Tue Mar 10 2026

Logo

દારૂ કૌભાંડમાં નિર્દોષ જાહેર થતા કેજરીવાલ અને મનીષ સિસોદિયા થયા ભાવુક, કહ્યું - હું ભ્રષ્ટ નથી...

1 week ago
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને કોર્ટે મોટી રાહત આપી છે. દિલ્હીની દારૂ નીતિ કૌભાંડમાં કોર્ટે અરવિંદ કેજરીવાલને નિર્દોષ છે. એટલું જ નહીં પરંતુ કેજરીવાલની સાથે પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા સહિત તમામ 23 આરોપીઓને પણ રાઉઝ એવન્યુ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હોવાનું જાણવા મળ્યું છે. કોર્ટે નિર્દોષ જાહેર કરતા અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયા મીડિયા સાથે વાત કરતા રડી પડ્યાં હતાં.

કોર્ટે નિર્દોષ જાહેર કરતા અરવિંદ કેજરીવાલ થયા ભાવુક

મીડિયા સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે,  સત્યની જીત થાય છે. ભારતીય ન્યાય વ્યવસ્થા પર વિશ્વાસ છે, સત્યની જીત થઈ છે. ભગવાન અમારી સાથે છે. આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે પાર્ટીના સૌથી મોટા પાંચ નેતાઓને જેલમાં નાખવામાં આવ્યાં હતાં. મૌજૂદા સીએમને તેમના ઘરેથી ધસેડીને જેલમાં નાખ્યાં હતાં. ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને બે વર્ષ માટે 2 વર્ષ માટે જેલમાં નાખવામાં આવ્યાં હતાં. 

કોર્ટના ચુકાદાથી સ્પષ્ટ થયું કે કેજરીવાલ ભ્રષ્ટ નથીઃ કેજરીવાલ

કેજરીવાલે કહ્યું કે, કોર્ટના ચુકાદાથી એ સ્પષ્ટ થઈ ગયું કે કેજરીવાલ ભ્રષ્ટ નથી. મે માત્ર વફાદારી કમાઈ છે જે આજે સાબિત થઈ ગયું છે. વધુમાં કહ્યું કે, કેજરીવાલ અને મનીષ સિસોદિયા આમ આદમી પાર્ટીના ઈમાનદાર નેતા છે. આ નિવેદન દરમિયાન અરવિંદ કેજરીવાલે ભાજપ અને કેન્દ્ર સરકાર પર પણ વાક્ પ્રહાર કર્યાં હતાં. આક્ષેપ કરતા કહ્યું કે, સત્તા માટે સારા કામ કરો, દેશ સામે મોટી મોટી સમસ્યાઓ છે, તેના સમાધાન માટે સત્તા પર આવો, ખોટા કેસ માટે નહીં, ખોટા કેસના કારણે દેશ આગળ નહીં આવે!

 

કોર્ટના આ ચુકાદા અંગે અરવિંદ કેજરીવાલની પત્નીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, આ દુનિયામાં કોઈ ભરે કેટલું પણ શક્તિશાળી કેમ ન હોય, પરંતુ તે શિવ-શક્તિથી ઉપર ના જઈ શકે, સત્યની હંમેશા જીત થાય છે.  વધારે વિગતે વાત કરવામાં આવે તો, કોર્ટે ચુકાદો આપતા સીબીઆઈને આકરા શબ્દોમાં ટકોર કરી હતી. કોર્ટે કહ્યું કે, સીબીઆઈ દ્વારા જે દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા તે ચાર્જશીટ સાથે મેળ ખાતા નહીં. એટલે મૂળ વાત એ છે કે, અરવિંદ કેજરીવાલને દોષી સાબિત કરવા માટે સીબીઆઈ પાસે કોઈ પુખ્તા પુરાવા નહોતા.