દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
સુદર્શનના હાથની પકડ છૂટી, બૅટની ટપ પડી અને થયો હિટવિકેટઃ ગુજરાતના 4/51
બેંગ્લૂરુને સીધા ફાઇનલમાં પહોંચાડી દે એવી ક્વૉલિફાયર-વનમાં ગુજરાતે ત્રણ ધબડકા સાથે શરૂઆત કરી અને 255 રનનો લક્ષ્યાંક હવે શુભમન ગિલની ટીમને ખૂબ દૂર લાગી રહ્યો હશે. સૌથી મોટું કારણ એ છે કે ટીમના ટોચના બન્ને બૅટ્સમેન પૅવિલિયન ભેગા થઈ ગયા છે. આ વખતની ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 652 રન બનાવનાર સાઇ સુદર્શન હિટવિકેટ થયો હતો અને 14 મૅચમાં 618 રન બનાવનાર કૅપ્ટન શુભમન ગિલ ક્લીન બોલ્ડ થયો હતો. જેકબ ડફીના બૉલમાં શૉટ માર્યા બાદ સુદર્શનના હાથમાંથી બૅટ પાછળની તરફ છટકી ગયું હતું અને ટપ પડ્યા બાદ સ્ટમ્પ્સને વાગ્યું હતું. સુદર્શન 14 રન બનાવીને નિરાશ હાલતમાં પાછો આવ્યો હતો. ગિલને જેનો સૌથી વધુ ડર હશે એ જ બોલર (ભુવનેશ્વર)એ ક્લીન બોલ્ડ કર્યો હતો. તેણે માત્ર બે રન બનાવ્યા હતા. જૉશ બટલર (29 રન)ને હૅઝલવૂડે ક્લીન બોલ્ડ કરી દેતાં ગુજરાતને ત્રીજો ઝટકો લાગ્યો હતો. નિશાંત સિંધુનો કૅચ બોલર રસિખ સલામે પોતે જ ઝીલી લીધો હતો. છઠ્ઠી ઓવરમાં સ્કોર 4/51 હતો.
અમેરિકામાં વહીવટીતંત્રમાં ફેરફારોની શરૂઆત, ડેપ્યુટી સિક્યુરિટી એડવાઇઝર બદલ્યા
મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી રહ્યો છે. તેમજ ઈરાનના આક્રમક જવાબથી અમેરિકાને આંચકો લાગ્યો છે. જોકે, આ દરમિયાન અમેરિકાએ વહીવટીતંત્રમાં ફેરફારોની શરૂઆત કરી છે. જેમાં ટ્રમ્પ વહીવટીતંત્રે રોબર્ટ ગેબ્રિયલ જુનિયરને ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર પદ પરથી દૂર કર્યા છે. તેમજ માર્કો રુબિયોના નજીકના સહાયક માઈક નીડહામને ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર બનાવવામાં આવ્યા છે.
હોલ્ડરની ઉપરાઉપરી બે વિકેટ પછી બેંગ્લૂરુના 14 ઓવરમાં 3/140
ગુજરાત સામેની ક્વૉલિફાયર-વનમાં બેંગ્લૂરુએ 14 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે 140 રન બનાવ્યા જેમાં કોહલીના 43 રન અને અને પડિક્કલના 30 રન સામેલ છે. બન્ને વચ્ચે બીજી વિકેટ માટે 72 રનની ભાગીદારી થઈ હતી. જોકે જેસન હોલ્ડરે ત્રણ બૉલમાં બન્નેની વિકેટ લઈને મૅચમાં મોટો વળાંક લાવી દીધો હતો. કૅપ્ટન પાટીદાર બાવીસ રને અને કૃણાલ પંડ્યા 26 રને દાવમાં હતા. લેફ્ટ-આર્મ સ્પિનર કુલવંત ખેજરોલિયાને કૅપ્ટન શુભમન ગિલે મોરચા પર રાખ્યો એ સાથે બેંગ્લૂરુનું રનમશીન ધીમું પડી ગયું હતું. ખેજરોલિયાની પ્રથમ ઓવરમાં ફક્ત ચાર રન બન્યા હતા.

વેન્કટેશની ટૂંકી આક્રમક ઇનિંગ્સ પછી પડિક્કલનો ચોગ્ગાનો વરસાદ
ધરમશાલામાં રમણીય પહાડોની વચ્ચે ખુશનુમા વાતાવરણમાં રમાતી આઇપીએલની 19મી સીઝનની પ્રથમ પ્લે-ઑફમાં બેંગ્લૂરુએ ગુજરાત સામે ધમાકેદાર શરૂઆત તો કરી, પરંતુ એણે બીજી જ ઓવરમાં વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટ કોહલીના સાથી ઓપનર વેન્કટેશ ઐયરે (19 રન, સાત બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) મોહમ્મદ સિરાજના પહેલા બે બૉલમાં બે ચોગ્ગા માર્યા અને આખી ઓવરમાં તેના કુલ ત્રણ ચોગ્ગા સહિત 14 રન બન્યા ત્યાર બાદ રબાડાની ઓવરમાં વેન્કટેશ એક છગ્ગો ફટકાર્યા બાદ વિકેટ ગુમાવી બેઠો હતો. જોકે પછીથી દેવદત્ત પડિક્કલે ટીમના રનમશીનને આગળ વધારવાની જવાબદારી સંભાળી હતી. પડિક્કલે સિરાજના બૉલમાં ફોર માર્યા બાદ રબાડાની ઓવરના પહેલા પાંચ બૉલમાં ચાર ચોગ્ગા ફટકાર્યા હતા અને એ ઓવરમાં 18 રન બન્યા હતા. પાવરપ્લેની છ ઓવરને અંતે બેંગ્લૂરુનો સ્કોર 1/76 હતો. કોહલી 34 રને અને પડિક્કલ 23 રને રમી રહ્યો હતો.

દેશમાં વસ્તી વિષયક ફેરફારોના અભ્યાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના, જસ્ટીસ નાઓલેકર અધ્યક્ષ
કેન્દ્ર સરકારે દેશમાં ઘૂસણખોરી મુદ્દે કડક એક્શન લીધા છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું છે
સરકારે સુપ્રીમ કોર્ટના નિવૃત જસ્ટીસ પ્રકાશ નાઓલેકરની અધ્યક્ષતામાં વસ્તી વિષયક ફેરફારોનું મૂલ્યાંકન કરવા એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. જે દેશમાં ગેરકાયદે સ્થળાંતર અને અકુદરતી રીતે થઇ રહેલા ડેમોગ્રાફિક બદલાવનો અભ્યાસ કરીને મૂલ્યાંકન કરશે.
જમ્મુ કાશ્મીરમાં આતંકી સંગઠનો ફરી સક્રિય થવાની તૈયારીમાં, સુરક્ષા દળો એલર્ટ
જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર આતંકી સંગઠનો સક્રિય થવાની માહિતી પ્રાપ્ત થઇ છે. આ અંગે ગુપ્તચર એજન્સીઓ સુરક્ષા દળોએ ચેતવણી આપી છે કે અલ-બદ્ર અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકી સંગઠનો જમ્મુ કાશ્મીરમાં ફરી સંયુક્ત રીતે સક્રિય થવાની તૈયારી કરી રહ્યા છે.
કોકરોચ જનતા પાર્ટી વિરુદ્ધ કાર્યવાહીની પીઆઇએલ અંગે સીજેઆઇનું મોટું નિવેદન
સુપ્રીમ કોર્ટમાં કોકરોચ જનતા પાર્ટી વિરુદ્ધ કાર્યવાહી કરવા જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. જે અંગે તાત્કાલિક સુનાવણી કરવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે આ મુદ્દાને ભાવનાત્મક રીતે ન લેવા માટે સલાહ આપી હતી. તેમજ યોગ્ય સમયે તેની સુનાવણી કરવામાં આવશે.
ઉમરેઠના ધારાસભ્ય હર્ષદભાઈ પરમારે વિધાનસભાના સભ્ય તરીકે શપથ લીધા
તાજેતરમાં આયોજિત પેટા ચૂંટણીમાં ૧૧૧-ઉમરેઠ બેઠકના નવા ચૂંટાયેલા ધારાસભ્ય હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારે આજે ગાંધીનગર ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સમક્ષ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વિધાનસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા.

જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓની જાહેરાત
જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી હતી. મેયર તરીકે મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર તરીકે રાકેશ ડેર, સ્ટે. કમિટી ચેરમેન તરીકે ધીરેન મોનાણી, પક્ષના નેતા તરીકે અમરભાઈ મોદી તથા દંડક તરીકે પ્રવિણાબેન રુખણિયાના નામની જાહેરાત થઈ હતી.