સીઍટલઃ ક્રિકેટમાં સામાન્ય રીતે કોઈ બૅટ્સમૅન હાફ સેન્ચુરી, સેન્ચુરી કે ડબલ સેન્ચુરી ફટકારે ત્યારે બેહદ ખુશ થઈ જાય છે અને બૅટ ચાહકો કે મિત્રો-પરિવારજનો તરફ બતાવીને એ સિદ્ધિ સેલિબ્રેટ કરે છે. બોલર જ્યારે પાંચ વિકેટ લે કે હૅટ-ટ્રિકની સિદ્ધિ મેળવે ત્યારે પણ આવો સીન જેવા મળતો હોય છે, પરંતુ જર્સી ઉતારીને સેલિબ્રેશન કરવાનો ટ્રેન્ડ એમાં નથી. જોકે ફૂટબૉલમાં તો મેદાન પર ગોલ થતા રહેતા હોવાથી વારંવાર સેલિબ્રેશન થતા હોય છે અને એમાં પણ પ્લેયરને જર્સી ઉતારવાની મનાઈ હોય છે. જો કોઈ ખેલાડી જર્સી (Jersey) ઉતારીને ગોલની કે જીતની ઉજવણી કરે તો તેને યલો કાર્ડ બતાવવામાં આવે છે અને બુધવારે મધરાત બાદ કતાર સામેની બોસ્નિયા ઍન્ડ હર્ઝેગોવિનાની મૅચમાં આવું જ બન્યું.
GOOOOAAALLL!
— World Cup 2026 (@ofootball__) June 24, 2026
🚩 Live: Bosnia 3-1 Qatar
⚽️ Goal: Mahmic (80’) pic.twitter.com/kLx2kD8LGB
બન્યું એવું કે મૅચ પૂરી થવાને 10-15 મિનિટ બાકી હતી. મૅચની 34મી મિનિટ સુધીમાં બોસ્નિયાના બે ગોલ થઈ ચૂક્યા હતા જેમાંથી એક ગોલ એને કતારના ખેલાડીની ભૂલને કારણે ઑન ગોલમાં મળ્યો હતો. 80મી મિનિટમાં બોસ્નિયા 2-1થી આગળ હતું અને જીતવાની તૈયારીમાં હતું ત્યાં 80મી મિનિટમાં બોસ્નિયાના એર્મિન માહમિચે ગોલ કરીને ટીમને 3-1થી સરસાઈ અપાવી હતી. હવે તો કતારનું જીતવું અસંભવ હતું. આ ગોલના ઉન્માદમાં માહમિચ જર્સી ઉતારીને કૂદ્યો હતો. સ્ટૅન્ડમાં બેઠેલા બોસ્નિયા તરફી હજારો ફૂટબૉલપ્રેમીઓ પણ આનંદિત થઈ ગયા હતા. જોકે રેફરી તરત જ માહમિચ પાસે આવ્યા અને તેને યલો કાર્ડ દેખાડ્યું હતું.
Finally, Bosnia’s Ermin Mahmić scored at the 80th minute, for the final 3-1 result: #TeamBosnia #TeamQatar #BIHQAT #AlAnnabi #Zmajevi pic.twitter.com/zrExY69FTK
— PNSN (@PNSN1) June 24, 2026
એક તો માહમિચ (Mahmic)નું ઇનર-ગાર્મેન્ટ મહિલાઓ પહેરે એવું હતું એટલે બિભત્સ તો લાગતું જ હતું, પરંતુ ફૂટબૉલની રમતનો નિયમ જ છે કે જર્સી ઉતારો એટલે યેલો કાર્ડ જોઈ જ લો. જોકે બોસ્નિયાના કોચ સેર્ગેજ બાર્બારેઝે પછીથી પત્રકારોને કહ્યું, `અમે જાણીએ છીએ કે આ ગ્રૂપ સ્ટેજમાં બતાવવામાં આવેલું યલો કાર્ડ હતું અને અમે હવે નૉકઆઉટમાં પહોંચી ગયા છીએ એટલે નિયમ મુજબ ગ્રૂપ સ્ટેજનું આ યલો કાર્ડ શૂન્ય થઈ જશે. માહમિચ પરની પેનલ્ટી દૂર થઈ જશે.'
જોકે પછીથી માહમિચ જર્સી પહેરીને રેફરીને મળ્યો હતો અને તેમની માફી માગી હતી. માહમિચ ત્યારે બેહદ ખુશ હતો, કારણકે બોસ્નિયાનો આ બીજો વર્લ્ડ કપ છે અને એમાં એને પહેલી જ વખત નૉકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો છે.