Sat Jun 06 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 06 June 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-06-06 08:26:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-06-06 09:07:37

અફઘાનિસ્તાન સામે ભારતે ટોસ જીતી બેટિંગ લીધી

ન્યૂ ચંદીગઢમાં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારત તરફથી સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર માનવ સુથારે ડેબ્યૂ કર્યું છે.

2026-06-06 08:28:18

મોરબીમાં અકસ્માતમાં 3નાં ઘટના સ્થળે મોત, 4 ઈજાગ્રસ્ત

મોરબીના હળવદના ચરાડવા નજીક આજે અકસ્માત સર્જાયો છે. અજાણ્યા વાહન સાથે કારના અકસ્માતમાં 3 લોકોનાં ઘટના સ્થળે મોત થયા છે, જ્યારે 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે.

2026-06-06 08:28:07

કોકરોચ જનતા પાર્ટીના અભિજીક દીપકે દિલ્હી પહોંચ્યા

કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપકે શનિવારે સવારે 7:45 વાગ્યે અમેરિકાથી દિલ્હી પહોંચ્યા. અહીંથી તેઓ સીધા પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન જશે અને જંતર-મંતર પર પ્રદર્શનની મંજૂરી લેશે.