Tue Sep 08 2026

Logo

અત્યાર સુધી બંગાળમાં 117 બેઠકો પર BJPની જીત, કેરળમમાં કોંગ્રેસને 63 બેઠકો; જુઓ 8 વાગ્યા સુધીના વલણ

2026-05-04 20:29:28
Author: Devayat Khatana
અત્યાર સુધી બંગાળમાં 117 બેઠકો પર BJPની જીત, કેરળમમાં કોંગ્રેસને 63 બેઠકો; જુઓ 8 વાગ્યા સુધીના વલણ

નવી દિલ્હી: જેના પર આખા દેશની નજર હતી તે પશ્ચિમ બંગાળ, પુડુચેરી, તમિલનાડુ, કેરળમ અને આસામની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. આ ચૂંટણી પરિણામોમાં ભાજપે પશ્ચિમ બંગાળમાં ભવ્ય અને ઐતિહાસિક જીત મેળવી છે. હાલ પૂર્વમાં આસામ અને પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં કોંગ્રેસ અને સ્થાનિક પાર્ટીઓનો દબદબો જોવા મળ્યો છે. જોઈએ આઠ વાગ્યા સુધીના આંકડાઓ. 

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડાઓ મુજબ આસામ અને પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. આસામમાં ભાજપે કુલ 126 બેઠકોમાંથી 82 બેઠકો પૈકી 81  જીતેલી અને 1 પર સરસાઈ સાથે મજબૂત પકડ જાળવી રાખી છે. તેની સામે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ માત્ર 19 બેઠકો સુધી મર્યાદિત રહી છે. પશ્ચિમ બંગાળમાં પણ ભાજપે ઐતિહાસિક દેખાવ કર્યો છે, જ્યાં કુલ 293 બેઠકોમાંથી પાર્ટી 207 બેઠકો પર આગળ છે, જેમાં 117 જીત અને 90 પર સરસાઈ સાથે સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહી છે. પશ્ચિમ બંગાળમાં ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ 80 બેઠકો સાથે બીજા ક્રમે છે.

દક્ષિણ ભારતના રાજ્યોમાં કોંગ્રેસ અને સ્થાનિક પાર્ટીઓનો દબદબો જોવા મળ્યો છે. કેરળમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે 63 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. તેની સામે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ) 26 બેઠકો જીતવામાં સફળ રહી છે. તમિલનાડુમાં 'તમિલગા વેત્રી કઝગમ' (TVK) 106 બેઠકો પૈકી 70 પર જીત અને 36 પર સરસાઈ સાથે મજબૂત સ્થિતિમાં છે. દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK) 59 અને ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝગમ (ADMK) 48 બેઠકો પર જીત અને સરસાઈ ધરાવે છે.

કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં ઓલ ઇન્ડિયા એન.આર. કોંગ્રેસ (AINRC) 12 બેઠકોમાંથી 10 જીત અને 2 પર સરસાઈ સાથે સૌથી આગળ છે. અહીં DMK 5 બેઠકો અને ભાજપ 4 બેઠકો પર પોતાની પકડ જાળવી રહ્યા છે. સમગ્ર રીતે જોતા, પૂર્વોત્તર અને પશ્ચિમ ભારતમાં ભાજપનો વિજયધ્વજ લહેરાઈ રહ્યો છે, જ્યારે દક્ષિણ ભારતમાં કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષોએ શાનદાર દેખાવ કર્યો છે.