Sat Sep 05 2026

Logo

પેટ્રોલ-ડીઝલમાં વધારાને લઇને રાહુલ ગાંધીના PM પર પ્રહાર, X પર 'મોંઘવારી માનવ મોદી' કહ્યું

2026-05-25 15:44:00
Author: Mumbai Samachar Team
પેટ્રોલ-ડીઝલમાં વધારાને લઇને રાહુલ ગાંધીના PM પર પ્રહાર, X પર 'મોંઘવારી માનવ મોદી' કહ્યું

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે ઈંધણ (પેટ્રોલ-ડીઝલ)ની કિંમતોમાં તાજેતરમાં થયેલા વધારાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સરકાર પર આરોપ લગાવ્યો કે ચૂંટણી પૂરી થયા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વારંવાર વધારો કરીને મોદી સરકાર ગ્રાહકો પર બોજ નાખી રહી છે.

એક્સ (X) પર એક પોસ્ટમાં રાહુલે વડાપ્રધાન પર કટાક્ષ કરતા તેમને "મોંઘવારી માનવ મોદી" કહ્યા અને આરોપ લગાવ્યો કે જનતાના ગુસ્સાને શાંત રાખવા માટે ઈંધણની કિંમતો હપ્તે-હપ્તે (થોડી-થોડી કરીને) વધારવામાં આવી રહી છે.

'ચોરી છુપીથી ખિસ્સા કાપી રહી છે સરકાર'

રાહુલે પ્રહાર કરતા લખ્યું, "મોંઘવારી માનવ મોદી"નો ફરીથી હુમલો. પેટ્રોલ-ડીઝલના ભાવ હપ્તે-હપ્તે (થોડા-થોડા કરીને) વધારે છે - જેથી ચોરી છુપી તમારા ખિસ્સા ખાલી થતા રહે. હું મહિનાઓથી આર્થિક તોફાન આવવાની વાત કહી રહ્યો હતો. પરંતુ મોદીજી ત્યારે હંમેશની જેમ ચૂંટણીમાં વ્યસ્ત હતા અને ચૂંટણી પૂરી થતાં જ પેટ્રોલ-ડીઝલ 8 રૂપિયા મોંઘું કરી દીધું."

'ચૂંટણીમાં વચનો અને ચૂંટણી પછી ખિસ્સા પર પ્રહાર'

તેમણે વધુમાં વડાપ્રધાન પર આરોપ લગાવ્યો કે તેઓ ચૂંટણી પ્રચાર દરમિયાન વચનો આપે છે, જ્યારે પાછળથી નાગરિકો પર આર્થિક બોજ નાખી દે છે. તેમણે વધુમાં કહ્યું, "અને, આ વધારો ચાલુ જ રહેશે. "મોંઘવારી માનવ મોદી"નું એક જ કામ છે - ચૂંટણીમાં વચનો અને બાકીના સમયે જનતાના ખિસ્સા પર તરાપ."

ચોથી વખત વધારવામાં આવ્યા ભાવ

મહત્વનું છે કે બે અઠવાડિયાથી પણ ઓછા સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ચોથી વખત વધારવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સરકાર હપ્તે-હપ્તે ઈંધણના ભાવ વધારીને સામાન્ય લોકોના ખિસ્સા પર તરાપ મારી રહી છે.

રાહુલ ગાંધીએ સરકાર પર ચૂંટણી પૂરી થયા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વારંવાર વધારો કરીને ગ્રાહકો પર બોજ નાખવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ચૂંટણી પૂરી થતાં જ સરકારે સામાન્ય જનતા પર મોંઘવારીનો બોજ નાખવાનું શરૂ કરી દીધું છે અને ઈંધણની કિંમતો તબક્કાવાર રીતે વધારવામાં આવી રહી છે જેથી લોકોનો વિરોધ ઓછો કરી શકાય.