અમદાવાદઃ ભાજપ પ્રમુખ નીતિન નબીન ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ અંતર્ગત પ્રથમ દિવસે BAPSના વડા મહંતસ્વામી સાથે મુલાકાત કરી હતી. મહંતસ્વામીએ તેને નાડાછડી બાંધી આશિર્વાદ આપ્યા હતા. તેમજ માળા પણ પહેરાવી હતી. તેમની સાથે જગદીશ પંચાલ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં આવીને શું બોલ્યા હતા ભાજપ પ્રમુખ
ભાજપ અધ્યક્ષે અમદાવાદમાં કાર્યકરોને સંબોધન દરમિયાન મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને PM નરેન્દ્ર મોદીની ધરતીને
ન વંદન કર્યા હતા અને કહ્યું કે, ગાંધીનો અહિંસાનો વિચાર આજે વિશ્વમાં ગુંજે છે. ભારતને એક કરવાનું બીડું ઉપાડનાર સરદાર પટેલનું કામ સૌ ગુજરાતીઓ, દેશવાસીઓને ગૌરવાંવિત કરે છે.
आज गांधीनगर में बीएपीएस (BAPS) स्वामीनारायण संस्था के परम पूज्य महंत स्वामी जी महाराज से भेंट कर उनका आशीर्वाद प्राप्त करने का सौभाग्य मिला।
— Nitin Nabin (@NitinNabin) February 20, 2026
આજે ગાંધીનગરમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના પરમ પૂજ્ય મહંત સ્વામીજી મહારાજ સાથે મુલાકાત કરીને તેમનો આશીર્વાદ મેળવવાનો સૌભાગ્ય મળ્યો. pic.twitter.com/0rpm9KuGEN
ગુજરાતે અનેક મહારુપુષો દેશને આપ્યા છે જેમણે સંસ્કૃતિ અને વિરાસતને આગળ વધારી છે. 21મી સદીનું ભારત વિકાસની દિશામાં વિરાસત સાથે આગળ વધી રહ્યું ધ છે તેનો શ્રેય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. આજ ગુજરાતની ધરતીના પુત્ર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ભાજપાને સૌથી મોટો વિસ્તાર આપ્યો છે. કાર્યકર્તાઓના પરિશ્રમ, સંઘર્ષ અને પુરુષાર્થથી આજે ગુજરાત વિકસીત ગુજરાત તરફ આગળ. વધી રહ્યુ છે.
આજે ગુજરાત માત્ર દેશને જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વને દિશા આપી રહ્યું છે.નબીનેએ 2027 અને 2029ને ધ્યાનમાં રાખીને કાર્યકર્તાઓને આહ્વાન કર્યું હતું કે 'કેટલીક એવી તાકતો ફરી માથું ઊંચું કરી રહી છે, જેઓને દેશની સુરક્ષા. કે સામાન્ય જનતા સાથે કોઈ લગાવ નથી. અને જે ફક્ત પોતાના હિત માટે કાર્ય કરે છે.' 'ભાજપાના કાર્યકર્તાઓ ફુલ ટાઈમ પોલિટિશિયન છે, જે સતત જનતા વચ્ચે રહીને કાર્ય કરે છે. ચૂંટણી સમયે કેટલાક પાર્ટ-ટાઇમ રાજકારણીઓ જનતા વચ્ચે આવે છે, પરંતુ આપણે જનતા સાથે એવો. સજીવ અને મજબૂત સંબંધ સ્થાપિતા કરવો જોઈએ કે આવા પાર્ટ-ટાઈમ રાજકારણીઓ માટે કોઈ જગ્યા ન રહે.