ગુવાહાટીઃ આસામમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભૂપેન બોરા આસામ ભાજપમાં સામેલ થઈ ગયા હતા. તેઓ અધ્યક્ષ દિલીપ સૈકિયા અને સાંસદ બૈજયંત પાંડાની હાજરીમાં ભાજપમાં સામેલ થયા હતા.
ભાજપમાં સામેલ થયાના થોડા કલાકો પછી ભાજપે બોરાને રાજ્ય કારોબારી સમિતિમાં સામેલ કર્યા હતા. બોરા આસામ ભાજપ મુખ્યાલય 'વાજપેયી ભવન' ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ભાજપના સભ્ય બન્યા હતા. તેમની સાથે કોંગ્રેસના ભૂતપૂર્વ નેતાઓ સંજુ બોરા, રાજેશ કુમાર જોશી, કંગકન દાસ, ગગન ચંદ્ર બોરા અને વિપક્ષી પાર્ટીના એક ડઝનથી વધુ કાર્યકરો પણ ભાજપમાં સામેલ થયા હતા.
બોરાએ 16 ફેબ્રુઆરીએ રાજીનામું આપ્યું હતું, પરંતુ કોંગ્રેસ હાઇકમાન્ડે તેનો સ્વીકાર કર્યો નહોતો અને વરિષ્ઠ નેતાઓ તેમના નિવાસસ્થાને દોડી ગયા હતા, જ્યારે રાહુલ ગાંધીએ પણ તેમની સાથે વાત કરી હતી. તેમણે પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે સમય માંગ્યો હતો પરંતુ બીજા દિવસે મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા તેમના નિવાસસ્થાને ગયા અને જાહેરાત કરી કે તેઓ 22 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાશે. 126 સભ્યોની આસામ વિધાનસભાની ચૂંટણી માર્ચ-એપ્રિલમાં થવાની ધારણા છે.
ભાજપમાં જોડાયા પછી બોરાએ કહ્યું હતું કે "મેં કોંગ્રેસમાંથી રાજીનામું એટલા માટે નથી આપ્યું કે હું ભાજપમાં સામેલ થઈ જાઉં. મે એ વિચારીને રાજીનામું આપ્યું છે કે કોંગ્રેસમાં થયેલી ભૂલો વિશે આત્મનિરીક્ષણ થશે અને મને આશા હતી કે તે સુધારવામાં આવશે."
કોંગ્રેસના નેતૃત્વએ "તેમની ભાવનાને ઠેસ પહોંચાડી છે. કોંગ્રેસે પણ આસામી સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડી છે. હું 32 વર્ષ સુધી એક વિચારધારા, વિવેક અને દેશભક્તિ સાથે કોંગ્રેસની સેવા કરી પરંતુ હવે હું દુઃખી છું."
બાદમાં એક ‘એક્સ’ પોસ્ટમાં કોંગ્રેસના ભૂતપૂર્વ નેતાએ કહ્યું કે તેઓ સમજી વિચારીને નવા હેતુ સાથે શાસક પક્ષમાં જોડાયા છે. આસામનો વારસો ગૌરવ અને સમાવેશ સાથે વિકાસને પાત્ર છે. હું નમ્રતા અને રાજ્ય અને લોકોની સેવા કરવાનો સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છું."
ભાજપમાં તેમનું સ્વાગત કરતા સરમાએ કહ્યું હતું કે બોરાની અંદર "થોડી કડવાશ" હોઈ શકે છે કારણ કે તેમણે 32 વર્ષથી વધુ સમય સુધી પાર્ટીમાં ઘણું યોગદાન આપ્યા પછી કોંગ્રેસ છોડી દીધી હતી. આજથી ભાજપમાં એક નવું જીવન શરૂ થાય છે. તેઓ હવે પાર્ટીના ગર્વિત સભ્ય છે. ભાજપ પરિવાર પણ તેમની સંભાળ રાખશે અને તેમને પ્રેમ અને આદર આપશે."
સૈકિયાએ બોરા અને શાસક પક્ષમાં જોડાયેલા અન્ય કોંગ્રેસ નેતાઓનું પણ સ્વાગત કર્યું. તેમણે કહ્યું હતું કે આજથી ભાજપ કાર્યકરોની તાકાત વધી છે. નવા લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ હિમંતા બિસ્વા સરમાના કાર્યથી પ્રેરિત થઈને આગળ આવ્યા છે." બોરાનો રાજકીય અનુભવ અને વહીવટી કાર્યક્ષમતા ભાજપને મજબૂત બનાવશે