ડૉ. હર્ષા છાડવા
શરીરમાં રોગ એક વિશેષ અસામાન્ય સ્થિતિ છે જે કોઈ જીવના સંપૂર્ણ કે આંશિક ભાગની સંરચના અથવા કાર્યને પ્રતિકુલ રૂ5થી પ્રભાવિત કરે છે. રોગો એ વિશિષ્ટ લક્ષણો અને સંકેતો સાથે જોડાયેલી ચિકિત્સીય સ્થિતિના રૂપમાં ઓળખાય છે. રોગ બહુ બાહ્ય કારણો કે આંતરિક વિકારોને કારણે થઈ શકે. પ્રતિરક્ષા પ્રણાલી ખોરવાતા આંતરિક વિકારોથી ઘણાંય પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે. રોગના કારણે વ્યક્તિ શારીરિક અને માનસિક રૂપથી પ્રભાવિત થાય છે. રોગના કારણે જીવન પ્રત્યે તો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. તેથી નાના કારણો ઉત્પન્ન થતાં જ રોગ પ્રત્યે જાગૃત રહેવું જરૂરી છે. ઘણાંય રોગ બહુ મુશ્કેલી આપતા નથી પણ શારીરિક રચનાને અવ્યવસ્થિત કરી નાખે છે. આવો જ એક રોગ કે વ્યાધિ છે લિપોમા.
લિપોમા ને ચરબીની ગાંઠો કે પ્રોટીન ગાંઠો પણ કહે છે. આ એક સ્થિતિ જે ધીમી ગતિથી વધે છે સોમ્ય ગાંઠો કે ટયૂમર છે, જે વસાની કોશિકાથી બને છે. (તેને ફેટી ટીસ્યુ પણ કહેવાય) ચિકિત્સીય ભાષામાં ચરબી પણ કહેવાય. આ શરીરમાં ક્યાંય પણ વિકસિત થાય છે. ત્વચાની નીચે ગોળી કે અંડાકાર આકારમાં ગાંઠ થાય છે. તેને અડવાથી સરળતાથી હલે છે. આમાં દુખાવો નથી થતો. આ અનુવંશિક કારણ પણ હોય છે.
લિપોમાના પ્રકાર- સુપરફિશિયલ સબક્યુર્ટોન યસ લિપોમા આ એક સામાન્ય પ્રકાર છે. ત્વચાની નીચે અને સરળતાથી હલે છે. ખૂબ જ નરમ હોય છે. એન્જીયો લિપોમા આમાં દુખાવો થાય છે. ફેટ રક્તવાહિનીઓ સાથે જોડાયેલી હોય છે.
કન્વેશનલ લિપોમા આ એક સામાન્ય પ્રકાર છે જે સફેદ વસા કોશિકા (હવે વાઈટ ફેટ સેલ).
ફાઈબ્રો લિપોમા- આ વસા અને ફાઈબ્રોસ ટીશ્યુથી બનેલી છે.
હાઈબરનોમા- આ ભૂરી વસા કોશિકાથી (બ્રાઉન ફેટ સેલ)થી બનેલી છે.
માયલો લિપોમા- વસા અને રક્તકોશિકા બનાવતા ટીશ્યુની બનેલી હોય છે.
સ્પિડલ સેલ લિપોમા- આ ગર્દન કાંધા અને પીઠ પર હોય છે. લાંબી હોય છે જે સેલ અને કોલાજનથી બનેલી છે.
પ્લિયોમોફિક લિપોમા- અલગ અલગ આકારની વસા કોશિકામાં થાય છે.
લિપોમાને રોકવી થોડી મુશ્કેલ છે પણ સતત ધ્યાન રાખવાથી મટાડી શકાય છે. દવાઓથી આનો ઉપચાર લગભગ થતો નથી. જીવનશૈલીમાં બદલાવ વસાને સંયમિત કરવાથી આને રોકી શકાય છે. ઘણાં ઘણાં ચિકિત્સક આનો ઉપચાર સ્ટેરોઈડ ઈન્જેકશન કે દવાઓથી કરે છે પણ આ સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થયું છે. લિપોમા ને સર્જરીથી પણ દૂર કરી શકાય છે. પણ જીવનશૈલીમાં બદલાવ જરૂરી છે. ઘણાં જોખમી લિપોમા પર ધ્યાન દેવું જરૂરી છે. જેમકે ઓડિનોસિસ ડોલેરોસા (ડેર્કમડીસીસ) આ એક દર્દનાક લિપોમા છે.
અન્ય કાઉડેનસિંડ્રોમ, ગાર્ડનર સિંડ્રોમ, મેકેલુંગ ડીસીસ, બન્નાયન રાઈલી રુવાલ્કાબા સિડ્રોમ સામાન્ય રીતે આ પરિસ્થિતિનો રેશિયો ખૂબ ઓછો છે. ઘણીવાર સર્જરી પછી પણ લિપોમા થાય છે. આના થવાનાં કારણો પર ધ્યાન આપવું જરૂરી છે. આધુનિક જીવનશૈલી તેમ જ આનુવાંશિક કારણો જવાબદાર છે. લિપોમા આખા શરીર પર ગમે ત્યાં થાય છે. માથા પર ઘણીવાર એક જ પણ મોટી ગાંઠ હોય છે. ગાલ પર અને ગળા પર પણ મોટી ગાંઠ થાય છે. ઘણીવાર આખા હાથ અને પગ પર નાની નાની ગાંઠો જે હલતી હોય છે તે વધુ પરેશાન નથી કરતી. હાથ-પગનો દેખાવ થોડા બેડોળ લાગે છે.
લિપોમા થવાના મુખ્ય કારણોમાં ગ્લુકોઝ ઈન્ટોલસ (શરીરમાં સુગરનું પ્રોસેસ બરાબર રીતે ન થવું) સુગરી ડ્રીંક વધુ પ્રમાણમાં મીઠાઈ અને તળેલા ફરસાણ જે રિફાઈન્ડ તેલ કે નકલી ઘીથી બને છે. આઈસક્રીમમાં ઘણીવાર પામતેલ કે નકલી ઘી નાખે છે તેનાં કારણો પણ હોઈ શકે છે. વધુ પડતી બેકરી પ્રોડક્ટ્સના કારણે ગ્લુકોઝ ઈન્ટોલસ થાય ત્યારે પણ આ ગાંઠો થાય છે. આલ્કોહોલના સેવનના કારણે, ઘણીયે ખાદ્ય - આઈટમોમાં અલ્કોહોલનો ઉપયોગ થાય છે. લિવર ડીસીસના કારણે પણ ગાંઠો થાય છે. જેમકે ફેટી લીવર.
ઓબેસીટી (મોટાપા)ના કારણે પણ ગાંઠો થાય છે. કબજિયાતવાળા રોગ જ્યારે ખૂબ જ ઓબેસીટી (જાડાપણું) થાય ત્યારે પણ ઘણીવાર ગાંઠો જોવા મળે છે. ઘણીયેવાર આ વધુ પડતા ઈંડા ખાવાના કારણે થાય છે. ઈંડાના કારણે એવિડીન બગડતાં ગાંઠો થાય છે અને ઘણીવાર પહોળા જેવા ફોલ્લા પણ નીકળે છે. બાહ્ય ખાદ્ય-
પદાર્થમાં ઘણીવાર ઈંડાનો ઉપયોગ થાય છે.
ઉપચાર કરવા બહુ સરળ છે. જીવનશૈલીમાં બદલાવ સફેદ સાકર કે અન્ય મીઠાઈઓ બંધ કરી દેવી. રિફાઈન્ડ તેલ, કે ઘી ન ખાવા. સુગર અને ઓબેસીટીને કાબૂમાં રાખવું. ખાવામાં ખાટા ફળોનો ઉપયોગ વધારી દેવો. કાચા પપૈયાનું શાક, ચટણી, કચુંબર, રસ લઈ શકાય છે. કેળા દાંડાનો ઉપયોગ કરવો. કોકમ, ગોરખઆમલી, મલબાર આમલી, આમલી, આંબલીના પાનની ચટણી, કોઠું, કમરખ જેવી ખાદ્ય વસ્તુઓનો વપરાશ કરવો. કયા પ્રકારનો લિપોમા છે તે મુજબ વસ્તુઓનો ઉપયોગ ચિકિત્સીય સલાહથી લેવો.
જોખમી પ્રકારના લિપોમા થયા હોય તો ચિકિત્સીય સલાહ મુજબ ખાનપાનમાં બદલી કરીને આનાથી છૂટકારો મેળવી શકાય છે. આના માટેની દવાઓ હજુ કામ કરે છે એવું મેં ક્યાંય જોયું નથી. મારી પાસે આવતા દર્દીને પણ ખાન-પાનમાં બદલાવથી ઘણી રાહત મળે છે.
ઘણીવાર સામાન્ય બદલાવથી પણ આ ગાંઠો વધતી રોકી શકાય છે. ગાંઠો બહુ આગળ વધે ત્યારે બીજી વ્યાધિઓ પણ થવા લાગે છે. આનુવાંશિક ગાંઠો પણ આગળ વધતી રોકી શકાય છે. રોકવી પણ જરૂરી છે.