2026નો એપ્રિલ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને ટૂંક સમયમાં જ મે મહિનો શરૂ થઈ જશે. જો તમે પણ મે મહિનામાં બેંકિંગ સંબંધિત કામ પતાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારે આ સમાચાર વાંચીને લેવા જોઈએ. તમને જાણીને નવાઈ લાગશે કે મે મહિનામાં દેશભરમાં ગરમીનો મારો વધવાની સાથે સાથે જ બેંકોમાં પણ રજાનો ભરપૂર મારો જોવા મળશે. મળતી માહિતી અનુસાર મે મહિનામાં બેંકોમાં અડધા મહિના સુધી બેંકોમાં રજા રહેશે. જો તમારે બેંકને લગતું કોઈ મહત્વનું કામ હોય, તો રજાઓની યાદી જોઈને અગાઉથી આયોજન કરી લેવું હિતાવહ છે. ચાલો જોઈએ મે મહિનામાં ક્યારે ક્યારે બેંકોમાં રજા રહેશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા દર મહિને બેંક હોલીડેની યાદી બહાર પાડવામાં આવે છે અને મે મહિનાની રજાની યાદી પણ આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવી છે. મે મહિના દરમિયાન વિવિધ તહેવારો અને કારણોસર દેશભરની બેંકોમાં રજા રહેશે. તમે ફણ આરબીઆઈની આ રજાની યાદી જોઈને જ બેંકોના કામકાજ પ્લાન કરજો હં ને...
મે 2026માં બેંક રજાઓનું લિસ્ટ
- પહેલી મે, 2026ના શુક્રવારે રોજ મહારાષ્ટ્ર દિવસ, ગુજરાત દિવસ, બુદ્ધ પૂર્ણિમા અને મજૂર દિવસ (લેબર ડે) નિમિત્તે મુંબઈ, નવી દિલ્હી, અમદાવાદ (બુદ્ધ પૂર્ણિમા), કોલકાતા સહિત દેશના અનેક શહેરોમાં બેંકો બંધ રહેશે
- ત્રીજી મે, 2026ના રવિવાર હોવાથી દેશભરમાં બેંકોમાં જાહેર રજા રહેશે
- નવમી મે. 2026ના મહિનાનો બીજા શનિવાર હોવાને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે
- 10મી મે, 2026ના રવિવાર હોવાથી દેશભરની બેંકોમાં રજા રહેશે
- 16મી મે, 2026ના શનિવારે સિક્કિમમાં 'સ્ટેટ ડે' (રાજ્ય દિવસ) નિમિત્તે બેંકોમાં રજા રહેશે
- 17મી મે, 2026ના રવિવાર હોવાથી દેશની ભરની તમામ બેંકોમાં રજા રહેશે
- 23મી મે, 2026ના મહિનાનો ચોથો શનિવાર હોવાથી દેશભરની બેંક શાખાઓ બંધ રહેશે
- 24મી મે, 2026ના રવિવાર હોવાથી દેશભરની બેંકોમાં રજા રહેશે
- 26મી મે, 2026ના મંગળવારે કાઝી નઝરુલ ઈસ્લામ જયંતી નિમિત્તે ત્રિપુરામાં બેંકો બંધ રહેશે
- 27મી મે ,2026ના બુધવારે બકરી ઈદ (ઈદ-ઉલ-અઝા) નિમિત્તે અમદાવાદ, નવી દિલ્હી, હૈદરાબાદ અને લખનઉ સહિતના અનેક શહેરોમાં રજા રહેશે
- 28મી મે, 2026ના ગુરુવારે બકરી ઈદના બીજા દિવસે મુંબઈ, બેંગલુરુ અને પટના જેવા શહેરોમાં બેંકો બંધ રહેશે
- 31મી મે,2026ના રવિવાર હોવાથી તમામ બેંકોમાં રજા રહેશે
ઓનલાઈન સર્વિસ ચાલુ રહેશે
બેંકોમાં ભૌતિક રીતે કામકાજ બંધ હોવા છતાં, ગ્રાહકો આ સુવિધાઓનો ઉપયોગ કરી શકશે. યુપીઆઈ, આઈએમપીએસ, આરટીજીએસ, એનઈએફટી દ્વારા પૈસાની લેવડદેવડ કરી શકાશે. આ સિવાય ગ્રાહકો એટીએમ સેવા, નેટબેંકિંગ, મોબાઈલ બેંકિંગ સુવિધાઓનો લાભ સરળતાથી લઈ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે બકરી ઈદની રજા ચંદ્રના દર્શનના આધારે બદલાઈ શકે છે.