નાગોયાઃ એશિયન ગેમ્સમાં 64 વર્ષથી ભારતનો એક પણ કુસ્તીબાજ ગ્રીકો રોમન સ્ટાઇલના વર્ગમાં ગોલ્ડ મેડલ નથી જીતી શક્યો અને નિતેશ સિવાચને એ જીતવાની ગુરુવારે સુવર્ણ તક મળી હતી, પણ તેણે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો અને તેણે મેડલ મેળવ્યો એ સાથે જ તેના અંગત જીવનની સ્ટોરીઓ મીડિયામાં વહેતી થવા લાગી છે. નાનપણમાં ક્રિકેટ અને કબડ્ડી વધુ રમતા નિતેશે પછીથી કુસ્તીમાં કરીઅર બનાવવાનું નક્કી કર્યું હતું. એક સમય એવો હતો જ્યારે તે રોજીરોટી માટે ઘેર-ઘેર દૂધ વેચવા જતો હતો.
#Wrestling #Grecoroman97KG#Nitesh Lost 4-0 & Won #Silver ; medal no 64 for #teamindia #India #Japan#Asiangames@VishankRazdan @Flydon8 @Sammy58328 @Eighty7_Fifty8 @Anmolkakkar27 @the_anandgoyal @AntikBasu80384 @Navinsports pic.twitter.com/MMhEtLRzfq
— Sports India 🇮🇳 Shiva (@shivasportsind) October 1, 2026
1962 પછીનો પ્રથમ મેડલિસ્ટ
નિતેશ સિવાચ (Nitesh Siwach)નો ગ્રીકો રોમનમાં 97 કિલો વર્ગમાં યજમાન દેશ જાપાનના યુરી નાકાઝાતો સામે 0-4થી પરાજય થયો હતો. તેણે આ વર્ગમાં મેડલ જીતવામાં ભારતનું 64 વર્ષનું મહેણું ભાંગ્યું છે. 1962માં ગ્રીકો રોમન (Greco Roman) સ્ટાઇલમાં માલ્વા સિંહ 62 કિલો વર્ગમાં અને ગણપત આંદળકરે 97+ કિલો વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો ત્યાર પછી ભારતનો કોઈ પણ કુસ્તીબાજ આ કૅટેગરીમાં ફાઇનલમાં પણ નહોતો પહોંચી શક્યો.
જોકે નિતેશ સિવાચને આ રમતોત્સવમાં સીધો ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ મળ્યો હતો જેમાં તેણે તુર્કમેનિસ્તાનના અમનબેર્ડીને 7-1થી હરાવ્યો હતો. સેમિ ફાઇનલમાં તેણે મંગોલિયાના 2022ના બ્રૉન્ઝ મેડલિસ્ટ ગંખુયાગ ગનબાતરને 9-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
🤼♂️ MOMENT TO THE HISTORY
— SPORTS ARENA🇮🇳 (@SportsArena1234) October 1, 2026
Nitesh Siwach became First Greco-Roman wrestler to reach Final of Asian Games since 1962.
Can he become India's 3rdd ever Gold medalist since Malwa Singh & Ganpat Andalkar?
Final vs Yuri Nakazato 🇯🇵
🎥 UWW pic.twitter.com/tPVlz8e3aV
પિતા કુસ્તીબાજ બનાવવા માગતા જ હતા
હરિયાણામાં સોનીપત જિલ્લાના જગસી ગામમાં રહેતા નિતેશને થોડા સમય પહેલાં પ્રતાપ સ્પોર્ટ્સ સ્કૂલમાં તાલીમ દરમ્યાન પગમાં ગંભીર ઈજા થઈ હતી. તેણે પગમાં સર્જરી કરાવવી પડી હતી. તેના પિતા તેને ગમે એમ કરીને ઊંચા સ્તરનો કુસ્તીબાજ બનાવવા માગતા હતા. તેના પિતા આનંદ સિવાચે એક મુલાકાતમાં કહ્યું છે, `નિતેશે પગમાં સર્જરી કરાવી ત્યાર પછી રિકવરીના સમયગાળા દરમ્યાન મારા દૂધના ધંધામાં મદદ કરવા કહ્યું હતું. હું મારા ગામમાંથી દૂધ ખરીદીને મારી દુકાનમાંથી અથવા પાણિપતમાં ઘેર-ઘેર જઈને દૂધ વેચતો હતો. નિતેશે એક દિવસ મને પૂછ્યું કે હું ફરી કુસ્તી શરૂ કરી શકું? હું તો ઇચ્છતો જ હતો કે તે મોટો કુસ્તીબાજ બને, કારણકે મને પોતાને એ રમતનો વર્ષોથી શોખ હતો.'
નિતેશે પગની સર્જરી પછી સ્વસ્થ થયા બાદ પિતાની તેમ જ માતાના આગ્રહથી ફરી કુસ્તીની રમતમાં ઝુકાવ્યું હતું અને એક પછી એક મેડલ જીતતો ગયો અને ગુરુવારે એશિયન ગેમ્સનો રજતચંદ્રક પોતાના નામે કરી લીધો હતો.