Thu Jul 09 2026

Logo

રામ મંદિર દાન ચોરી કેસમાં આરોપીઓની પૂછપરછ બાદ પોલીસના દરોડા, રોકડ, સોનાના દાગીના અને કાર જપ્ત

2026-07-09 17:06:04
Author: Chandrakant Kanoja
Article Image

અયોધ્યા: અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસમાં તપાસ તેજ કરવામાં આવી છે. જેમાં પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે. જેના આધારે પોલીસ ગત મોડી રાત્રે અનેક સ્થળો પર દરોડા પાડયા હતા. તેમજ રોકડ, સોનાના દાગીના અને કાર જપ્ત કરી છે. 

આ દરમિયાન પોલીસને આરોપી અનુકલ્પ પાસેથી 20,000 રૂપિયા રોકડ, એક સોનાની ચેઇન, એક મોબાઇલ ફોન અને પિતાના નામની એક  ડિઝાઇનર કાર જપ્ત કરી છે. 

લવકુશ પાસેથી 38,000 રોકડા જપ્ત 

આ ઉપરાંત પોલીસને  આરોપી લવકુશે તેની પત્નીને ભેટમાં આપેલું સોનાનું લોકેટ પણ મળી આવ્યું છે.  તેની પાસેથી  રૂપિયા 38,000 રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે બીજા આરોપી કરુણેશ પાસેથી  રૂપિયા 15,000 રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા.

ચોરાયેલા નાણાંને કાયદેસર બનાવવાનો પ્રયાસ

જ્યારે  પોલીસને આરોપીના બેંક ખાતાઓ અને અન્ય વિવિધ ખાતાઓ સાથે સંકળાયેલા વ્યવહારોના નક્કર પુરાવા મળ્યા હતા. તેમજ પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ વિવિધ અન્ય સ્ત્રોતોમાંથી તેમના ખાતામાં ભંડોળ ટ્રાન્સફર કરીને ચોરાયેલા નાણાંને કાયદેસર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

એસબીઆઇ બેંકના ગોવિંદ મિશ્રા અયોધ્યા પોલીસના રડાર પર

આ ઉપરાંત અયોધ્યાની એસબીઆઇ બેંકના ભૂતપૂર્વ મેનેજર ગોવિંદ મિશ્રા અયોધ્યા પોલીસના રડાર પર છે. તે હાલ લખનૌ શાખામાં છે.  તેમજ તેમની મંદિરમાં નાણાંની ગણતરી માટે જવાબદાર બેંક કર્મચારીઓ સાથે તેમની પણ ટૂંક સમયમાં પૂછપરછ થઈ શકે છે. આ ઉપરાંત અનિલ મિશ્રા  જેમણે બેંક સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા  તેમનું નિવેદન પણ આ અઠવાડિયે રેકોર્ડ કરવામાં આવી શકે છે.