દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીએ સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીએ શુક્રવારે સંયુક્ત સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ ત્રણેય રાષ્ટ્રોમાંથી કોઈપણ એક રાષ્ટ્ર પર હુમલો થશે તો ત્રણેય પર હુમલો માનવામાં આવશે.
પ્રજ્ઞાનંદ એક રાઉન્ડ બાકી રાખીને રૅપિડ અને બ્લિટ્ઝ ચૅમ્પિયનશિપ જીત્યો
અમેરિકાના સેન્ટ લુઇસથી મળતા અહેવાલ મુજબ ભારતનો 20 વર્ષનો ચેસ-સ્ટાર આર. પ્રજ્ઞાનંદ એક રાઉન્ડ બાકી રાખીને રૅપિડ અને બ્લિટ્ઝ ચૅમ્પિયનશિપ જીત્યો છે. તે 23.5 પૉઇન્ટ સાથે તમામ ખેલાડીઓમાં મોખરે હતો. તેણે આ વર્ષની વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપ જીતવા માટે ફેવરિટ ગણાતા ઉઝબેકિસ્તાનના યાવોખિર સિન્દારોવને પણ પાછળ રાખી દીધો હતો અને ટાઇટલ જીતી લીધું હતું.
કિરેન રિજિજુના વિપક્ષ પર પ્રહાર, કહ્યું જે દિવસે અમિત શાહ જવાબ આપશે ત્યારે સાંભળી નહિ શકો
સંસદમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ગેરહાજરી મુદ્દે વિપક્ષ સતત પ્રહાર કરી રહ્યો છે. જેમાં સંસદમાં વિપક્ષના હોબાળા બાદ આજે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ પ્રહાર કર્યા હતા. તેમણે વિપક્ષને જણાવ્યું હતું કે જે દિવસે ગૃહમંત્રી અમિત શાહ ગૃહમાં જવાબ આપશે તે દિવસે તેઓ સાંભળી નહીં શકે.
ભારતીયોએ વૉર્મ-અપ મૅચમાં ખૂબ સંઘર્ષ કરવો પડ્યો
કોલંબોમાં શ્રીલંકા ક્રિકેટ ઇલેવન સામે ટીમ ઇન્ડિયાની એકમાત્ર વૉર્મ-અપ મૅચ શુક્રવારે શરૂ થઈ જેમાં યજમાન ટીમે બૅટિંગ લીધા બાદ આઠ વિકેટે 363 રન બનાવ્યા હતા. શ્રીલંકન ટીમે શરૂઆત સારી કરી હતી, પણ લંચ બાદ ભારતે ઉપરાઉપરી ત્રણ વિકેટ ઝડપી હતી. જોકે કૅપ્ટન ગમાગે સોનલ દિનુશાની હાફ સેન્ચુરીને લીધે શ્રીલંકન ટીમનો સ્કોર 300 રનને પાર ગયો હતો. પિચમાં સ્પિનર્સને વધુ લાભ મળ્યો હતો. છેલ્લા સત્રમાં ભારતીયોએ ચાર વિકેટ લઈને યજમાન ટીમના રનમશીનને બે્રક મારી હતી. સ્પિનર્સ કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા તથા માનવ સુથારે બે-બે વિકેટ લીધી હતી, જ્યારે એક વિકેટ ઝડપી બોલર ગુરનૂર બ્રારને મળી હતી. હવે ત્રણ દિવસીય મૅચમાં શનિવારના બીજા દિવસે ભારતીય બૅટ્સમેનોની કસોટી થશે. ઈજાગ્રસ્ત ગિલની ગેરહાજરીમાં કે. એલ. રાહુલ ટીમનું સુકાન સંભાળી રહ્યો છે.

સંસદના હંગામાની આશંકા, કોંગ્રેસે 10 થી 12 ઓગસ્ટ સુધી સાંસદોને હાજર રહેવા સૂચના આપી
સંસદમાં સરકાર 10 થી 12 ઓગસ્ટ દરમિયાન અનેક મહત્વના બિલ રજૂ કરી શકે છે. જેના પગલે વિપક્ષે પણ સરકારને ઘેરવાની રણનીતિ બનાવી છે. કોંગ્રેસે આ દિવસો દરમિયાન તમામ સાંસદો અને સાથી પક્ષોના સાંસદોને ગૃહમાં ફરજિયાત હાજર રહેવા સુચના આપી છે.
પીએમ મોદી અને સુખબીર સિંહ બાદલ વચ્ચે મુલાકાત, પુન: ગઠબંધન અંગે અટકળો
પંજાબ વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો અત્યારથી જ સક્રિય થયા છે. જેમાં શિરોમણી અકાલી દળના વડા સુખબીર સિંહ બાદલે શુક્રવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.જેના પગલે રાજકીય વર્તુળોમાં પુન: ગઠબંધન અંગે અટકળો શરૂ થઇ છે.
