Thu Sep 10 2026

Logo

ભાવનગરમાં ફ્રી ફાયર ગેમ રમતાં ફ્રેન્ડ બનેલા યુવકે સગીરાના મોર્ફ કરેલા નગ્ન વીડિયો-ફોટા વાયરલ કરી દીધા

2026-06-27 09:06:00
Author: Mayur Patel
ભાવનગરમાં ફ્રી ફાયર ગેમ રમતાં ફ્રેન્ડ બનેલા યુવકે સગીરાના મોર્ફ કરેલા નગ્ન વીડિયો-ફોટા વાયરલ કરી દીધા

ભાવનગરઃ શહેરમા ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. ફ્રી ફાયર ગેમ રમતાં ફ્રેન્ડ બનેલા યુવકે સગીરાના મોર્ફ કરેલા નગ્ન વીડિયો-ફોટા વાયરલ કરી દીધા હતા. મળતી વિગત પ્રમાણે, ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસે મહિલાઓની સુરક્ષા માટે ચલાવેલા ખાસ અભિયાન અંતર્ગત હરિયાણાના ગુરુગ્રામથી એક આરોપીની ધરપકડ કરી હતી.

શું હતી સમગ્ર ઘટના?

ફ્રી ફાયર ગેમ રમતી વખતે ભાવનગરની એક સગીરાની ઓળખાણ હરિયાણાના રાજા ઉર્ફે ઉજ્જવલ વિશ્વકર્મા નામના યુવક સાથે થઈ હતી.  વીડિયો કોલ દ્વારા સગીરાનો વિશ્વાસ જીતીને આરોપીએ તેના અને તેની બહેનપણીના ફોટા મેળવી લીધા હતા. ત્યારબાદ આ ફોટા મોર્ફ કરીને નગ્ન વીડિયો-ફોટા બનાવ્યા હતા.

આરોપીએ સગીરાને બદનામ કરવા માટે આ અશ્લીલ ફોટા ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ પર અપલોડ કરી દીધા હતા. સગીરાની ફરિયાદના આધારે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસે પોક્સો અને આઈ.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સાયબર ક્રાઈમ પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું. જે બાદ તેને ગુરુગ્રામથી ઝડપી લીધો હતો.