Thu Mar 12 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 19 Feb 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2 weeks ago
Author: Mumbaisamachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.

Live Updates

2 weeks ago

કર્ણાટક 11 વર્ષે રણજી ટ્રોફીની ફાઇનલમાં

જમ્મુ-કાશ્મીર રણજી ટ્રોફીમાં પોતાના 67 વર્ષના ઇતિહાસમાં બુધવારે પહેલી જ વખત ફાઇનલમાં પહોંચ્યું ત્યાર બાદ ગુરુવારે કર્ણાટકની ટીમે પણ ફાઇનલમાં પ્રવેશ કર્યો. કર્ણાટક 11 વર્ષે ફરી એક વખત ભારતની આ વિશ્વવિખ્યાત ડોમેસ્ટિક ટૂર્નામેન્ટની નિર્ણાયક મૅચ રમશે જેમાં એનો સામનો મંગળવાર, 24મી ફેબ્રુઆરીથી જમ્મુ-કાશ્મીર સામે થશે. લખનઊમાં કર્ણાટકે સેમિ ફાઇનલમાં ઉત્તરાખંડને પ્રથમ દાવની સરસાઈને આધારે હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. પ્રથમ દાવમાં કર્ણાટકે 736 રન કર્યા બાદ ઉત્તરાખંડને 233 રનમાં ઑલઆઉટ કરી દીધું હતું. કર્ણાટકે બીજી ઇનિંગ્સમાં 323 રન કરીને ઉત્તરાખંડને 827 રનનો લક્ષ્યાંક આપ્યો અને બીજા દાવમાં એનો સ્કોર 6/262 હતો ત્યારે મૅચને ડ્રૉ જાહેર કરવામાં આવતાં કર્ણાટકને પ્રથમ દાવમાં સરસાઈ લેવા બદલ વિજેતા પણ ઘોષિત કરવામાં આવ્યું હતું.

2 weeks ago

રાજ્યમાં 59 TDOની બદલી

રાજ્યમાં 59 તાલુકા વિકાસ અધિકારીની બદલી કરવામાં આવી હતી. ગુજરાત વિકાસ સેવા, વર્ગ-2, તાલુકા વિકાસ અધિકારી સંવર્ગમાં ફરજ બજાવતાં અધિકારીઓની સ્વ વિનંતી તથા જાહેર હિતમાં બદલી કરવામાં આવી હતી.

2 weeks ago

એઆઈ સમિટમાં મુકેશ અંબાણીએ કરી મોટી જાહેરાત

મુકેશ અંબાણીએ પણ Al ઇમ્પેક્ટ સમિટમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે Alનો શ્રેષ્ઠ તબક્કો હજુ આવવાનો બાકી છે. તેમણે કહ્યું કે Al ઘણા ક્ષેત્રોમાં નવા યુગન શરૂઆત કરી શકે છે. મુકેશ અંબાણીએ કહ્યું કે જેમ કંપનીએ મોબાઇ ડેટાની કિંમત ઘટાડી છે, તેમ તેમનું જૂથ AIની કિંમત પણ ઘટાડશે. તેમણે કહ્યું કે Jio અને RIL  આગામી સાત વર્ષમાં ₹10 લાખ કરોડનું રોકાણ કરશે.

2 weeks ago

AAPનાં ધારાસભ્ય હેમંત ખવા ટ્રેકટર લઈ વિધાનસભા પહોંચ્યા

ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન AAPનાં ધારાસભ્ય હેમંત ખવા ટ્રેકટર લઈ પહોંચ્યા હતા. શહેર બજેટ અને ગ્રામ્ય બજેટમાં મોટો તફાવત હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલ બજેટમાં ગામડા અને ખેડૂતો સાથે થયેલા અન્યાયના વિરોધમાં AAP ના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા ટ્રેક્ટર લઈ વિધાનસભા પહોંચ્યા હતા.

2 weeks ago

AI Summit: MANAV વિઝન અપનાવવા વડાપ્રધાન મોદીનું આહવાન

નવી દિલ્હીમાં ચાલી રહેલી ઇન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ 2026માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ AIના માનવીય દ્રષ્ટિકોણથી ઉપયોગ માટે MANAV વિઝન અપનાવવાનું અહવાન કર્યું છે,
M - moral and ethical systems,
A - accountable governance,
N - national sovereignty,
A - accessible and inclusive,
V - valid and legitimate

2 weeks ago

જેતપુરમાં બ્લડ બેંકમાંથી દારૂની બોટલો મળતાં ચકચાર

રાજકોટ જિલ્લાના જેતપુરમાં આવેલ દેવ લાઈફ રક્ત કેન્દ્રમાં દારૂની બોટલો મળતાં ચકચાર મચી ગઈ છે. આ અંગેનો વીડિયો વાયરલ થયો છે, જેમાં જનસંપર્ક અધિકારી નશાની હાલતમાં હોવાનો મહિલાએ આરોપ લગાવ્યો છે. રક્ત લેવા આવેલી મહિલાની સાથે નશામાં ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું હતું. સ્થળ પરથી દારૂની પાંચ ખાલી બોટલો પણ મળી આવી છે. ઘટના જાણવા મળતાં પોલીસે જનસંપર્ક અધિકારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

2 weeks ago

ગુજરાત વિધાનસભામાં રાજ્યપાલના અભિભાષણ પર ચર્ચા

ગુજરાત બજેટ રજૂ થયા બાદ આજે વિધાનસભામાં રાજ્યપાલના અભિભાષણ પર ચર્ચા થશે. આ ચર્ચા દરમિયાન સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ગરમાગરમ ચર્ચાઓ થવાની શક્યતા છે.સત્તાધારી પક્ષના ધારાસભ્યો સરકારની યોજનાઓ અને છેલ્લા વર્ષની વિકાસલક્ષી કામગીરીના વખાણ કરી આભાર પ્રસ્તાવ રજૂ કરશે. બીજી તરફ, કોંગ્રેસ અને અન્ય વિપક્ષી નેતાઓ મોંઘવારી, બેરોજગારી અને તાજેતરમાં વિધાનસભામાં રજૂ થયેલા દારૂ-ડ્રગ્સના જપ્તીના આંકડાઓ જેવા મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.

2 weeks ago

PM મોદી ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટમાં કરશે સંબોધન

PM મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ 2026માં સંબોધન કરશે. આજે એઆઈ ઈમ્પેકટ સમિટ લોકો માટે બંધ રહેશે. જે લોકો પાસે નિમંત્રણ પત્ર હશે તેમને જ એન્ટ્રી આપવામાં આવશે. સરકારે એઆઈ સમિટને 21 ફેબ્રુઆરીએ પણ શરૂ રાખવાનો નિર્ણય કર્યો છે.