Mon Oct 05 2026

Logo

અયોધ્યા રામમંદિરમાં જોઇન્ટ અને ડેપ્યુટી સીઇઓ માટે નામની પેનલ તૈયાર

2026-09-13 20:11:36
Author: Chandrakant Kanoja
અયોધ્યા રામમંદિરમાં જોઇન્ટ અને ડેપ્યુટી સીઇઓ માટે નામની પેનલ તૈયાર

@ShriRamTeerth


અયોધ્યા: અયોધ્યામાં રામમંદિરમાં વહીવટી વ્યવસ્થાને મજબૂત કરવામાં આવી રહી છે. જેમ સીઇઓની નિયુક્તિ બાદ હવે જોઇન્ટ સીઇઓ અને ડેપ્યુટી સીઇઓ માટે પણ ત્રણ- ત્રણ  નામની પેનલ તૈયાર કરવામાં આવી છે. રામ મંદિરના સીઇઓ તરીકે એર માર્શલ (નિવૃત્ત) જિતેન્દ્ર મિશ્રાએ કાર્યભાર સંભાળ્યો છે. 

ત્રણ નામોની પેનલ તૈયાર 

સૂત્રોના જણાવ્યા અનુસાર અલગ-અલગ શ્રેણીઓમાં આવતી બે જગ્યાઓમાંથી દરેક માટે ત્રણ નામોની પેનલ તૈયાર કરવામાં આવી છે. દરેક યાદીમાંથી કોઈ એક નામ અંગે હજુ અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. 

ટ્રસ્ટની બેઠક પૂર્વે બંને નામની પસંદગી કરવામાં આવશે

ટ્રસ્ટના મહાસચિવ ગોવિંદ દેવ ગિરીની સંમતિ બાદ આ નામો અંગે અંતિમ વિચાર-વિમર્શ ચાલી રહ્યો છે.આ ઉપરાંત  2  ડિસેમ્બરે યોજાનારી ટ્રસ્ટની બેઠક પહેલાં બંને જગ્યાઓ માટે નામની પસંદગી કરવામાં આવશે. 

નવી ટીમમાં ઈજનેરોના સમાવેશ પર વિચારણા  

સીઈઓની નવી ટીમમાં રામ મંદિરના નિર્માણ કાર્ય સાથે સંકળાયેલા અનુભવી ઈજનેરોને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવા અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંભવિત ઉમેદવારોની યાદીમાં એવા ઈજનેરોનો સમાવેશ થાય છે જેમણે મંદિરના નિર્માણના તકનીકી અને વ્યવસ્થાપકીય પાસાઓમાં મહત્વની ભૂમિકા ભજવી છે.