નવી દિલ્હી : દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટમાં યુવક કોંગ્રેસના કાર્યકરો દ્વારા શર્ટલેસ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે સંદર્ભમાં પોલીસે યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ઉદય ભાનુ ચિબ સહિત આઠ લોકોની ધરપકડ કરી છે. જેનો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિરોધ કર્યો છે. તેમણે આ ધરપકડને સરકારની તાનાશાહી અને કાયરતા ગણાવી છે.
મારા સાથી યુવા કોંગ્રેસના સભ્યો પર ગૌરવ
આ ધરપકડ બાદ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ X હેન્ડલ પર લખ્યું છે કે શાંતિપૂર્ણ વિરોધ આપણો ઐતિહાસિક વારસો છે. જે અમારા લોહીમાં છે અને દરેક ભારતીયનો લોકશાહી અધિકાર છે. તેમણે કહ્યું મને મારા સાથી યુવા કોંગ્રેસના સભ્યો પર ગૌરવ છે જેમણે દેશના હિતમાં નિર્ભયતાથી પોતાનો અવાજ ઉઠાવ્યો છે.
शांतिपूर्ण विरोध हमारी ऐतिहासिक धरोहर है। यह हमारे खून में है और हर भारतीय का लोकतांत्रिक अधिकार है।
— Rahul Gandhi (@RahulGandhi) February 24, 2026
मुझे युवा कांग्रेस के अपने बब्बर शेर साथियों पर गर्व है, जिन्होंने ‘COMPROMISED PM’ के खिलाफ निडर होकर देश के हित में आवाज़ उठाई है।
अमेरिका के साथ हुए Trade Deal में देश के…
સત્તાને સત્યનો દર્પણ દેખાડવો એ ગુનો નથી
અમેરિકા સાથે ટ્રેડ ડીલ થી દેશના હિત સાથે ચેડા થયા છે. આ કરાર આપણા ખેડૂતો અને કાપડ ઉદ્યોગને નુકસાન પહોંચાડશે અને આપણો ડેટા અમેરિકાને સોંપશે. આ સત્યને રાષ્ટ્ર સમક્ષ ઉજાગર કરવા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુ ચિબ અને અન્ય ભારતીય યુથ કોંગ્રેસના સભ્યોએ પ્રદર્શન કર્યું હતું. જયારે કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટી અને હું અમારા બહાદુર સાથીઓ સાથે મજબૂત રીતે ઉભા છીએ. સત્તાને સત્યનો દર્પણ દેખાડવો એ ગુનો નથી. આ દેશભક્તિ છે. ડરશો નહીં - સત્ય અને બંધારણ આપણી સાથે છીએ.