ગાંધીનગરઃ શહેરમાં સિટિઝન ચાર્ટર, અધિકારીઓ નક્કી કરેલા સમયમાં કામ પૂરું કરીને રીપોર્ટ અપલોડ કરવો પડશે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ નાગરિકો ફરિયાદ કરે તેના થોડા જ સમયમાં વહીવટી તંત્ર સમસ્યા શોધીને તેનું નિવારણ લાવે તે પ્રકારનું પ્રો-એક્ટિવ મોડલ ઊભું કરવાનો છે.
આ ડેટા સીધો સેન્ટ્રલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર જશે અને ત્યાંથી સેકંડોમાં સંબંધિત એન્જિનિયર અથવા વોર્ડ ઓફિસરના મોબાઈલ પર વર્ક ઓર્ડર તરીકે પહોંચી જશે. આ સિસ્ટમમાં ટાઈમ સ્ટેમ્પ હોવાથી અધિકારીએ નક્કી કરેલા સમયગાળામાં કામ પૂર્ણ કરી તેનો રીપોર્ટ અપલોડ કરવો પડશે.
મળતી વિગત પ્રમાણે, ગાંધીનગર મનપા નાગરિકોની સુવિધા માટે એક કમ્પલેન ફ્રી મૉડલ તૈયાર કર્યુંછે. જેમાં AIથી સજ્જ સર્વેલન્સ વ્હીકલ લોન્ચ કરાશે. આ વાહનો લેટેસ્ટ સિસ્ટમથી સજ્જ હશે. તેમાં 360 ડિગ્રી ફરી શકે તેવા હાઈરિઝોલ્યુશન કેમેરા અને સેન્સર્સ લગાવેલા હશે. આ વાહન શહેરના માર્ગો પર ફરીને થાડા, તિરાડો, ઘસાઈ ગયેલા રોડ માર્કિંગ્સનું મેપિંગ કરશે. ઉપરાંત ગટરના ઉભરાતા પાણી કે પીવાના પાણીની લાઈનમાં થતાં લીકેજની ઓળખ કરશે.
આ ઉપરાંત રસ્તા પર પડેલો કચરો, તૂટેલી કે બંધ સ્ટ્રીટ લાઈટ, ફૂટપાથ પર થયેલા દબાણોને ઈમેજ પ્રોસેસિંગથી પકડી પાડશે. જેનો ડેટા તૈયાર થઈને સેન્ટ્રલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર જશે અને ત્યાંથી સેકંડોમાં સંબંધિત એન્જિનિયર અથવા વોર્ડ ઓફિસરના મોબાઈલ પર વર્ક ઓર્ડર તરીકે પહોંચી જશે. આ સિસ્ટમમાં ટાઈમ સ્ટેમ્પ હોવાથી અધિકારીએ નક્કી કરેલા સમયગાળામાં કામ પૂર્ણ કરી તેનો રીપોર્ટ અપલોડ કરવો પડશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ લેટેસ્ટ ટેકનોલોજીથી મનપાને લાંબાગાળે મોટો આર્થિક ફાયદો થશે. જો પાણીનું લીકેજ કે રસ્તાની નાની તિરાડ શરૂઆતમાં જ પકડાઈ જાય, તો તેના રિપેરિંગનો ખર્ચ મોટો ખાડો પડ્યા પછી થતા ખર્ચ કરતા 70% ઓછો હોય છે. વળી કયા વિસ્તારમાં કેટલી વાર સમસ્યા ઉદભવે છે તેનો મેપ તૈયાર થશે જે ભવિષ્યના ટાઉન પ્લાનિંગમાં મદદરૂપ સાબિત થશે.