Sun Sep 06 2026

Logo

ઑસ્ટ્રેલિયા 11 મહિનામાં 21 ટેસ્ટ રમશે!

Melbourne   2026-03-22 19:07:33
Author: Ajay Motiwala
ઑસ્ટ્રેલિયા 11 મહિનામાં 21 ટેસ્ટ રમશે!

મેલબર્નઃ ટી-20 ફૉર્મેટની લોકપ્રિયતા વધી છે ત્યારથી વન-ડે સિરીઝ કે ટૂર્નામેન્ટ રમાવાની ઓછી થઈ જ ગઈ છે, ટેસ્ટ મૅચોની સંખ્યા પણ ખૂબ ઘટી ગઈ છે, પરંતુ ઑસ્ટ્રેલિયા (Australia)ના ક્રિકેટ બોર્ડે તૈયાર કરેલા 2026-'27ની સીઝન માટેના શેડ્યૂલ મુજબ ઑસ્ટ્રેલિયાની ટીમ આગામી ઑગસ્ટથી માંડીને 2027ના જૂન મહિના સુધીના 11 મહિનામાં કુલ 21 ટેસ્ટ (test) રમશે.

એમાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ (જો ઑસ્ટ્રેલિયા એમાં ક્વૉલિફાય થાય તો જ)નો પણ સમાવેશ છે.

આ સમયપત્રક (schedule)માં માર્ચ, 2027ની ઇંગ્લૅન્ડ સામેની (ટેસ્ટ-ક્રિકેટની 150મી જયંતી નિમિત્તે રમાનારી) ઐતિહાસિક ટેસ્ટનો તેમ જ ભારતમાં જાન્યુઆરી, 2027માં રમાનારી પાંચ ટેસ્ટ પણ સામેલ છે.

એ ઉપરાંત 2026ના ઑગસ્ટમાં કાંગારુઓ બાંગ્લાદેશ સામે રમાનારી બે ટેસ્ટ, ઑક્ટોબરમાં સાઉથ આફ્રિકામાં ત્રણ ટેસ્ટ, ડિસેમ્બર-જાન્યુઆરીમાં ન્યૂ ઝીલૅન્ડ સામે ચાર ટેસ્ટ તેમ જ 2027ના જૂન-ઑગસ્ટમાં ઇંગ્લૅન્ડ સામે રમાનારી પાંચ મૅચવાળી ઍશિઝ સિરીઝનો સમાવેશ છે.