Sun Jul 26 2026

Logo

NEET વિવાદ વચ્ચે શિક્ષણ પ્રધાનના રાજીનામું, જાણો કેન્દ્રીય મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાનને દર મહિને કેટલો મળે છે પગાર?

2026-07-25 15:20:48
Author: Darshana Visaria
Article Image

દેશની રાજધાની દિલ્હીના જંતર-મંતર ખાતે નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ અને પેપર લીકના આક્ષેપોને લઈને દેશભરના વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.જોકે, આ આંદોલન વચ્ચે એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે અને એ સમાચાર એટલે કેન્દ્રિય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું. આ અહેવાલને પગલે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના પદ પરથી રાજીનામાની જાહેરાત કરી દીધી છે.

શિક્ષણ ખાતાના પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની જાહેરાત બાદ લોકોમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન તેમજ દેશના કેબિનેટ પ્રધાનોને આપવામાં આવતા પગાર, માસિક ભથ્થાં અને સત્તાવાર સરકારી સુવિધાઓ જાણવાની ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ચાલો જાણીએ કે કેન્દ્રીય શિક્ષણ પ્રધાનને એક સાંસદ અને કેબિનેટ મિનિસ્ટર તરીકે દર મહિને કેટલો પગાર અને કઈ-કઈ સુવિધાઓ આપવામાં આવે છે. 

કેન્દ્રીય શિક્ષણ પ્રધાનનો બેઝિક પગાર અને માસિક ભથ્થાં-

ભારતમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓને સાંસદ અને મંત્રી બંને તરીકેનો પગાર અને વિવિધ ભથ્થાં ચૂકવવામાં આવે છે. જેમાં બેઝિક સેલરીનો સમાવેશ થાય છે. એક રિપોર્ટમાં કરાયેલા દાવા અનુસાર કેન્દ્રીય શિક્ષણ પ્રધાનને દર મહિને એક લાખની બેઝિક સેલરી આપવામાં આવે છે. આ સિવાય પ્રધાનોને પોતાના મતવિસ્તારનું કામકાજ સંભાળવા માટે સંસદીય ભથ્થું અને સંસદના સત્રો તથા સત્તાવાર બેઠકોમાં હાજરી આપવા માટે દૈનિક ભથ્થું પણ અલગથી મળે છે.

મળતી અન્ય ઓફિશિયલી ફેસિલિટી:

પગાર ઉપરાંત કેન્દ્રીય પ્રધાનને સરકાર તરફથી બીજી પણ ઘણી બધી હાઇ-પ્રોફાઇલ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, જેમ કે-
સરકારી આવાસ: દિલ્હીના પ્રાઇમ લોકેશનમાં ટાઇપ-VIII કક્ષાનો ભવ્ય અને સુરક્ષિત સરકારી બંગલો.
મફત મુસાફરી: દેશ અને વિદેશની સત્તાવાર યાત્રાઓ માટે એર-ટિકિટ, ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસ પાસ અને સુરક્ષા કવચ ધરાવતી મંત્રી કાર.
તબીબી અને ઓફિસ સુવિધા: પોતાના અને પરિવાર માટે સંપૂર્ણ મફત તબીબી સારવાર (Medical Facilities) તેમજ સ્ટાફ, ઈન્ટરનેટ અને ટેલિફોન ખર્ચનું ભથ્થું.