Fri Jun 19 2026

Logo

બેંગ્લૂરુના મેદાન પરના એક બોલિંગ એન્ડને દ્રવિડનું અને બીજાને કુંબલેનું નામ મળ્યું

2026-04-05 22:21:00
Author: Ajay Motiwala
Article Image

Image credit: PTI


 


બેંગ્લૂરુઃ અહીં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમના મેદાન પરના બે છેડાને અનુક્રમે ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ રાહુલ દ્રવિડ (Dravid) અને અનિલ કુંબલે (Kumble)ના નામ આપવામાં આવ્યા છે અને રવિવારે એ પ્રસંગે બેંગ્લૂરુ-ચેન્નઈ વચ્ચેની મૅચ પહેલાં યોજાયેલી ટૂંકી ઇવેન્ટમાં રાહુલ દ્રવિડનાં મમ્મી પુષ્પા દ્રવિડ તથા ભાઈ વિજય તેમ જ અનિલ કુંબલેની પત્ની ચેતના તેમ જ પુત્ર મયસ અને બે પુત્રી આરુની-સ્વસ્થી ઉપસ્થિત હતાં.

કર્ણાટક સ્ટેટ ક્રિકેટ અસોસિયેશનના પ્રમુખ તથા બન્ને મહારથી સાથે રમી ચૂકેલા પેસ બોલર વેન્કટેશ પ્રસાદની દેખરેખમાં આખો સમારોહ યોજાયો હતો. સુજીત સોમસુંદર આ અસોસિયેશનના ઉપ-પ્રમુખ છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દ્રવિડે કુલ 24,177 રન કર્યા હતા, જ્યારે કુંબલેએ કુલ 956 વિકેટ લીધી હતી. બોલિંગ એન્ડ-સ્ટૅન્ડના નવા નામકરણની વિધિમાં ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર શાંતા રંગાસ્વામીનું નામ એક સ્ટૅન્ડને અપાયું છે.

બેંગ્લૂરુના મેદાન પર બીઇએમએલ એન્ડ હવેથી દ્રવિડના નામે અને પૅવિલિયન એન્ડ હવેથી કુંબલેના નામે ઓળખાશે.