Tue Jun 30 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ :30 June 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-06-30 08:23:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-06-30 10:09:25

ન્યૂયોર્કના જેએફકે એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, વિમાન સાથે ડ્રોન અથડાયું હોવાનો દાવો

ન્યૂયોર્કના જેએફકે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી હતી. જેટબ્લુ એરલાઇન્સના એક પાયલોટે જણાવ્યું કે તેનું વિમાન લેન્ડિંગ દરમિયાન ડ્રોન સાથે અથડાયું હતું. આ ઘટના સવારે 7:15 વાગ્યે બની ત્યારે વિમાન દરિયાકાંઠાને પાર કરી રહ્યું હતું. વિમાન આશરે 3,000 ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું. પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલર્સને જાણ કરી કે વળાંક લેતી વખતે એક ડ્રોન તેના વિમાન સાથે અથડાયું હતું. પાયલોટના જણાવ્યા મુજબ, આ ટક્કર કોકપીટની ઉપર જ થઈ હતી.

2026-06-30 09:49:10

બ્રાઝિલના વિજય બાદ સતત બે પેનલ્ટી શૂટઆઉટ: જર્મનીને આંચકો, નેધરલેન્ડ્સ પણ આઉટ

ફિફા વર્લ્ડ કપના રોમાંચક નૉકઆઉટ રાઉન્ડમાં સોમવારે રાત્રે બ્રાઝિલે જાપાનને 2-1થી હરાવ્યા બાદ મંગળવારે સવારે જર્મનીનો એનાથી ખૂબ નબળી ટીમ પારાગ્વે સામે પેનલ્ટી શૂટઆઉટમાં 3-4થી પરાજય થયો હતો. ત્યાર બાદ સતત બીજા પેનલ્ટી શૂટઆઉટથી આવેલા પરિણામમાં મોરોક્કોએ નેધરલેન્ડ્સને 3-2થી હરાવ્યું હતું.

2026-06-30 08:27:19

યમુના એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત: બસ અને ટ્રકની ટક્કરમાં ચાર લોકોના મોત, 25 ઘાયલ

યમુના એક્સપ્રેસવે પર સોમવારે મોડી રાત્રે ફરી એકવાર પૂરપાટ ઝડપે જતી બસનો કહેર જોવા મળ્યો. આગ્રાથી નોઇડા તરફ જઈ રહેલી એક ખાનગી બસ રાયા વિસ્તારમાં માઈલસ્ટોન 111 પાસે કપચી ભરેલા એક ટ્રેલર (ટ્રક) પાછળ ધડાકા સાથે અથડાઈ. આ ભયાનક અકસ્માતમાં ઘટનાસ્થળે જ ચાર લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે બસમાં સવાર આશરે 25 જેટલા મુસાફરો ઘાયલ થયા છે.

2026-06-30 08:24:08

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં મેઘમહેર

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર મુજબ, આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યમાં 33 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સુરતમાં સૌથી વધુ  2.60 ઇંચ, વાલોડમાં 2.05 ઇંચ, માંગરોળમાં 1.65 ઇંચ, કામરેજમાં 1.65 ઇંચ વરસાદ પડ્યો હતો.