Sun Apr 19 2026

Logo

આજનું રાશિફળ (31-03-26): મેષ અને વૃશ્ચિક રાશિના જાતકોને થશે આજે અપરંપાર લાભ, જોઈ લો તમારા માટે કેવો રહેશે દિવસ?

2026-03-31 13:50:00
Author: Darshana Visaria
Article Image


મેષ: 
મેષ રાશિના જાતકો માટે આજે તમારી રાશિમાં ચંદ્ર અને મંગળની સ્થિતિ પરાક્રમમાં વધારો કરશે, જે અટકેલા સરકારી કામો પૂર્ણ કરવામાં મદદરૂપ થશે. કાર્યક્ષેત્રમાં તમારી નેતૃત્વ શક્તિની પ્રશંસા થશે, પરંતુ ઉતાવળમાં લીધેલા નિર્ણય નાણાકીય નુકસાન કરાવી શકે છે. સાંજનો સમય પરિવાર સાથે આનંદમાં પસાર થશે અને જીવનસાથી તરફથી કોઈ ભેટ મળી શકે છે. સ્વાસ્થ્ય સુધરશે. ભાઈ-બહેન સાથેના સંબંધો આજે મજબૂત થઈ રહ્યા છે. આજે તમે ઘર-પરિવારના સભ્યો સાથે બેસીને હસી-ખુશી સમય પસાર કરશો. બિઝનેસ કરી રહેલાં જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભની તક લઈને આવી રહ્યો છે. 

વૃષભ: 
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ ઉત્તમ છે; જૂનું રોકાણ આજે મોટો લાભ આપી શકે છે. વેપારમાં નવી ભાગીદારી માટે સમય સાનુકૂળ છે, પરંતુ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આળસ ન કરવી. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે અને પરસ્પર વિશ્વાસ વધશે. આંખ અને માથાના દુખાવા જેવી નાની તકલીફોથી સાવધ રહેવું અને પૂરતો આરામ લેવો. શેરબજારમાં રોકાણ કરી રહેલાં જાતકોએ થોડી સાવધાની રાખવી પડશે, નહીં તો નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે. જીવનસાથીના કરિયરને લઈને આજે તમે કોઈ મહત્ત્વનો નિર્ણય લેશો. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. 

મિથુન: 
આજે ઓફિસમાં સહકર્મીઓનો પૂરો સહયોગ મળશે, જેનાથી પ્રોજેક્ટ સમયસર પૂરો થશે. તમારી રચનાત્મક શક્તિ ખીલી ઉઠશે, જે કલા અને સાહિત્ય સાથે જોડાયેલા લોકો માટે લાભદાયી રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે, પરંતુ મોજશોખ પાછળ ખર્ચ વધી શકે છે. સંતાનોના શિક્ષણને લઈને ચાલી રહેલી ચિંતા આજે દૂર થતી જણાય. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું લાંબા સમયથી અટકી પડેલું કામ પૂરું થઈ રહ્યું છે. લાંબા સમય બાદ આજે તમારી કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે અને તમે હસી-ખુશી સમય પસાર કરશે. 

કર્ક: 
આજે માનસિક શાંતિ જાળવી રાખવા માટે યોગ અને ધ્યાનનો સહારો લેવો હિતાવહ છે. નોકરીમાં ટ્રાન્સફર અથવા સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે, જે ભવિષ્યમાં તમારા માટે પ્રગતિના દ્વાર ખોલશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી અને અજાણ્યા લોકો પર વધુ વિશ્વાસ ન કરવો. માતાના આશીર્વાદ લઈને કામ શરૂ કરવાથી સફળતા મળશે. ઘર-દુકાન કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા હશો તો આજે તમારી એ યોજના સફળ થવાની પૂરેપૂરી શક્યતા છે. આજે એક પછી એક તમને સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પ્રેમજીવન જીવી રહેલાં લોકો આજે પાર્ટનર સાથે આજે સારો સમય પસાર કરશે. 

સિંહ: 
આજનો દિવસ સિંહ રાશિના જાતકો માટે અપરંપાર લાભ અને સફળતાની તક લઈને આવી રહ્યો છે. તમારી રાશિનો સ્વામી સૂર્ય ભાગ્ય સ્થાનમાં હોવાથી આજે ભાગ્યનો પૂરો સાથ મળશે અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. વ્યવસાયમાં જોખમ લેવું આજે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં એકાગ્રતા વધશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે, છતાં ખાનપાનમાં સંયમ રાખવો. આજે તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં ચોક્કસ સફળતા મળી રહી છે. આકસ્મિક ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહેશે. માતા સાથે કોઈ મુદ્દે આજે તમારે બોલાચાલી થઈ શકે છે. 

કન્યા: 
આજનો દિવસ આ રાશિના જાતકોએ ખૂબ જ સાવધાનીપૂર્વક કામ કરવાનો અને આગળ વધવાનો રહેશે. આજે કાર્યસ્થળ પર વિરોધીઓ સક્રિય થઈ શકે છે, તેથી તમારી યોજનાઓ ગુપ્ત રાખવી જરૂરી છે. આર્થિક લેવડ-દેવડમાં સાવધાની રાખવી અને ઉધાર આપવાનું ટાળવું. પરિવારમાં કોઈ શુભ પ્રસંગની ચર્ચા થઈ શકે છે જે મનને પ્રસન્ન રાખશે. સંતાન પક્ષ તરફથી થોડી ચિંતા રહી શકે છે. વાણી પર સંયમ રાખવો નહીંતર સંબંધોમાં કડવાશ આવી શકે છે. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે. આજે વૈવાહિક જીવનમાં થોડો ચઢાવ ઉતાર જોવા મળી શકે છે, પણ સમજદારીથી તમારે એનો ઉકેલ લાવવો પડશે. 

તુલા: 
તુલા રાશિના જાતકોને આજે ભાગીદારીના કામમાં સફળતા મળશે અને નવી વ્યવસાયિક તકો પ્રાપ્ત થશે. જીવનસાથી સાથેના સંબંધોમાં નવી તાજગી આવશે અને સાથે મળીને ભવિષ્યનું આયોજન કરશો. જૂના દેવામાંથી મુક્તિ મળવાના યોગ છે. લાંબી મુસાફરી ટાળવી હિતાવહ છે. માનસિક રીતે તમે આજે વધુ સંતુલિત અને આશાવાદી અનુભવશો. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંથી આજે મુક્તિ મળી રહી છે. ઘર-પરિવારમાં આજે કોઈ શુભ કે મંગલ કાર્યક્રમનું આયોજન થઈ શકે છે, જેને કારણે ઘરમાં મહેમાનોની ખાસ્સી એવી અવરજવર રહેશે. આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. 

વૃશ્ચિક: 
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભની તક લઈને આવી રહ્યો છે. બિઝનેસ કરી રહેલાં જાતકોને આજે કામના સંબંધમાં કોઈ જગ્યાએ ફરવા જવાનું થશે. આજે કુંવારા લોકોના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે અને વાત લગ્ન સુધી પહોંચી શકે છે. કાર્યક્ષેત્રમાં સખત મહેનત પછી જ સફળતા મળશે, પરંતુ પરિણામ ધાર્યા કરતા વધુ સારા હોઈ શકે છે. શત્રુઓ પરાજિત થશે અને તમારી જીત નિશ્ચિત બનશે. સ્વાસ્થ્ય બાબતે જાગૃત રહેવું, ખાસ કરીને પેટ સંબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે. પ્રોપર્ટી સંબંધિત વિવાદોમાં આજે રાહત મળી શકે છે. આર્થિક રોકાણ માટે દિવસ મધ્યમ છે.

ધન: 
આજનો દિવસ ધન રાશિના જાતકો માટે સુખ-સુવિધા અને સમૃદ્ધિ લઈને આવી રહ્યો છે. નોકરી કરી રહેલાં જાતકોને આજે કામના સ્થળે ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. આજે તમે જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. આજે રચનાત્મક કાર્યોમાં રુચિ વધશે અને પ્રેમ જીવનમાં ખુશીઓનું આગમન થશે. સંતાન સુખ મળવાની પ્રબળ શક્યતા છે અને જે લોકો ફેમિલી પ્લાનિંગ કરી રહ્યા છે તેમના માટે શુભ દિવસ છે. નોકરીમાં પ્રમોશનના યોગ છે. શેરબજારમાં રોકાણથી આર્થિક લાભ થઈ શકે છે. મિત્રો સાથે મનોરંજન પાછળ સમય વિતશે. સાસરિયાઓ સાથે કોઈ મુદ્દે વાદ-વિવાદ વધી શકે છે. 

મકર: 
મકર રાશિના જાતકોએ આજે પોતાના શત્રુઓથી ખાસ સાવધ રહેવું પડશે, કારણ કે તેઓ તમારી છબિ ખરાબ કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરશે. આજે તમારું ધ્યાન સુખ-સુવિધાઓ અને ઘરના નવીનીકરણ પર રહેશે. પ્રોપર્ટી કે વાહન ખરીદવાની ઈચ્છા આજે પૂરી થઈ શકે છે. માતા સાથેના સંબંધોમાં મધુરતા આવશે અને તેમનો સહયોગ પ્રાપ્ત થશે. કરિયરમાં સ્થિરતા રહેશે, પરંતુ કામનું ભારણ થોડું વધારે રહી શકે છે. હૃદય અને છાતીના રોગો ધરાવતા લોકોએ સ્વાસ્થ્ય પ્રત્યે સાવધ રહેવું. રાજકારણમાં આગળ વધી રહેલાં લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે. મોસાળ તરફથી આજે તમને વિશેષ લાભ થઈ રહ્યો છે. 

કુંભ: 
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં સુધારો થશે અને તેમની મદદથી કોઈ મોટું કામ પૂરું થશે. તમારી પરાક્રમ શક્તિ વધશે અને ટૂંકી મુસાફરી લાભદાયી રહેશે. માર્કેટિંગ અને મીડિયા સાથે જોડાયેલા લોકો માટે પ્રગતિના યોગ છે. આર્થિક સ્થિતિ સુધરશે અને આવકના નવા સ્ત્રોત ઉભા થશે. જૂના મિત્રો સાથે મુલાકાત થવાથી મન હળવું થશે. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કરી શકે છે. દૂર રહેતાં કોઈ સંબંધી પાસેથી આજે તમને નિરાશાજનક માહિતી સાંભળવા મળી શકે છે. માતા-પિતા સાથે કોઈ મુદ્દે બોલાચાલી થઈ શકે છે. આકસ્મિક ધનલાભ થતાં તમારી ખુશીનો આજે પાર નહીં રહે. 

મીન:
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ થોડો વધારે સારો રહેવાનો છે. તમારી રાશિમાં ગ્રહોનો સંયોગ હોવાથી વાણીમાં મધુરતા રાખવી અત્યંત જરૂરી છે. આર્થિક રીતે દિવસ મિશ્ર છે, અચાનક ખર્ચ વધવાની શક્યતા છે. પરિવારમાં સંપત્તિને લઈને વિવાદ થઈ શકે છે, તેથી ધીરજથી કામ લેવું. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ રહેશે, શરદી-ઉધરસ જેવી સમસ્યાઓ સતાવી શકે છે. વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે. સંતાનની સંગત પર તમારે આજ ખાસ ધ્યાન આપવું પડશે, નહીં તો તે કોઈ ખોટી સંગતમાં ફસાઈ શકે એમ છે.

વધુ જુઓ...