Tue Oct 06 2026

Logo

AAPના ઝંડા-બેનર ઉતારવા ગયેલી ટીમને થઈ ગયો ઈટાલિયા અને ઈસુદાનનો ભેટો! વીડિયો વાયરલ

2026-02-22 09:05:00
Author: Devayat Khatana
AAPના ઝંડા-બેનર ઉતારવા ગયેલી ટીમને થઈ ગયો ઈટાલિયા અને ઈસુદાનનો ભેટો! વીડિયો વાયરલ

ભાવનગર: હાલ ગુજરાતમાં વિધાનસભાના સત્ર દરમિયાન અનેક મુદ્દે સરકારનો વિરોધ કરનારી આમ આદમી પાર્ટીના બેનર ઉતારવા મુદ્દે વિવાદ સર્જાયો છે. હાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો ભાવનગરનો છે કે જેમાં રોડ પર લગાવવામાં આવેલા આમ આદમી પાર્ટીના બેનરને હટાવવા માટે આવેલી મનપાની ટીમને આપના નેતાઓ સાથે ભેટો થઈ જાય છે. અને પછી જે થાય છે તે ખરેખર જોયા જેવુ છે.
 

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે  જ્યારે એક ટીમ રોડ પર લગાવવામાં આવેલા આમ આદમી પાર્ટીના બેનરને હટાવવા પહોચી હતી. તે જ સમયે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ આવી પહોંચ્યા હતા અને બેનર હટાવવા માટે લેખિત આદેશની માંગ કરી હતી. ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે " તમે ભાજપના ઝંડા નથી ઉતરતા, ભાજપની દલાલી કરો છો. ગોપાલ ઇટાલિયાએ લેખિત ઓર્ડરની માંગ કરી હતી. 

આ સિવાય ત્યાં આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી પણ ત્યાં હાજર હતા. ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે ભાજપની તાનાશાહી અને દાદગીરી જુઓ, જેમ ગુજરાત તેના બાપનું હોય તેમ વર્તી રહ્યું છે. આમ આદમી પાર્ટીના ઝંડા હોય એટલે ઉતારી લેવાના. આ લોકતંત્ર છે કે ઠોકશાહી. ભાજપનું હોય તો મરજી પડે તેમ ચલાવી લેવાનું' તેમ ઇસુદાન ગઢવીએ કહ્યું હતું.