Sun Sep 13 2026

Logo

ક્રૂડ ઓઈલના ભાવમાં આસમાને; વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટમાં આટલા ટકાનો વધારો

Delhi   2026-03-09 09:48:00
Author: Savan Zalariya
ક્રૂડ ઓઈલના ભાવમાં આસમાને; વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટમાં આટલા ટકાનો વધારો

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષને કારણે દુનિયાભરના દેશો ચિંતામાં છે. ગલ્ફના દેશોના ઉત્પાદકોએ ક્રુડ ઓઈલના ઉત્પાદનના ઘટાડો કર્યો છે અને હોર્મુઝ સ્ટ્રેટ લગભગ બંધ થઇ ગઈ છે, જેના કારણે ક્રુડ ઓઈલના ભાવ આસમાને પહોંચ્યા છે, ક્રુડ ઓઈલના ભાવ $114 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે..
યુનાઇટેડ સ્ટેટ્સે ચેતવણી આપી હતી કે ઈરાન સાથેનો સંઘર્ષને વધુ સમય ચાલી શકે છે, સાડા ત્રણ વર્ષ બાદ પહેલી વાર ક્રુડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ $100ની સપાટીને વટાવી ગયા છે. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ શરુ થયા બાદ ક્રુડ ઓઈલના ભાવમાં 25 ટકાથી વધુનો વધારો નોંધાયો છે, જેની અસર શેર માર્કેટ પર પડી રહી છે. આજે સોમવારે કેટલાક એશિયન શેરબજારોમાં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે.

યુએસમાં મેઈન ઓઇલ બેન્ચમાર્ક, ઈરાન પર હુમલો શરુ થયા બાદ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ 30 ટકાથી વધુ વધીને પ્રતિ બેરલ $118.21એ પહોંચ્યો. ક્રુડ ઓઈલનાં ભાવમાં વધારાને કારણે યુએસ શેર માર્કેટના મુખ્ય બેન્ચમાર્ક S&P 500 અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજમાં 1.9 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

ટ્રમ્પે શું કહ્યું?
ક્રુડ ઓઈલમાં વધતા ભાવ સાથે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રાહકોને ખાતરી આપવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું, "ટૂંકા ગાળા માટે ઓઈલના ભાવમાં વધરો થઇ શકે છે, ઈરાનના પરમાણુ જોખમનો નાશ થયા બાદ ઓઈલના ભાવમાં ઝડપથી ઘટાડો નોંધાશે. સલામતી અને શાંતિ માટે યુએસએ અને સમગ્ર વિશ્વએ આ નાની કિંમત ચૂકવી શકે છે."