Tue Apr 21 2026

Logo

બ્રાન્ડેડ કપડાં હવે કોડીના ભાવે! સુરત, અમદાવાદ સહિત દેશની આ માર્કેટમાં જીન્સની કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે...

2026-03-27 17:03:52
Author: Darshana Visaria
Article Image

જો તમે શોપિંગના શોખીન હોવ કે પછી કપડાંનો બિઝનેસ કરવા માંગતા હોવ, તો ભારતની આ સાત માર્કેટ તમારા માટે સ્વર્ગ સમાન સાબિત થઈ શકે છે. આજે આપણે અહીં સ્ટોરીમાં દેશની આવી જ સાત બજાર વિશે માહિતી આપવામાં આવી છે, જ્યાં સસ્તા કપડાંથી લઈને સસ્તી જિન્સ ખૂબ જ સરળતાથી મળી જાય છે. ચાલો જોઈએ આ બજારમાંથી તમારા શહેરમાં કઈ બજાર આવેલી છે અને તમે આ બજારોની મુલાકાત લીધી છે કે નહીં... 

ગાંધીનગર, નવી દિલ્હી
વાત જ્યારે દેશની સૌથી મોટી શોપિંગ માર્કેટની વાત થઈ રહી હોય તો એમાં સૌથી પહેલાં નંબરે આવે છે નવી દિલ્હીની ગાંધી નગર માર્કેટ. આ માર્કેટ એ એશિયાનું સૌથી મોટું રેડીમેડ ગારમેન્ટ માર્કેટ છે. અહીં પુરુષો, મહિલાઓ અને બાળકો માટેના તમામ કપડાં અત્યંત સસ્તા દરે મળે છે. અહીં સારી ગુણવત્તાના જીન્સ માત્ર 300થી 400 રૂપિયામાં મળી રહે છે.

સરોજિની બજાર, નવી દિલ્હી
દેશના પાટનગર ગણાતા નવી દિલ્હીમાં આવેલી સરોજિની માર્કેટ વિશેની અનેક રીલ્સ અને વીડિયો તમે સોશિયલ મીડિયા પર જોયા હશે. આ બજારમાં તમને લેડિઝ વિયરથી લઈને મેન્સ વિયરની ઢગલો વેરાયટી મળી જશે. આ માર્કેટમાં તમને લેટેસ્ટ ફેશનના જીન્સ 200થી 300 રૂપિયાની નજીકી કિંમતે સરળતાથી મળી જશે. 

બડા બઝાર, કોલકાતા
કોલકાતામાં આવેલું બડા બજાર એ દેશ જ નહીં પણ એશિયાની સૌથી મોટી રેડીમેડ માર્કેટમાંથી એક છે. આ માર્કેટમાં અંદાજે એક લાખથી વધુ લોકો કામ કરે છે. ટૂંકમાં બડા બઝાર એ પશ્ચિમ બંગાળની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે એવું કહીએ તો એમાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય... 

ઘી-કાંટા, અમદાવાદ
દેશનું માન્ચેસ્ટર ગણાતું અને ગુજરાતમાં આવેલું અમદાવાદ પણ ડેનિમ જીન્સનું સૌથી મોટું હબ ગણાય છે. અમદાવાદમાં આવેલી આ પ્રખ્યાત માર્કેટ જીન્સ, ટોપ અને વેસ્ટર્ન વસ્ત્રો માટે જાણીતું છે. અહીં તમને 50 રૂપિયાથી લઈને 4000 રૂપિયા સુધીની રેન્જમાં જીન્સ મળી રહે છે. હોલસેલ ખરીદી માટે આ ઉત્તમ સ્થળ છે.

ઉલ્હાસનગર, મુંબઈ
ભારતના સૌથી સ્વસ્ત અને મસ્ત શોપિંગ સ્પોટની વાત થઈ રહી હોય તો આ યાદીમાં મુંબઈના ઉલ્હાસનગરનું નામ ના આવે એ તો કઈ રીતે ચાલે? ઉલ્હાસનગરની માર્કેટ સસ્તા અને બેસ્ટ ડેનિમ માટે ફેમસ છે. અહીં ખૂબ જ 'ચીપ રેટ'માં જીન્સ મળે છે. અહીંની બજાર સવારે 10થી રાત્રે 11 વાગ્યા સુધી ધમધમે છે.

સુરત, ગુજરાત
ગુજરાત જ નહીં પણ દેશનું ટેક્સ્ટાઈલ હબ સુરતનું નામ પણ આ લિસ્ટમાં છે. સુરત એ ભારતનું ટેક્સટાઈલ હબ છે. અહીં રોજનું પાંચ લાખ મીટર જીન્સનું ઉત્પાદન થાય છે. સુરતમાં 189 રૂપિયામાં લેડીઝ જીન્સ મેન્સ જીન્સ રૂપિયા 230 રૂપિયામાં મળી જાય છે. વાત કરીએ પ્રીમિયમ જીન્સની તો તે અહીં પણ ખૂબ જ વ્યાજબી ભાવે મળે છે.

ચિકપેટ માર્કેટ, બેંગલુરુ
જી હા, આઈટી હબ તરીકે ઓળખાતા બેંગ્લોરમાં પણ સૌથી મોટું હોલસેલ માર્કેટ છે અને એ પણ 400 વર્ષ જૂનું. આ માર્કેટ દક્ષિણ ભારતનું સૌથી મોટું હોલસેલ માર્કેટ છે. જીન્સ અને સિલ્ક સાડીઓ માટે જાણીતા આ બજારમાં કપડાં ઉપરાંત ઈલેક્ટ્રોનિક્સ અને ઘરવખરીનો સામાન પણ સસ્તો મળે છે.