Wed Sep 16 2026

Logo

LPG અછત: શશિ થરૂરે ગ્રામીણ વિસ્તારોની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી, દેશવાસીઓને એક થવા અપીલ કરી

2026-03-13 15:10:00
Author: Vimal Prajapati
LPG અછત: શશિ થરૂરે ગ્રામીણ વિસ્તારોની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી, દેશવાસીઓને એક થવા અપીલ કરી

નવી દિલ્હીઃ ભારતમાં અત્યારે એલપીજીને લઈને વિવાદ છેડાયેલો છે. અનેક એવા વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યાં છે તેમાં એલપીજીની અછત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ મામલો હવે સંસદ સુધી પણ પહોંચી ગયો છે. એલપીજી મામલે હવે સંસદમાં ચર્ચા કરવા માટે માંગણી કરવામાં આવી હતી. 

એલપીજી મુદ્દે રાજકારણ ગરમાયું છે, ત્યારે શશી થરુરે આજે કહ્યું કે મંત્રાલયના જણાવ્યાનુસાર પેટ્રોલ-ડીઝલ અને કેરોસિનનો પુરવઠો પર્યાપ્ત છે, પરંતુ એવું લાગે છે કે પુરવઠો ઘટી રહ્યો છે, જેની અસર ગ્રામીણ વિસ્તારો પર પડી છે, પણ આ સંજોગોમાં દેશવાસીઓને એક થવાનો મેસેજ પણ આપ્યો છે. તેમણે કહ્યું છે કે દેશે એક થઈને આ સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ, જેથી લોકોને સમસ્યા નડે નહીં.
 

મંત્રાયલના નિવેદન પર શું બોલ્યા શશિ થરૂર?

સાંસદ શશિ થરૂરે કહ્યું કે, મંત્રાયલએ આપેલી નિવેદન પ્રમાણે પેટ્રોલ, ડીઝલ અને કેરોસિનનો પુરવઠો પર્યાપ્ત માત્રામાં છે. પરંતુ એલપીજીના સપ્લાયમાં અછત હોય તેવું લાગે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં એલપીજીની અછત હોવાની વાત શશિ થરૂરે જણાવી છે. કહ્યું કે, ગ્રામીણ વિસ્તારોમાં લોકો કોલસા અને લાકડાંની જગ્યાએ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવા લાગ્યાં છે. તેવામાં જો તેમને સરળતાથી ગેસ સિલિન્ડર નહીં મળે તો તેમના માટે એ મોટી સમસ્યા બની જશે. 

અત્યારે ભારતના લોકોએ સાથે રહેવા માટે પણ સાંસદ શશિ થરૂરે અપીલ કરી છે. કહ્યું કે, અત્યારે સાથે રહીને આ સમસ્યાનું સમાધાન શોધવાની જરૂર છે, જેથી સામાન્ય લોકોને પરેશાનીનો સામનો ના કરવો પડે! એકબાજું કોંગ્રેસ પાર્ટી એલપીજી મામલે સંસદ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે સામે કોંગ્રેસના જ સાંસદ નેતાઓને સંયુક્ત રીતે સમસ્યાનું સમાધાન લાવવા માટે અપીલ કરી રહ્યાં છે. 

મધ્ય પૂર્વના યુદ્ધ અંગે શશિ થરૂરે કહ્યું કે, અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર હુમલો કરવામાં આવ્યો તે ખોટું હતું. તે સમયે વાતચીત ચાલી રહી હતી અને ઈરાન અનેક માંગોને સ્વીકારવા માટે તૈયાર હતું તેવા સમયે હુમલો કરવો યોગ્ય નથી તેવું શશિ થરૂરે જણાવ્યું છે. સાથે એ પણ કહ્યું કે, ઈરાન સંપૂર્ણ રીતે નિર્દોષ પણ નથી. કારણ કે, જે દેશો આ યુદ્ધનો ભાગ નહોતી તે દેશો પર પણ ઈરાને હુમલો કર્યો છે. યુદ્ધમાં બેથી ત્રણ ભારતીય નાગરિકોના મૃત્યુ થયા તે મામલે પણ તેમણે દુઃખ વ્યક્ત કર્યું છે.