કુમાર મૌર્ય: આસિસ્ટન્ટ કલેક્ટર રાધનપુરથી બદલી કરીને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, સોનગઢ (તાપી)
સ્વપ્રિલ મહાદેવ સિસલે: આસિસ્ટન્ટ કલેક્ટર ધ્રોલથી બદલી કરીને પ્રોજેકટ એડમિનિસ્ટ્રેટર, વાંસદા (નવસારી)
ઓમકાર રાજેન્દ્ર શિંદે: આસિસ્ટન્ટ કલેક્ટર નિઝરથી બદલી કરીને પ્રોજેકટ એડમિનિસ્ટ્રેટર, છોટાઉદેપુર
લેફ્ટનન્ટ કર્નલ અવાટે અમોલ શાંતારામ: આસિસ્ટન્ટ કલેક્ટર દ્વારકાથી બદલી કરીને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, રાજપીપળા (નર્મદા)
પ્રતીક જૈન: આસિસ્ટન્ટ કલેક્ટર મેંદરડાથી બદલી કરીને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, દાહોદ બદલી કરવામાં આવી છે.