નવી દિલ્હી : દેશમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા ઝુંબેશ (SIR)હેઠળ ચૂંટણી પંચે ચાર રાજ્ય માટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી છે જેમાં ઓડિશા, મણિપુર, મિઝોરમ અને સિક્કિમમાં 22 લાખથી વધુ વ્યક્તિઓના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.
13 રાજ્યોમાં 6 કરોડ લોકોના નામ મતદાર યાદીમાંથી દૂર
ચૂંટણી પંચે ગત વર્ષે જૂનમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ શરૂ કરી હતી. આ ઝુંબેશ બિહાર, બંગાળ, આસામ અને યુપી જેવા રાજ્યોમાં પૂર્ણ થઈ ગઈ છે. SIR હેઠળ બિહારમાં 65 લાખ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે પશ્ચિમ બંગાળમાંથી 37 લાખ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા હતા. યુપીમાં પણ 25 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. તેમજ 13 રાજ્યોમાં SIR હેઠળ આશરે 6 કરોડ લોકોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.
16 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR ઝુંબેશ
ચૂંટણી પંચ હાલમાં 16 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR ઝુંબેશ ચલાવી રહ્યું છે. જેમાં આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, પંજાબ, સિક્કિમ, ત્રિપુરા, તેલંગાણા અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દિલ્હી, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં પણ SIR ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.