મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ભારતીય પાઈલટ અને કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરી અને સમયસૂચકતાની પ્રશંસા કરી છે. દુબઈથી તેલ અવીવ જતી ઉડાન દરમિયાન સહ પાઈલટે ચાકુથી ગંભીર રીતે ઘાયલ કર્યા હોવા છતાં પોતાના જીવની બાઝી લગાડી સ્મિત મચ્છરે ઘાયલ અવસ્થામાં પણ હિંમતનું અનન્ય પ્રદર્શન કરીને અનેક મુસાફરોના જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
દુબઈથી ઈઝરાયલ જઈ રહેલી એક ફ્લાઈટમાં ૨૭ બાળક સહિત કુલ ૧૭૪ મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા. બધું સામાન્ય રીતે ચાલી રહ્યું હતું અને વિમાનને હવામાં ઉડ્યાને લગભગ બે કલાક થઈ ચૂક્યા હતા.
અચાનક, ઓમાની સહ-પાઈલટે (કો-પાઈલટે) કેપ્ટન સ્મિત પર છરી વડે હુમલો કર્યો અને વિમાનની સિસ્ટમમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો. આ હુમલા બાદ, વિમાન ૩૦ સેકન્ડથી પણ ઓછા સમયમાં ૧૪,૦૦૦થી ૧૭,૦૦૦ ફૂટ નીચે તરફ ધસી ગયું, જેના કારણે મુસાફરો આમ-તેમ ફંગોળાઈ ગયા હતા. પ્રાથમિક તપાસ સૂચવે છે કે ઓમાની પાઈલટનો ઈરાદો વિમાનને હાઈજેક કરીને તેને ક્રેશ કરવાનો હતો.
Salute ! Super proud of our Mumbai’s son Captain Smit Machchhar, a true HERO — who saved hundreds of lives, in such an exceptional and extraordinary manner ! Despite being ghastly injured, the presence of mind and courage showed by Smit during flight from Dubai to Tel Aviv, is exemplary. I also salute all the passengers who worked immediately as a team to handle the difficult situation and sail through safely. Wishing Smit a very speedy recovery and good health! You are an inspiration. Maharashtra & India is proud of you! 🇮🇱 🤝🇮🇳 🤝🇦🇪
— Devendra Fadnavis (@Dev_Fadnavis) October 1, 2026
આ સમગ્ર ઘટનાક્રમ બાદ જોતજોતમાં કેપ્ટન સ્મિત હીરો બનીને ઉભર્યા છે, અને દેશ વિદેશના નેતાઓ, લોકો તમની બહાદુરીને બિરદાવી રહ્યા છે, ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં સ્મિત મચ્છરને મુંબઈનો પુત્ર ગણાવી તેના પર ગર્વ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગંભીર રીતે ઘાયલ હોવા છતાં કેપ્ટને જે રીતે સમયસૂચકતા અને અનન્ય સાહસનું પ્રદર્શન કર્યું તે અસાધારણ છે.
મુખ્ય પ્રધાને મુશ્કેલ પરિસ્થિતિ દરમિયાન એકસાથે મળીને તેને સંભાળવામાં અને સુરક્ષિત રીતે બહાર આવવામાં સહયોગ આપનારા મુસાફરોની પણ પ્રશંસા કરી હતી. તેમણે સ્મિત ઝડપથી સ્વસ્થ થાય અને સકુશળ ઘરે પાછા ફરે તે માટે શુભેચ્છા પણ પાઠવી હતી. ફડણવીસે સ્મિત મચ્છરને પ્રેરણારૂપ ગણાવતાં કહ્યું હતું કે મહારાષ્ટ્ર અને ભારતને તેમના પર ગર્વ છે. ગંભીર પરિસ્થિતિમાં ઘાયલ હોવા છતાં તેણે મુસાફરોની સુરક્ષા માટે હિંમત અને સમયસૂચકતા દર્શાવી હતી.
ભાજપના ધારાસભ્ય પરાગ શાહ, જે ઘાટકોપરના નિવાસી છે, ત્યાં જ પાઇલટનો પરિવાર રહે છે, તેમણે કહ્યું કે સ્મિતની સાઉદી અરેબિયામાં સારવાર કરવામાં આવી રહી છે અને તે ખતરાની બહાર છે. શાહે જણાવ્યું હતું કે "સ્મિત અને હું એક જ શાળામાંથી ભણ્યા છીએ. તે મારાથી જુનિયર હતો. તેના માતા-પિતા અહીં છે. આ ઘટના બન્યા બાદ તેના માતા-પિતા દુબઈ ગયા હતા,"
તેમણે જણાવ્યું હતું કે તેણે સ્મિતના કાકા સાથે વાત કરી હતી, જેઓ અન્ય લોકો સાથે વાતચીત કરવાની માનસિક પરિસ્થિતિમાં નહોતા અને તેમની પાસે આ ઘટના વિશેની તમામ વિગતો નથી." હાલ ફ્લાયદુબઈના વરિષ્ઠ અધિકારીઓ સ્મિત સાથે છે, અને તેઓ દર કલાકે પરિવારને અપડેટ કરી રહ્યા છે,"
સ્મિત મચ્છરના સાહસની વિદેશમંત્રી એસ. જયશંકર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રશંસા કરી છે. જયશંકરે તેમના અસાધારણ સાહસ અને હાજરજવાબીની પ્રશંસા કરી હતી, જ્યારે વડા પ્રધાન મોદીએ પણ ગંભીર રીતે ઘાયલ હોવા છતાં મુસાફરોના જીવ બચાવવા માટે દર્શાવેલી તેમની હિંમતને બિરદાવી હતી.