Thu Mar 12 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 27 Feb 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

1 week ago
Author: Mumbaisamachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.

Live Updates

1 week ago

માઉન્ટ આબુનું નામ બદલવામાં આવ્યું

રાજસ્થાન વિધાનસભાના બજેટ સત્રમાં મુખ્ય પ્રધાન ભજનશાલ શર્માએ સૌથી મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે માઉન્ટ આબુનું નામ બદલીને આબૂરાજ, કામાંનું નામ કામવન અને જહાજપુરનું નામ બદલીને યજ્ઞપુર કરવામાં આવ્યું છે.

1 week ago

ન્યૂ ઝીલૅન્ડે બૅટિંગ લીધી, આજે જીતે તો પાકિસ્તાન આઉટ

કોલંબોમાં ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડના ગ્રૂપ-2માં ઇંગ્લૅન્ડ સામે ન્યૂ ઝીલૅન્ડે ટૉસ જીતીને બૅટિંગ લીધી છે. કિવીઓએ ઇલેવનમાં કોઈ ફેરફાર નથી કર્યો, પરંતુ ઇંગ્લૅન્ડે જૅમી ઓવર્ટનના સ્થાને રેહાન અહમદને સામેલ કર્યો છે. ન્યૂ ઝીલૅન્ડ આ મૅચ જીતશે તો પાકિસ્તાનની ટીમ સેમિ ફાઇનલની રેસની બહાર થઈ જશે. જો ન્યૂ ઝીલૅન્ડ હારશે તો શનિવારની પાકિસ્તાન-શ્રીલંકા મૅચ નિર્ણાયક બનશે. જોકે પાકિસ્તાન માટે ટૂર્નામેન્ટમાં ટકવું ખૂબ મુશ્કેલ તો છે જ.

1 week ago

સ્વામી અવિમુક્તેશ્વરાનંદની ધરપકડ અંગે કોર્ટે રોક લગાવી

યૌન શોષણના કેસમાં હાઈ કોર્ટે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની ધરપકડ અંગે રોક લગાવી છે. અલાહાબાદ હાઈ કોર્ટે આગોતરા જામીન અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે, જ્યારે આગામી સુનાવણી માર્ચ મહિનાના ત્રીજા સપ્તાહમાં થશે.

1 week ago

હવે અફઘાનિસ્તાનની પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક

અફઘાનિસ્તાને ચેતવણી આપતા ધોળે દિવસે પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદમાં એરસ્ટ્રાઈક કરી છે. આજે સવારના અગિયાર વાગ્યાની આસપાસ હવાઈ હુમલો કર્યો છે. પાકિસ્તાનના ઈસ્લામાબાદ સ્થિત મિલિટરી કેમ્પને નિશાન બનાવ્યું હોવાનો અફઘાનિસ્તાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે.

1 week ago

અમરેલીમાં 125 ખાતેદાર ખેડૂતે અકસ્માત વીમાની સહાય માટે અરજી કરી

ગુજરાત વિધાનસભામાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે, 31-12-2025ની સ્થિતિ છેલ્લા એક વર્ષમાં અમરેલી જિલ્લામાં ખાતેદાર ખેડૂત અકસ્માત વીમાની સહાય મેળવવા 125 અરજી મળી હતી. જે પૈકી 52 અરજી મંજૂર કરવામાં આવી છે અને 132 લાખ સહાય ચૂકવવામાં આવી છે.

1 week ago

કોલકાતામાં ભૂકંપ

પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભૂકંપના આંચકા અનુભવતા પ્રશાસનમાં હરકતમાં. ભૂકંપનું કેન્દ્ર બિંદુ છેક બાંગ્લાદેશમાં નોંધાયું છે. ભૂકંપના આંચકા પછી લોકો સ્કૂલ-ઘરની બહાર દોડી આવ્યા હતા, જ્યારે આંચકાની માત્રા 5.5 રિક્ટર સ્કેલની માપવામાં આવી હોવાનું સેન્ટરે જણાવ્યું.

1 week ago

નેપાળમાં ચૂંટણી પૂર્વે 2 માર્ચની મધરાતથી ભારત-નેપાળ સરહદ સીલ રહેશે

નેપાળમાં 5 માર્ચના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારત-નેપાળ સરહદ 2 માર્ચની મધરાતથી 5 માર્ચની મધરાત સુધી બંધ રહેશે, તેમ અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું.

STORY | Indo-Nepal border to remain closed from March 2 midnight ahead of Nepal polls

The India-Nepal border will remain closed from midnight of March 2 to midnight of 5 in view of the general elections scheduled in Nepal on March 5, officials said on Friday.

READ:… pic.twitter.com/T70pnox1Ne

— Press Trust of India (@PTI_News) February 27, 2026
1 week ago

નેપાળમાં ચૂંટણી પૂર્વે 2 માર્ચની મધરાતથી ભારત-નેપાળ સરહદ સીલ રહેશે

નેપાળમાં 5 માર્ચના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારત-નેપાળ સરહદ 2 માર્ચની મધરાતથી 5 માર્ચની મધરાત સુધી બંધ રહેશે, તેમ અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું.

1 week ago

દારૂ કૌભાંડમાં કેજરીવાલ અને મનીષ સિસોદિયા નિર્દોષ જાહેર

નવી દિલ્હીઃ દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને કોર્ટે મોટી રાહત આપી છે. દિલ્હીની દારૂ નીતિ કૌભાંડમાં કોર્ટે અરવિંદ કેજરીવાલને નિર્દોષ છે. એટલું જ નહીં પરંતુ કેજરીવાલની સાથે પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા સહિત તમામ 23 આરોપીઓને પણ રાઉઝ એવન્યુ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હોવાનું જાણવા મળ્યું છે. કોર્ટે નિર્દોષ જાહેર કરતા અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયા મીડિયા સાથે વાત કરતા રડી પડ્યાં હતાં.

1 week ago

સ્કૂલો બાદ હવે પાસપોર્ટ ઓફિસને બોમ્બની ધમકી

સ્કૂલો બાદ હવે પાસપોર્ટ ઓફિસને ઈમેલથી બોમ્બની ધમકી આપવામાં આવી હતી. સુરત, ભાવનગર, અમરેલી સહિતના શહેરોમાં પાસપોર્ટ-પોસ્ટ ઓફિસોને ધમકી મળતાં પોલીસ અને ડોગ સ્કવોડે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે.

1 week ago

ઈરાન પાક-અફઘાન યુદ્ધ જેવી સ્થિતિમાં મધ્યસ્થી માટે તૈયાર

ઈરાનના વિદેશ પ્રધાન સૈયદ અબ્બાસ અરાઘચીએ જણાવ્યું છે કે ઈરાન પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિમાં મધ્યસ્થી કરવા તૈયાર છે.  તેમણે લખ્યું, રમઝાનના આ પવિત્ર મહિનામાં, જે સંયમ અને એકતાને પ્રોત્સાહન આપે છે, તે યોગ્ય છે કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન તેમના વર્તમાન મતભેદોને સારા પાડોશી તરીકે વાતચીત દ્વારા ઉકેલે.

1 week ago

નેપાળમાં 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

નેપાલના પૂર્વીય વિસ્તારમાં ભારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.7 નોંધાઈ છે. મળતી વિગતો પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર નેપાળના સંખુવાસભા જિલ્લામાં નોંધાયું છે. ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના કારણે આસપાસના વિસ્તારમાં લોકોમાં ડરનો માહોલ છવાયો હતો. આ ભૂકંપ શુક્રવારે 3 વાગીને 18 મિનિટે આવ્યો હતો.

1 week ago

તાલિબાનના 27 ઠેકાણાઓ નષ્ટ

પાકિસ્તાનના વડા પ્રધાનના પ્રવક્તા મોશર્રફ ઝૈદીએ પુષ્ટિ કરી છે કે 133 અફઘાન તાલિબાન લડવૈયાઓ માર્યા ગયા છે અને 200થી વધુ ઘાયલ થયા છે. આ સૈન્ય અભિયાનોમાં તાલિબાનના 27 ઠેકાણાઓ નષ્ટ કરી દેવામાં આવ્યા છે અને નવ ઠેકાણાઓ પર કબજો જમાવી લેવામાં આવ્યો છે.

1 week ago

તાલિબાનના 27 ઠેકાણાઓ નષ્ટ

પાકિસ્તાનના વડા પ્રધાનના પ્રવક્તા મોશર્રફ ઝૈદીએ પુષ્ટિ કરી છે કે 133 અફઘાન તાલિબાન લડવૈયાઓ માર્યા ગયા છે અને 200થી વધુ ઘાયલ થયા છે. આ સૈન્ય અભિયાનોમાં તાલિબાનના 27 ઠેકાણાઓ નષ્ટ કરી દેવામાં આવ્યા છે અને નવ ઠેકાણાઓ પર કબજો જમાવી લેવામાં આવ્યો છે.   

1 week ago

ખ્વાજા આસિફે અફઘાનિસ્તાનને 'ભારતની કોલોની' ગણાવ્યું

પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે. પાકિસ્તાને આ તમામ ઘટનાઓ માટે અફઘાનિસ્તાનને જવાબદાર ઠેરવ્યું છે. આ સાથે જ તેમણે ભારતને પણ આ વિવાદમાં વચ્ચે ઢસડ્યું છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે અફઘાનિસ્તાનમાંથી NATO સેનાના ગયા પછી એવી આશા હતી કે ત્યાં શાંતિ આવશે અને તાલિબાન અફઘાન લોકોના હિતો અને આ ક્ષેત્રની સ્થિરતા પર ધ્યાન આપશે, પરંતુ તાલિબાને અફઘાનિસ્તાનને ભારતની કોલોની બનાવી દીધું છે. તેમણે વિશ્વભરના આતંકવાદીઓને અફઘાનિસ્તાનમાં ભેગા કર્યા અને આતંકવાદનું એક્સપોર્ટ કરવાનું શરૂ કરી દીધું છે.

 

1 week ago

પાકિસ્તાને અફઘાનિસ્તાન સામે ઓપન વોરની કરી જાહેરાત

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના તણાવે શુક્રવારે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે.  પાકિસ્તાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ અને દક્ષિણના શહેર કંદહાર સહિત અનેક વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા છે.  પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે અફઘાન તાલિબાન સામે ઓપન વોરની જાહેરાત કરી દીધી છે.