(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજથી ગણેશોત્સવનો આરંભ થયો છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ તેમના આગમનથી લઈને વિસર્જન માટે ભવ્ય તૈયારીઓ કરી છે. ગણપતિબાપ્પાના આગમન પહેલા જ રસ્તા પરના ખાડા દૂર કરીને રસ્તા સમથળ બનાવવાની સાથે જ વિસર્જન માટે કૃત્રિમ તળાવોની સંખ્યા વધારવા અને મૂર્તિના વિસર્જન માટે ચોપાટીઓ પર રેતીમાં સ્ટીલ પ્લેટ બેસાડવા અને મફતમાં ક્રેનની સુવિધા ઉપલબ્ધ કરી આપી છે.
પાલિકા દ્વારા મહિના અગાઉથી ગણેશમૂર્તિના આગમન અને વિસર્જનના રૂટ પર આવતા રસ્તા પરના ખાડા પૂરી દેવામાં આવ્યા હોવાનો અને રસ્તાઓ સમથળ કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તેમ જ રસ્તા પર રહેલા મોટા ઝાડની ડાળખીઓની છટણી પણ કરી દેવામાં આવી હતી, જેથી કરીને વાહનોમાં મૂર્તિના આગમન અને વિસર્જન દરમ્યાન ઝાડની ડાળખીઓને કારણે કોઈ અવરોધ નિર્માણ થાય નહીં.
🔷बृहन्मुंबई महानगरपालिकेकडून श्रीगणेशोत्सव सन २०२६ साठी साकारण्यात आलेल्या कृत्रिम तलावांची यादी.#ganpatifestival #ganeshotsav #ganeshfestival#Ganeshotsav2026 #MyBMCUpdates #गणेशोत्सव #राज्यउत्सव pic.twitter.com/WP3S4Ps8YG
— माझी Mumbai, आपली BMC (@mybmc) September 13, 2026
મુંબઈ મહાનગરપાલિકાએ દર વર્ષની માફક જ આ વર્ષે પણ નૈસર્ગિક વિસર્જન સ્થળોએ છ ફૂટથી ઊંચી મૂર્તિના વિસર્જન વ્યવસ્થિત રીતે પાર પડે તે માટે તળાવોની સફાઈ કરીને અંદર રહેલા ગાળ અને કચરાને સાફ કર્યા હતા, જેમાં મોટી ચોપાટીઓ પર માટીમાં વાહનના પૈડા ફસાઈ ન જાય તે માટે રેતીમાં સ્ટીલની પ્લેટ બેસાડવામાં આવી છે. મોટા તરાફાની તેમ જ ક્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો ક્યૂઆર કોડથી તેમના ઘરના નજીકના વિસર્જન સ્થળને શોધી શકશે.
પાલિકાએ ગણેશભક્તોને તેમની છ ફૂટ સુધીની મૂર્તિનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવાની અપીલ કરી છે. આ વર્ષે વધારાના ૮૫ કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવી છે, તેથી કુલ સંખ્યા ૩૮૫ થઈ ગઈ છે. એ સિવાય ફરતા વિસર્જન સ્થળ (મોબાઈલ વૅન) પણ વ્યવસ્થા રહેશે. ગયા વર્ષે મુંબઈમાં ૨૯૮ કૃત્રિમ તળાવમાં ૧,૮૮,૩૮૭ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં સાર્વજનિક મંડળની મૂર્તિની સંખ્યા ૯,૮૫૨ હતી. તો ઘરની મૂર્તિની સંખ્યા ૧,૩,૫૬૩ અને ૪,૯૭૨ ગૌરી મૂર્તિ હતી.
નૈસર્ગિક વિસર્જન સ્થળોએ ફાયર બિગ્રેડની સાથે જ લાઈફગાર્ડને તહેનાત કર્યા છે. તેમ જ વિસર્જન સ્થળે જમા થનારા ફૂલ-હારના નિર્માલ્યમાંથી ખાતરનું ઉત્પાદન કરવામાં આવવાનું છે. તેથી સંબંધિત વોર્ડ સ્તરે નિર્માલ્ય વિસર્જન સ્થળેથી જમા કરવામાં આવશે.