Fri Jul 03 2026

Logo

'શું નાગરિકો સરકારના ગુલામ છે?' હાઈકોર્ટની ટિપ્પણીથી ચર્ચા, પોલીસના વલણથી વ્યક્ત કરી નારાજગી

2026-07-02 22:04:41
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ માધવ જામદારે ગુરૂવારે એક કેસને લઈને આકરા શબ્દોમાં સરકાર પર ટિપ્પણી કરી હતી. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, તમામ નાગરિકોને ભારત સરકારના ગુલામ બનાવવામાં આવી રહ્યા છે. વિરોધ પ્રદર્શન કરવામાં આવે તો એના પર કેસ ફાઈલ કરવામાં આવે છે. અનેક એવા મહત્ત્વના પેપર લીક થાય છે, વિરોધ કરવો એ નાગરિકોનો અધિકાર છે. કોર્ટે એવું પણ સ્પષ્ટ કર્યું કે, આ માટે જ કેન્દ્ર સરકારના કેટલાક નિર્ણયનો વિરોધ કરવામાં આવે છે અને નારેબાજી કરવામાં આવે છે.કોઈ પણ વ્યક્તિને એના ક્ષેત્રમાંથી સસ્પેન્ડ ન કરી શકાય. 

પોલીસે શું કરી કાર્યવાહી?

આ કેસ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાના મહાસચીવ સઈદ અહમદ અબ્દુલ વાહીદ ચૌધરીની અરજી સાથે જોડાયેલો છે. જેમાં મુંબઈ પોલીસે સઈદને જે તે વિસ્તારમાંથી સસ્પેન્ડ કરવાનો ઓર્ડર આપ્યો હતો. આ પછી આ કેસ કોર્ટ સુધી પહોંચ્યો અને ચીફ જસ્ટિસે આ અંગે ટિપ્પણી કરી હતી. ચીફ જસ્ટિસ માધવ જામદારની સિંગલ બેંચે મુંબઈ પોલીસને ટકોર કરતા જરૂરી વાત કહી હતી. સઈદ સીએએ તથા જ્ઞાનવાપી મસ્જીદ સહિત તમામ કેસની સામે વિરોધ પ્રદર્શન કરતા રહ્યા છે. આ કેસની સુનાવણી વખતે જજે ટિપ્પણી કરી હતી કે, આ બધું શું ચાલી ચાલી રહ્યું છે? એટલા બધા મહત્ત્વના પેપર લીક થયા છે, જો લોકો વિરોધ કરશે તો એના પર કેસ કરી દેવામાં આવશે. આ શું માંડ્યું છે? વિરોધ કરવો નાગરિકોનો અધિકાર છે. અરજી કરનારા વ્યક્તિએ ભાજપ સરાકર સામે નારેબાજી કરી છે. શું લોકો આ પ્રકારે કોઈ નારેબાજી ન કરી શકે?

મહારાષ્ટ્રમાં હોર્સ ટ્રેડિગ

થોડા સમય પહેલા દસ વર્ષની દીકરીનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું અને વિધાનસભામાં ચર્ચા શું થતી હતી? એક પ્રિસાઈડિંગ ઓફિસરની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે? અને તે કેવી રીતે એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં ચાલ્યા ગયા. આ શું?સમગ્ર મહારાષ્ટ્રમાં હોર્સ ટ્રેડિગ ચાલી રહ્યું છે.મહારાષ્ટ્રના સાંસદોના મુદ્દાને લઈને પણ જજે ફોડ પાડ્યો કે, કેટલાક સાંસદ પાર્ટી બદલવાનું પણ વિચારી રહ્યા છે. સરકારના નિર્ણયનો વિરોધ કરવા પર પોલીસ સસ્પેન્ડ ન કરાવી શકે. પોલીસ કોઈ સરકારી નોકર નથી એ પહેલા પબ્લિક સર્વન્ટ છે. હું તમારા અધિકારીઓ પર જે તે કલમ અંતર્ગત આર્થિક દંડ ફટકારી શકું છું. કોર્ટે અરજીકર્તાની અરજીને લઈને કોઈ આદેશ આપવાના બદલે રાહત આપી હતી. પોલીસના વલણ સામે નારાજગી વ્યક્ત કરી હતી. આર્ટિકલ 19 અને 21 અનુસાર, લોકોને પોતાનો મત સ્પષ્ટ કરવાની જ આઝાદી નથી પણ સન્માન સાથે જીવન જીવવાનો પણ અધિકાર છે. અરજી કરનારા સામે ખોટા ઈરાદે કાર્યવાહી કરવામાં આવી છે.