Wed Jun 17 2026

Logo

કોંગ્રેસના પીએમ કોમ્પ્રોમાઈઝડ અભિયાન પર ભાજપનો પલટવાર, ક હ્યું કોંગ્રેસ પોતે જ સમાધાન કરનારી પાર્ટી

2026-02-25 20:19:48
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: કોંગ્રેસ દ્વારા પીએમ મોદી વિરુદ્ધ શરુ કરવામાં આવેલા પીએમ કોમ્પ્રોમાઈઝડ અભિયાન પર પલટવાર કર્યો છે. આ અંગે ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે કોંગ્રેસ પોતે એક સમાધાન કરનારી પાર્ટી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે જાહેરમાં ઉપલબ્ધ તથ્યો દર્શાવે છે કે જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીના સમયમાં વિદેશ નીતિ સાથે સમાધાન કરવામાં આવ્યું હતું. 

કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો

ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ X પર  વિવિધ ટવીટમાં  કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.  યુએસ ગુપ્તચર એજન્સી CIA અને રશિયન ગુપ્તચર એજન્સી KGBની  ફાઇલો, પૈસા અને સંસદસભ્યો સુધી પહોંચ હતી. તે સમએ  સાર્વભૌમત્વ ખોવાઈ ગયું ન હતું પરંતુ સોંપવામાં આવ્યું હતું. 

 ભારતીય દસ્તાવેજો લેંગલી  સુધી  પહોંચતા

સુધાંશુ ત્રિવેદીએ બીજી પોસ્ટમાં આરોપ લગાવ્યો કે, "નેહરુના વડા પ્રધાન સચિવાલયની માહિતી યુએસ એજન્સીઓ સુધી પહોંચતી હતી. તેમના ખાસ સહાયક, એમ.ઓ. મથાઈ, પણ યુએસના સંપર્કમાં હતા. ભારતીય દસ્તાવેજો લેંગલી  સુધી  પહોંચતા હતા. યુએસ રાજદ્વારીઓએ ખુલ્લેઆમ દાવો કરતા હતા કે  તેઓ કોઈપણ ભારતીય દસ્તાવેજ મેળવી શકે છે. ભાજપના પ્રવક્તાએ આરોપ લગાવ્યો કે આ સમયે  ભારતનું હૃદય અમેરિકન સંપત્તિ હતી. 

KGB પાસે ભારત સરકારના દરેક વિભાગમાં જાસૂસો હતા

તેમણે વધુ જણાવ્યું કે, જ્યારે અમેરિકનો નેહરુના પીએમઓમાંથી સીધા જાસૂસી કરતા હતા, ત્યારે રશિયનો પણ પાછળ નહોતા.  1960ના દાયકા સુધીમાં, KGB પાસે ભારત સરકારના દરેક વિભાગમાં જાસૂસો હતા. મોસ્કોને જાસૂસોની જરૂર નહોતી  તે પેરોલ પર આખી સિસ્ટમના માલિક હતા. 

બંડલ સીધું ઈન્દિરા ગાંધીને પહોંચાડવામાં આવ્યું

ભાજપ પ્રવક્તાએ કહ્યું કે, આ સમયે નાણા વહેતા હતા. સીઆઈએએ  કોંગ્રેસને લાખો રૂપિયા આપ્યા. જેમાં  કોંગ્રેસ પ્રમુખ તરીકે એક બંડલ સીધું ઈન્દિરા ગાંધીને પહોંચાડવામાં આવ્યું. વડાપ્રધાન પોતે લાંચ લઈ રહ્યા હતા. વિદેશી લાંચ માટે દેશ વેચી રહ્યા હતા. ઈન્દિરાના સમયમાં, "સીઆઈએ દરેક સ્થળે ફેલાયેલું હતું  કારણ કે તેમણે નાણા લીધા અને રાજકીય લાભ માટે તેમની સાથે સહયોગ કરતા હતા. બ્રિટિશ રાજદ્વારીઓએ પણ કહ્યું હતું કે સીઆઈએ પ્રત્યે  તેમનો ઇનકાર મજબૂત ન હતો. 

ઇન્દિરા ગાંધી અને કોંગ્રેસ પાર્ટીએ CIA અને KGB બંને પાસેથી નાણા  લીધા

સુધાંશુ ત્રિવેદીએ આક્ષેપ કર્યો કે,  ઇન્દિરા ગાંધી અને કોંગ્રેસ પાર્ટીએ CIA અને KGB બંને પાસેથી નાણા  લીધા હતા. મિત્રોખિન આર્કાઇવ્સે આ ભૂલની પુષ્ટિ કરી હતી.તેમજ નાણાથી  ભરેલી સુટકેસ KGB દ્વારા સીધા વડાપ્રધાનના ઘરે પહોંચાડવામાં આવતી હતી.  40 ટકા  કોંગ્રેસના સાંસદોને સોવિયેત યુનિયનમાંથી પૈસા મળતા હતા. તેમણે પોતાના વિરોધીઓને કચડી નાખવા માટે વિદેશી સોનાનો ઉપયોગ કર્યો હતો. આ રાજદ્રોહ હતો.

રૂપિયા-રુબલના દરમાં ફેરફાર પણ કરાવ્યો

તેમણે કહ્યું કે, વર્ષ  1976 માં  સોવિયેતે  રૂપિયા-રુબલના દરમાં ફેરફાર પણ કરાવ્યો હતો . આનો અર્થ એ છે કે ભારતીય અર્થતંત્ર વિદેશી જાસૂસો દ્વારા હથિયાર બનાવવામાં આવ્યું હતું. ભાજપના નેતાએ કહ્યું કે આ "નેહરુયન સોશિયલીઝમ " છે. આ "ઇન્દિરાનું ઇન્ડિયા " હતું. એક સમાધાન કરેલો અને  દગો સહન કરેલો  દેશ.આ  ક્યારેય ભૂલશો નહીં.