ઢાકા : બાંગ્લાદેશમાં ચૂંટણી બાદ હિન્દુ મંદિરો પર ફરી હુમલા શરૂ થયા છે. આ વખતે પ્રાચીન કાલી મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. જેમાં મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી છે. આ ઘટના ખોક્ષાબરીમાં નીલફામરી-3 બની છે. જ્યા ઉપદ્રવીઓએ પ્રાચીન કાલી મંદિરમાં સ્થાપિત મૂર્તિની તોડફોડ કરી હતી.
કાલી મંદિરમાં તોડફોડની ઘટના નીલફામરી જિલ્લામાં બની
બાંગ્લાદેશમાં હાલમાં ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ સૌથી વધુ 212 બેઠકો જીતી છે. જ્યારે જમાત-એ-ઇસ્લામીએ 76 બેઠકો મેળવી છે. કાલી મંદિરમાં તોડફોડની આ ઘટના નીલફામરી જિલ્લામાં બની જ્યાં જમાત-એ-ઇસ્લામીએ નીલફામરી-3 સહિત બધી બેઠકો જીતી છે. જમાત-એ-ઇસ્લામીના ઓબેદુલ્લાહ સલાફી આ વિસ્તારમાંથી વિજયી જાહેર કરવામાં આવ્યા છે.
આ વિસ્તારમાં જમાત-એ-ઇસ્લામીનો મજબૂત પ્રભાવ
જેમાં ચૂંટણી પરિણામો બાદ તરત જ લઘુમતી સમુદાયો ખાસ કરીને હિન્દુઓમાં અસુરક્ષા વધી ગઈ છે. નીલફામરી જેવા ઉત્તરીય જિલ્લાઓમાં, જ્યાં જમાત-એ-ઇસ્લામીનો મજબૂત પ્રભાવ છે. હિન્દુઓ પર હુમલા ફરી શરૂ થયા છે. આ હુમલાખોરોએ ખોક્ષાબરી ગામના સાબુલીપારા વિસ્તારમાં સ્થિત પ્રાચીન કાલી મંદિરને નુકસાન પહોંચાડ્યું છે.
અસામાજિક તત્વોએ મંદિરમાં તોડફોડ કરી
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ચૂંટણી પરિણામો જાહેર થયા પછી કેટલાક અસામાજિક તત્વોએ મંદિરમાં તોડફોડ કરી, મૂર્તિઓને નુકસાન પહોંચાડ્યું અને પરિસરમાં આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં મંદિરની દિવાલો તૂટી ગઈ છે અને ગર્ભગૃહ બધુ અસ્ત વ્યસ્ત પડ્યું છે. તેમજ પૂજા સ્થળ સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવ્યું છે.