Fri May 01 2026

Logo

આજનું રાશિફળ (21-03-26): બુધ માર્ગી થતાં મકર અને મેષ રાશિ સહિત આ જાતકો પર થશે ધનવર્ષા, જાણી લો તમારા માટે કેવો રહેશે દિવસ?

2026-03-21 09:11:00
Author: Darshana Visaria
Article Image

મેષ: 
મેષ રાશિના જાતકોના આત્મવિશ્વાસ અને સાહસમાં આજે અપરંપાર વધારો થઈ રહ્યો છે. આજે ગ્રહોના રાજકુમાર બુધનું માર્ગી થવું તમારા અગિયારમા ભાવમાં હોવાથી આર્થિક લાભના મજબૂત યોગ બની રહ્યા છે. અટકેલા સરકારી કામોમાં સફળતા મળશે અને મિત્રો તરફથી સહયોગ પ્રાપ્ત થશે. કરિયરમાં પ્રગતિના નવા દ્વાર ખુલશે અને વેપારમાં નવી ડીલ ફાઈનલ થઈ શકે છે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે, પરંતુ આંખોમાં બળતરા જેવી સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાથી સાવધ રહેવું. સાંજનો સમય ભક્તિમય પસાર થશે. 

વૃષભ: 
આજનો દિવસ વૃષભ રાશિના નોકરી કરી રહેલાં જાતકોને તેમની મહેનતનું યોગ્ય ફળ મળશે અને ઉપરી અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે. દશમા ભાવમાં બુધ માર્ગી થવાથી નોકરીમાં પ્રમોશન કે નવી તકો મળવાની પૂરેપૂરી શક્યતા છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ જાગશે. શેરબજાર કે જમીન સંબંધિત રોકાણ આજે ફાયદો કરાવી શકે છે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ વાણી પર સંયમ રાખવો હિતાવહ છે. સંતાનના કરિયરને લઈને આજે તમે કોઈ મહત્વનો નિર્ણય લેશો. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે. 

મિથુન:
આજે મિથુન રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળવાથી તમારા લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા થશે. નવમા ભાવમાં બુધની સીધી ચાલ તમારા માટે અપાર સફળતા લઈને આવશે, ખાસ કરીને વિદેશ જવા ઈચ્છતા લોકો માટે માર્ગ મોકળો થશે. પિતા કે વડીલોના આશીર્વાદથી મિલકત સંબંધિત વિવાદોનો ઉકેલ આવશે. નોકરીમાં પગાર વધારો કે પદોન્નતિના સમાચાર મળી શકે છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ મળશે. આધ્યાત્મિક વાંચન માટે દિવસ ઉત્તમ છે. ઘર-પરિવારમાં કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થશે, જેને કારણે મહેમાનોની અવરજવર જોવા મળશે. 

કર્ક: 
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક દ્રષ્ટિએ થોડો પ્રતિકૂળ રહેશે. માનસિક તાણમાંથી મુક્તિ મેળવવા માટે આજે તમારે મેડિટેશનનો સહારો લેવો પડશે. આજે ગ્રહોની સ્થિતિ થોડી પ્રતિકૂળ હોવાથી માનસિક તણાવ અનુભવી શકો છો. વાણી અને ગુસ્સા પર કાબૂ રાખવો અત્યંત જરૂરી છે, નહીંતર કાર્યક્ષેત્રમાં દલીલો થઈ શકે છે. આર્થિક લેવડ-દેવડમાં સાવધાની રાખવી અને આજે મોટું રોકાણ કરવાનું ટાળવું. સ્વાસ્થ્ય બાબતે પેટમાં દુખાવો કે પાચન સંબંધી તકલીફ થઈ શકે છે, તેથી ખાનપાનમાં ધ્યાન રાખવું. મુસાફરી દરમિયાન સામાનનું ધ્યાન રાખવું. મા ચંદ્રઘંટાની પૂજા કરવાથી નકારાત્મકતા દૂર થશે અને શાંતિ મળશે.

સિંહ: 
સિંહ રાશિના જાતકો બિઝનેસ કરી રહેલાં જાતકોને આજે ભાગીદારીના વ્યવસાયમાં આજે મોટો આર્થિક લાભ થવાની શક્યતા છે અને નવા કરારો થઈ શકે છે. સામાજિક ક્ષેત્રે તમારું નેતૃત્વ પ્રસ્થાપિત થશે અને લોકો તમારી સલાહને મહત્વ આપશે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા આવશે અને જૂના મતભેદો દૂર થશે. સંતાનોના શિક્ષણ બાબતે સુખદ સમાચાર મળી શકે છે. કરિયરમાં સ્થિરતા આવશે. સ્વાસ્થ્ય સુધરશે, પરંતુ બ્લડ પ્રેશરના દર્દીઓએ નિયમિત તપાસ કરાવવી. સાંજનો સમય કોઈ માંગલિક ચર્ચામાં પસાર થશે. વિદ્યાર્થીઓને આજે બૌદ્ધિક અને માનસિક બોજમાંથી મુક્તિ મળી રહી છે. 

કન્યા: 
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ શત્રુઓ પર વિજય મેળવવાનો આ શ્રેષ્ઠ દિવસ છે, તમારી કાર્યશૈલીથી વિરોધીઓ પણ શાંત થઈ જશે. કોર્ટ-કચેરીના મામલામાં આજે તમારા પક્ષમાં ફેંસલો આવવાની શક્યતા છે. નોકરીમાં નવી જવાબદારીઓ સોંપવામાં આવશે જે ભવિષ્યમાં આર્થિક લાભ કરાવશે. માતૃપક્ષ તરફથી ધનલાભ કે કોઈ સરપ્રાઈઝ ભેટ મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, પરંતુ બિનજરૂરી ખર્ચ ટાળવો. સ્વાસ્થ્યમાં ગળા કે શરદીની સમસ્યા હોય તો કાળજી લેવી. ઈષ્ટદેવનું સ્મરણ સફળતા અપાવશે. બિઝનેસના કામ માટે આજે તમારે કોઈ જગ્યાએ પ્રવાસ પર જવું પડી શકે છે. 

તુલા: 
તુલા રાશિના જાતકોને આજે સંતાન પક્ષ તરફથી કોઈ અત્યંત ખુશીના સમાચાર મળશે, જેનાથી ઘરનું વાતાવરણ આનંદમય બનશે. તમારી સર્જનાત્મકતા અને બૌદ્ધિક ક્ષમતામાં વધારો થશે, જેનો લાભ તમને કાર્યક્ષેત્રમાં મળશે. શેરબજાર કે લોટરી જેવા જોખમી રોકાણોમાં અણધાર્યો ફાયદો થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં ગંભીરતા વધશે અને લગ્ન માટે પરિવારની સંમતિ મળી શકે છે. નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે દિવસ અનુકૂળ છે. સ્વાસ્થ્યમાં પીઠ કે કમરના દુખાવાની સમસ્યામાં રાહત જણાશે. વિદેશથી વેપાર કરવા ઈચ્છતા વેપારીઓની ઈચ્છા આજે પૂરી થઈ રહી છે. 

વૃશ્ચિક: 
આજનો દિવસ આ રાશિના જાતકોના સુખ-સુવિધાના સાધનોમાં વધારો થશે અને ઘરના નવીનીકરણ પાછળ ખર્ચ થઈ શકે છે. માતાના આશીર્વાદ અને સહયોગથી તમે કોઈ મોટું કાર્ય સફળતાપૂર્વક પૂરું કરી શકશો. પ્રોપર્ટી કે વાહન ખરીદવા માટેની વાટાઘાટો આગળ વધશે. કાર્યક્ષેત્રમાં નાના-મોટા બદલાવ આવી શકે છે જે લાંબા ગાળે પ્રગતિ કરાવશે. આર્થિક સ્થિતિ સંતુલિત રહેશે. સ્વાસ્થ્યમાં છાતી કે શરદી-ઉધરસની સમસ્યાથી સાવધ રહેવું. નવરાત્રીના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પૂજા આત્મબળમાં વધારો કરશે. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે. 

ધન: 
તમારા સાહસ અને પરાક્રમમાં આજે નોંધપાત્ર વધારો થશે, જેનાથી મુશ્કેલ કામો પણ સરળતાથી પૂરા કરી શકશો. ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં મધુરતા આવશે અને તેમનો પૂરો સહયોગ મળશે. ટૂંકી મુસાફરી વ્યવસાયિક રીતે અત્યંત લાભદાયી સાબિત થશે. લેખન અને પત્રકારત્વ સાથે જોડાયેલા લોકો માટે સન્માનનો દિવસ છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને અટકેલા નાણાં પરત મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ ખભાના સાંધામાં દુખાવો ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે તમારી મુલાકાત થશે અને તમે હસી ખુશી સમય પસાર કરશો. 

મકર:
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક રીતે ખૂબ જ સફળ ફળદાયી રહેશે, અચાનક ધનલાભ થવાના મજબૂત સંયોગ છે. તમારી મધુર વાણીના પ્રભાવથી તમે સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રે લોકોના દિલ જીતી શકશો. પરિવારમાં સુખ-શાંતિ અને એકતા વધશે. સોના કે સ્થિર મિલકતમાં રોકાણ કરવા માટે દિવસ અત્યંત શુભ છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય છે. સ્વાસ્થ્યમાં દાંત કે મોઢાની સમસ્યા ન થાય તે માટે સાવચેતી રાખવી. ગાયને ઘાસ ખવડાવવાથી અવરોધ દૂર થઈ રહ્યા છે. જીવનસાથી સાથે આજે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. 

કુંભ: 
કુંભ રાશિમાં ગ્રહોના રાજકુમાર બુધ માર્ગી થઈ રહ્યો હોવાથી આજે તમે અદભૂત ઊર્જા અને આત્મવિશ્વાસ અનુભવ થશે. જીવનસાથી સાથેના સંબંધોમાં આજે મીઠાશ આવી રહી છે.  તમારી નિર્ણય લેવાની ક્ષમતા વધશે અને લીધેલા નિર્ણયોથી ભવિષ્યમાં મોટો લાભ થશે. કરિયરમાં પ્રગતિની નવી તકો મળશે અને તમારી કાર્યક્ષમતાની લોકો કદર કરશે. જીવનસાથી સાથે શોપિંગ કે બહાર જવાનું આયોજન થશે, જેનાથી પ્રેમ વધશે. સામાજિક વર્તુળમાં તમારું પ્રભુત્વ વધશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે, છતાં માનસિક શાંતિ માટે થોડો સમય એકાંતમાં વિતાવશો. 

મીન: 
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ખર્ચાળ સાબિત થવાનો છે, એટલે તમારે તમારા બજેટનું ખાસ ધ્યાન રાખવું પડશે. ગ્રહોના રાજકુમાર બુધ આજે તમારા બારમા ભાવમાં માર્ગી થતા વિદેશ જવા ઈચ્છતા લોકોની ફાઈલ આગળ વધશે. આધ્યાત્મિક અને સામાજિક સેવાના કાર્યોમાં તમારી સક્રિયતા વધશે. કોર્ટના મામલામાં સમાધાન થવાની શક્યતા છે. મુસાફરી દરમિયાન ડ્રાઈવિંગમાં સાવધ રહેવું. આંખોમાં તકલીફ કે ઊંઘની અનિયમિતતા પરેશાન કરી શકે છે. જીવનસાથીનો સહયોગ તમારી સૌથી મોટી હિંમત બનશે. જરૂરિયાતમંદને દાન આપવાથી માનસિક સંતોષ મળશે.

વધુ જુઓ...